વીવોએ ભારતમાં લોન્ચ કર્યો નવો બજેટ સ્માર્ટફોન Vivo Y18e, જેમાં 5000mAh બેટરી અને 6.56 ઇંચની સ્ક્રીન

Vivo Y18e Launched : Vivo Y18e સ્માર્ટફોન પોલિકાર્બોનેટ બોડીથી બનેલો છે. આ હેન્ડસેટમાં 6.56 ઇંચની એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે જે એચડી + રિઝોલ્યુશન આપે છે

Vivo Y18e Launched : Vivo Y18e સ્માર્ટફોન પોલિકાર્બોનેટ બોડીથી બનેલો છે. આ હેન્ડસેટમાં 6.56 ઇંચની એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે જે એચડી + રિઝોલ્યુશન આપે છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Vivo Y18e, vivo y18e features

Vivo Y18e Launched : વીવોએ ભારતમાં નવો એન્ટ્રી લેવલ સ્માર્ટફોન લોન્ચ કર્યો

Vivo Y18e Launched : વીવોએ ભારતમાં નવો એન્ટ્રી લેવલ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. વીવો વાય 18ઇ સ્માર્ટફોનને વીવો ઇન્ડિયાની વેબસાઇટ પર લિસ્ટ કરવામાં આવ્યો છે. નવા Vivo Y18e સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલનો રિયર કેમેરા, 5000mAhની બેટરી અને 8 જીબી સુધી રેમ સપોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. વીવોના આ ફોનને ફેબ્રુઆરી 2024માં બ્લૂટૂથ એસઆઈજી ઓથોરિટી પર વી2350 મોડલ નંબર સાથે લિસ્ટ કરવામાં આવ્યો હતો. ચાલો અમે તમને નવા વીવો સ્માર્ટફોનની કિંમત અને સુવિધાઓ વિશે વિગતવાર જણાવીએ.

Advertisment

Vivo Y18eના સ્પેસિફિકેશન્સ, ફીચર્સ (Vivo Y18e specifications, features)

વીવો વાય 18ઇ સ્માર્ટફોન પોલિકાર્બોનેટ બોડીથી બનેલો છે. આ હેન્ડસેટમાં 6.56 ઇંચની એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે જે એચડી + રિઝોલ્યુશન આપે છે. સ્ક્રીન 90 હર્ટ્ઝ સુધીના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. ડિવાઇસનું ડાઇમેંશન 163.63 x 75.85 x 8.39 એમએમ અને વજન 185 ગ્રામ છે.

Vivo Y18e સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 આધારિત ફનટચ ઓએસ 14 સાથે આવે છે. આ હેન્ડસેટમાં મીડિયાટેક હીલિયો જી85 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 4 જીબી રેમ અને 64 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. ડિવાઇસમાં 4 જીબી સુધી વર્ચ્યુઅલ રેમ સપોર્ટ પણ છે એટલે કે સપોર્ટેડ ફોનમાં કુલ 8 જીબી રેમ મળશે. સ્ટોરેજ પણ વધારી શકાય છે.

Advertisment

આ પણ વાંચો - વોટ્સએપ પર નવી સર્વિસ મેટા એઆઈ લોન્ચ, જાણો કેવી રીતે ચેટ કરવું

Vivo Y18e સ્માર્ટફોનમાં એપર્ચર F/2.2 ની સાથે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. હેન્ડસેટમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે, જેમાં 13 મેગાપિક્સલ પ્રાઇમરી અને 0.08 મેગાપિક્સલ સેકન્ડરી લેન્સ છે, જેમાં અપાર્ચર એફ/2.2 છે.

વીવોના આ હેન્ડસેટને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે યુએસબી 2.0 દ્વારા 15W ચાર્જિંગને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં ડ્યુઅલ બેન્ડ વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.0, જીપીએસ, એફએમ રેડિયો, યુએસબી ટાઇપ-સી પોર્ટ અને 3.5 એમએમ ઓડિયો જેક જેવા કનેક્ટિવિટી ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ફોન ડસ્ટ અને વોટર-રેઝિસ્ટન્ટ પ્રૂફ છે અને આઇપી-54 રેટિંગ સાથે આવે છે.

વીવો વાય 18ઈ કિંમત (Vivo Y18e price)

તમને જણાવી દઈએ કે વીવો વાય 18ઈને વીવો ઈન્ડિયાની વેબસાઈટ પર લિસ્ટ કરવામાં આવ્યો છે. પરંતુ કંપનીએ હજુ સુધી ડિવાઇસની કિંમતનો ખુલાસો કર્યો નથી. આ ફોનને જેમ ગ્રીન અને સ્પેસ બ્લેક કલરમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ