Vivo Y28s 5G: વીવોનો બજેટ સ્માર્ટફોન વધુ સસ્તો થયો, જાણો લેટેસ્ટ કિંમત અને ફીચર્સ સહિત બધું જ

Vivo Y28s 5G Price Reduced In India: વીવો વાય28એસ 5જી સ્માર્ટફોનની કિંમત ભારતમાં ઘટી છે. આ બજેટ વીવો સ્માર્ટફોન 4, 6 અને 8 જીબી વેરિયન્ટમાં ઉપલબ્ધ છે.

Vivo Y28s 5G Price Reduced In India: વીવો વાય28એસ 5જી સ્માર્ટફોનની કિંમત ભારતમાં ઘટી છે. આ બજેટ વીવો સ્માર્ટફોન 4, 6 અને 8 જીબી વેરિયન્ટમાં ઉપલબ્ધ છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Vivo Y28s 5G Smartphone | vivo y28s 5g price cut | Vivo Y28s 5G Price in india | Vivo Y28s 5G features | Vivo Y28s 5G specifications | Vivo budget smartphone | best budget smartphone in india | Vivo

Vivo Y28s 5G Price And Features: વીવો વાય28એસ 5જી સ્માર્ટફોન 14000 રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદી શકાય છે. (Photo: Social Media)

Vivo Y28s 5G Price Cut: વીવો નો બજેટ સ્માર્ટફોન વધુ સસ્તો થયો છે. વીવો એ આ વર્ષે જુલાઈમાં Vivo Y28s 5G ની સાથે Vivo Y28e 5G લોન્ચ કર્યો હતો. હવે કંપનીએ Vivo Y28s 5G સ્માર્ટફોનની કિંમત ઘટાડી છે. આ વીવો સ્માર્ટફોનમાં મીડિયાટેક ડિમેન્સિટી 6300 ચિપસેટ, 8 જીબી સુધીની રેમ અને 50MP પ્રાઇમરી કેમેરા જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. હેન્ડસેટમાં 6.56 ઇંચની એચડી + ડિસ્પ્લે છે. આ વીવો બજેટ સ્માર્ટફોનની કિંમત અને ખાસિયતો જાણો

Advertisment

Vivo Y28s 5G Price In India : વીવો વાય28એસ 5જી સ્માર્ટફોન કિંમત

Vivo Y28s 5G સ્માર્ટફોનના 4 GB રેમ વેરિયન્ટની કિંમત 13499 રૂપિયા છે. તો 6 જીબી રેમ અને 8 જીબી રેમ વેરિઅન્ટ અનુક્રમે 14999 રૂપિયા અને 16499 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ વિવો સ્માર્ટફોન વિન્ટેજ રેડ અને ટ્વિકલિંગ પર્પલ કલરમાં ઉપલબ્ધ છે. આ હેન્ડસેટને ફ્લિપકાર્ટ અને વિવો ઇન્ડિયાના ઇ-સ્ટોર પરથી લઇ શકાય છે.

તમને જણાવી દઈએ કે લોન્ચિંગ સમયે આ વીવો સ્માર્ટફોનના 4 જીબી રેમ વેરિયન્ટની કિંમત 13999 રૂપિયા હતી. તો 6 જીબી રેમ વેરિયન્ચ સ્માર્ટફોન 15499 રૂપિયા અને 8 જીબી રેમ વેરિયન્ટ 16999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.

Vivo Y28s 5G Features : વીવો વાય28એસ 5જી ફીચર્સ

Vivo Y28s 5G સ્માર્ટફોનને પાવર આપવા 5000mAhની બેટરી છે જે યુએસબી ટાઇપ-સી પોર્ટ દ્વારા 15W ચાર્જિંગને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં 6.56 ઇંચની એચડી + (720 x 1,612 પિક્સલ) એલસીડી સ્ક્રીન છે. સ્ક્રીન 90હર્ટ્ઝ રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે.

Advertisment

વીવોના આ બજેટ સ્માર્ટફોન માં 8 જીબી સુધીની રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. આ ફોન એન્ડ્રોઇડ 14 બેઝ્ડ ફન્ટચ OS 14 સાથે આવે છે. આ હેન્ડસેટમાં મીડિયાટેક ડિમેન્સિટી 6300 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

ફોટોગ્રાફી માટે Vivo Y28s 5Gમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. આ હેન્ડસેટમાં 50 મેગાપિક્સલ પ્રાઇમરી અને 0.08 મેગાપિક્સલ સેકન્ડરી સેન્સર આપવામાં આવ્યા છે. સ્માર્ટફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો | સેમસંગ ગેલેક્સી એમ15 5G પ્રાઇમ સ્માર્ટફોન લોન્ચ, કિંમત ₹ 11000થી ઓછી, જાણો ફીચર્સ

કનેક્ટિવિટી માટે વીવો વાય28એસ 5જી સ્માર્ટફોનમાં બ્લૂટૂથ 5.4, જીપીએસ અને વાઇ-ફાઇ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. હેન્ડસેટમાં ફિંગરપ્રિન્ટ સેન્સર ઉપલબ્ધ છે. ફોનમાં ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્સ માટે IP64 રેટિંગ આપવામાં આવ્યું છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ