/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Vivo-Y200-Pro-look.jpg)
Vivo Y200 Pro : વિવો વાય200 પ્રોની કિંમત અને ખાસિયત લીક, જાણો
Vivo Y200 Pro : વિવો વાય200 પ્રો (Vivo Y200 Pro) ટૂંક સમયમાં ઇન્ડિયામાં લોન્ચ થવાની શક્યતા છે. હેન્ડસેટની હજુ ઓફિશ્યલી જાહેરાત કરવામાં આવી નથી પરંતુ તેની અફવાઓ તાજેતરમાં જ ઓનલાઈન થઇ રહી છે. એક રિપોર્ટ અનુસાર સ્માર્ટફોનની કિંમત સાથે તેના કેટલાક મુખ્ય ફીચર્સ શેર કરવામાં આવ્યા છે. ફોન કેટલીક સર્ટિફિકેશન વેબસાઇટ્સ પર પણ જોવા મળ્યો છે. Vivo Y200 Pro બેઝ Vivo Y200 અને Vivo Y200e ની સિરીઝ હોવાની ધારણા છે, જે ઇન્ડિયામાં ખરીદી માટે અવેલેબલ છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Vivo-Y200-Pro-.jpg)
Vivo Y200 Pro : ફીચર્સ અને કિંમત
એક રિપોર્ટ મુજબ, Vivo Y200 Pro ની કિંમત .ભારતમાં ₹ 25,000 થી ઓછી હોવાનું કહેવાય છે. તે સેગમેન્ટની સૌથી પાતળું 3D વક્ર ડિસ્પ્લે ધરાવતો ફોન હોવાનો દાવો કરવામાં આવે છે. રિપોર્ટમાં ઉમેરવામાં આવ્યું છે કે અફવાવાળા હેન્ડસેટ ક્વોલકોમ સ્નેપડ્રેગન 695 SoC દ્વારા સંચાલિત થવાની સંભાવના છે. ફોનને 120Hz રિફ્રેશ રેટ ઓફર કરવા માટે સૂચવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Vivo X100s, Vivo X100s Pro સ્માર્ટફોનથી ઊંચકાયો પડદો, 16 GB રેમ, 1TB સુધીનું સ્ટોરેજ અને ફાસ્ટ ચાર્જિંગ
કેમેરાની વાત કરીયે તો Vivo Y200 Pro ને ઑપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) સપોર્ટ તેમજ નાઇટ ફોટોગ્રાફી અને પોટ્રેટ માટે અપગ્રેડ સાથે એન્ટી-શેક કેમેરા શામેલ કરવા માટે સૂચવવામાં આવ્યું છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) પર મોડલ નંબર V2401 સાથે ફોનની તાજેતરની લિસ્ટએ ભારતમાં લોન્ચનું સૂચન કર્યું છે.
જો કે, આ વર્ષની શરૂઆતમાં માર્ચમાં, Vivo Y200 Proને Google Play Console પર મોડલ નંબર V2303 સાથે જોવામાં આવ્યો હતો જે Vivo V29e સાથે એસોશિયેટ છે. લિસ્ટ દ્વારા લીક થયેલ ડિઝાઇન અને ખાસિયત સૂચવે છે કે Vivo Y200 Pro એ Vivo V29e નું રીબેજ કરેલ વરઝ્ન હોઈ શકે છે. એવું કહેવાય છે કે તે 8GB ની રેમ ધરાવે છે અને Android 14-આધારિત OS સાથે શિપ કરે છે.
Vivo V29e સ્નેપડ્રેગન 695 SoC, 44W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000mAh બેટરી, 6.78-ઇંચ 120Hz ફુલ-HD+ ડિસ્પ્લે, 64-મેગાપિક્સલનો ડ્યુઅલ રીઅર કેમેરા યુનિટ અને 50-મેગાપિક્સેલ સેલ્ફ શૂટર સાથે આવે છે . આર્ટિસ્ટિક બ્લુ અને આર્ટિસ્ટિક રેડ શેડ્સમાં ઓફર કરાયેલ, ફોનની કિંમત અનુકમે 8GB + 128GB માટે ₹ 26,999 8GB + 128GB અને 8GB + 256GB માટે ₹ 28,999 છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us