Vivo Y18t Launched: વીવો વાય18ટી સ્માર્ટફોન 10000 થી ઓછી કિંમતે ભારતમાં લોન્ચ, જાણો ફીચર્સ સહિત બધું જ

Vivo Y18t Price And Features: વીવો વાય18ટી સ્માર્ટફોન 128 જીબી સ્ટોરેજ અને 50 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જાણો લેટેસ્ટ વીવો વાય18ટી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ

Vivo Y18t Price And Features: વીવો વાય18ટી સ્માર્ટફોન 128 જીબી સ્ટોરેજ અને 50 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જાણો લેટેસ્ટ વીવો વાય18ટી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
vivo y18t launched in india | vivo y18t Price

Vivo Y18t Launched In India: વીવો વાય18 ટી સ્માર્ટફોન 50 એમપી કેમેરા, 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ જેવા ફીચર્સ સાથે લોન્ચ થયો છે. (Photo: Social Media)

Vivo Y18t Launched In India: વીવો કંપની દ્વારા લેટેસ્ટ વાય સીરીઝનો નવો બજેટ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો છે. Vivo Y18t કંપનીનો નવો ફોન છે જે IP-54 રેટિંગ સાથે આવે છે. Vivo Y18T સ્માર્ટફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે. આ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલ પ્રાઇમરી રિયર કેમેરા, 4 જીબી રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. Vivo Y18Tને 15W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. જાણો લેટેસ્ટ વિવો સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે…

Advertisment

Vivo Y18t Price in India : ભારતમાં વીવો વાય18ટી કિંમત

વિવો વાય 18ટીનું 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ ભારતમાં 9499 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફોન જેમ ગ્રીન અને સ્પેસ બ્લેક કલર ઓપ્શનમાં આવે છે અને હાલમાં તે વિવો ઇન્ડિયાના ઇ-સ્ટોર અને ફ્લિપકાર્ટ પર ખરીદી માટે ઉપલબ્ધ છે.

Vivo Y18t Specifications : વીવો વાય18ટી સ્પેસિફિસેશન

Vivo Y18T સ્માર્ટફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. વીવોનો આ ફોન એન્ડ્રોઇડ 14 બેઝ્ડ Funtouch OS 14 સાથે આવે છે. ડિવાઇસમાં 6.56 ઇંચની ફુલએચડી + (720×1,612 પિક્સલ) એલસીડી ડિસ્પ્લે છે જે 90હર્ટ્ઝ સુધીના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. સ્ક્રીનની પિક્સેલ ડેન્સિટી 269 પીપીઇ છે. સ્ક્રીન 840 નીટ સુધીની પિક બ્રાઇટનેસ આપે છે. હેન્ડસેટમાં પ્લાસ્ટિક બેક પેનલ છે. ફોનમાં Unisoc T612 ચિપસેટ છે. રેમ 4જીબી છે. રેમને વર્ચ્યુઅલ રીતે 8 જીબી સુધી વધારી શકાય છે. માઇક્રોએસડી કાર્ડ દ્વારા સ્ટોરેજ વધારવું શક્ય છે.

Vivo Y18t Camera : વીવો વાય18ટી કેમેરા

ફોટોગ્રાફી માટે વીવો વાય 18ટીમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનના રિયરમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 0.08 મેગાપિક્સલનું સેકન્ડરી સેન્સર પણ આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ડિવાઇસમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

Advertisment

Vivo Y18Tને પાવર આપવા માટે 5000mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 15W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે ફોનની બેટરી 62.53 કલાક સુધી ચાલશે. સ્માર્ટફોનનું ડાયમેન્શન 163×75.58×8.3 એમએમ છે અને તેનું વજન 185 ગ્રામ છે.

કનેક્ટિવિટી માટે વીવોના ફોનમાં બ્લૂટૂથ 5.2, એફએમ રેડિયો, જીપીએસ, ગ્લોનાસ, વાઇ-ફાઇ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ફોનમાં એક્સેલેરોમીટર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, ઇ-હોકાયંત્ર, મોટર ગાયરોસ્કોપ અને પ્રોક્સિમિટી સેન્સર આપવામાં આવ્યું છે. સિક્યોરિટી માટે ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ હેન્ડસેટ ધૂળ અને પાણી સામે પ્રતિકારક્ષમતા ધરાવે છે અને તે IP54 રેટિંગ સાથે આવે છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ