Vivo Y19s Launch: વીવો વાય19એસ સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Vivo Y19s Launch Price And Features: વીવો વાય19એસ સ્માર્ટફોન 5500mAh બેટરી અને 50 એમપી પ્રાઇમરી રિયર કેમેરા સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. લેટેસ્ટ વીવો સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે જાણો વિગતવાર

Vivo Y19s Launch Price And Features: વીવો વાય19એસ સ્માર્ટફોન 5500mAh બેટરી અને 50 એમપી પ્રાઇમરી રિયર કેમેરા સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. લેટેસ્ટ વીવો સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે જાણો વિગતવાર

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Vivo Y19s Price | Vivo Y19s Features | Vivo Y19s Launch | Vivo Smartphone

Vivo Y19s Launched: વીવો વાય19એસ સ્માર્ટફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો ઉપલબ્ધ છે. (Photo: @Vivo)

Vivo Y19s Launch Price And Features: વીવો એ લેટેસ્ટ વાય સીરિઝ સીરિઝ સ્માર્ટફોન વીવો વી19એસ થાઇલેન્ડમાં લોન્ચ કર્યો છે. Vivo V19s કંપનીનો નવો ફોન છે અને 4G કનેક્ટિવિટી સાથે આવે છે. Vivo Y19s સ્માર્ટફોનમાં 90હર્ટ્ઝ સ્ક્રીન, પંચ હોલ ડિઝાઇન, 50MP પ્રાઇમરી રિયર કેમેરા અને 5500mAhની મોટી બેટરી આપવામાં આવી છે. Vivo Y19s ની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જાણો …

Advertisment

Vivo Y19s Features : વીવો વાય19એસ ફીચર્સ

વીવો વાય19એસ સ્માર્ટફોનમાં 6.68 ઇંચની એલસીડી ડિસ્પ્લે આપવામાં આવી છે, જે એચડી+ (1680 x 720 પિક્સલ) રિઝોલ્યુશન ઓફર કરે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝ છે. ઉત્કૃષ્ઠ આઉટડોર વિઝિબિલિટી માટે ડિસ્પ્લે 1000 નિટ્સ સુધી બ્રાઈટનેસ આપે છે. આ સ્માર્ટફોનમાં યુનિસોક ટી612 ચિપસેટ છે.

Vivo Y19sમાં 6 જીબી રેમ ઓપ્શન આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં 6 જીબી વર્ચ્યુઅલ રેમ ફીચર્સ પણ છે. સ્ટોરેજ માટે તેમાં 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યું છે. માઇક્રોએસડી કાર્ડ દ્વારા ફોનમાં સ્ટોરેજ વધારી શકાય છે.

આ વીવો સ્માર્ટફોનને પાવર આપવા માટે 5500mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 15W રેપિડ ચાર્જિંગ ટેક્નોલોજીને સપોર્ટ કરે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો ઉપલબ્ધ છે.

Advertisment

વીવો વાય 19એસમાં વર્ટિકલ રિયર કેમેરા મોડ્યુલ છે જે ડ્યુઅલ-એલઇડી ફ્લેશ સાથે આવે છે. ફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરા, 0.08 મેગાપિક્સલનો સેકન્ડરી સેન્સર આપવામાં આવ્યો છે. આ ડિવાઇસમાં રિંગ આકારની નોટિફિકેશન લાઇટ છે, જે અલગ-અલગ રીતે લાઇટ કરે છે.

વિવો વાય 19એસ એન્ડ્રોઇડ 14 બેઝ્ડ ફનટચ ઓએસ 14 પર ચાલે છે. આ ડિવાઇસમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર, 3.5 એમએમ ઓડિયો જેક, ડ્યુઅલ સ્પીકર્સ, યુએસબી ટાઇપ-સી પોર્ટ, ડ્યુઅલ સિમ સ્લોટ, વાઇ-ફાઇ 5, બ્લૂટૂથ 5.2 અને જીપીએસ જેવા કનેક્ટિવિટી ફીચર્સ આપવામાં આવ્યા છે. હેન્ડસેટનું ડાયમેન્શન 165.75 x 76.10 x 8.10mm અને તેનું વજન 198 ગ્રામ છે.

Vivo Y19s Price : વીવો વાય19એસ કિંમત

Vivo Y19s 4 GB રેમ અને 128 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 4399 ટીએચબી (લગભગ 130 ડોલર) છે. તો 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 4,999 ટીએચબી (લગભગ 145 ડોલર) સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ હેન્ડસેટ ગ્લોસી બ્લેક, પર્લ સિલ્વર અને ગ્લેશિયર બ્લુ કલરમાં આવે છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ