/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Vivo-Y19s-Pro.jpg)
Vivo Y19s Pro Launch: વીવો વાય 19એસ પ્રો સ્માર્ટફોનમાં 50MPનો ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. (Photo: Social Media)
Vivo Y19s Pro Launch : વીવો કંપનીએ પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન પસંદગીના ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કર્યો છે. Vivo Y19s Pro કંપનીનો લેટેસ્ટ ફોન છે, જેમાં 4G કનેક્ટિવિટી આપવામાં આવી છે. નવા વીવો વાય 19 એસ પ્રો સ્માર્ટફોનમાં 256GB સુધી સ્ટોરેજ, 8GB સુધીની રેમ અને 6000mAhની મોટી બેટરી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ વીવો સ્માર્ટફોનમાં 50MPનો ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જાણો નવા વીવો સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે.
Vivo Y19s Pro Price : વીવો વાય 19એસ કિંમત
Vivo Y19s Proની કિંમત 4GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે BDT 15,499 (10,900 રૂપિયા) રાખવામાં આવી છે. જ્યારે 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 16,999 બીડીટી (લગભગ 12,000 રૂપિયા) છે.
આ ફોનને ડાયમંડ બ્લેક, ગ્લેશિયર બ્લૂ અને પર્લ સિલ્વર કલર ઓપ્શનમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ ડિવાઇસને ઇ-સ્ટોર્સ પરથી ખરીદી શકાય છે.
Vivo Y19s પ્રો Specifications : વીવો વાય 19એસ સ્પેસિફિકેશન
Vivo Y19sમાં 90હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે 6.68 ઇંચની એચડી+ (720×1,608 પિક્સલ) એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે. સ્ક્રીન 1000 નીટ્સ સુધી બ્રાઇટનેસ લેવલ સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં 12nm ઓક્ટા-કોર Unisoc T612 ચિપસેટ છે. ડિવાઇસમાં 8 જીબી સુધીની રેમ અને 256 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ ઓપ્શન મળે છે. ફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ FuntouchOS 15 સાથે આવે છે.
વીવો વાય ૧૯ એસ પ્રોને પાવર આપવા માટે 6000mAhની મોટી બેટરી છે જે 44W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં ગૂગલના સર્કલ ટુ સર્ચ અને એઆઈ સ્ક્રીન ટ્રાન્સલેશન જેવા ઘણા એઆઈ ફીચર્સ આપવામાં આવ્યા છે.
Vivo Y19s પ્રો Camera : વીવો વાય 19 એસ કેમેરા
ઓપ્ટિક્સની વાત કરીએ તો, વિવો વાય 19એસ પ્રો સ્માર્ટફોન માં એફ/1.8 અપાર્ચર સાથે 50MPનો પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે. આ સિવાય એપર્ચર એફ/ 3.0 સાથે 0.08 મેગાપિક્સલનું સેકન્ડરી સેન્સર પણ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ડિવાઇસમાં 5 મેગાપિક્સલનું ફ્રન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં ડ્યુઅલ સ્પીકર યુનિટ આપવામાં આવ્યું છે. સિક્યોરિટી માટે ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો | ગેમ રમવા માટે ધાસું સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, 5500mAh બેટરી અને 256 GB સ્ટોરેજ, જાણો કિંમત
Vivo Y19s Pro પર કનેક્ટિવિટી ઓપ્શનમાં 4G VoLTE, Wi-Fi, બ્લૂટૂથ 5.2, જીપીએસ, ઓટીજી અને યુએસબી ટાઇપ-સી પોર્ટ સામેલ છે. આ ફોનમાં એમઆઇએલ-એસટીડી-810એચ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે, જેમાં IP64-રેટેડ ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્ટ બિલ્ડ અને મિલિટરી-ગ્રેડના ટકાઉપણાનો સમાવેશ થાય છે. આ હેન્ડસેટનું ડાયમેન્શન 165.75×76.10×8.10 મીમી અને વજન 200 ગ્રામ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us