Vivo Y28s, Vivo Y28e launched : વીવોએ ભારતમાં પોતાની વાય સીરીઝના બે નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. વીવો Y28s અને Y28e કંપનીના બે નવા સસ્તા સ્માર્ટફોન છે. વીવો વાય28એસ અને વાય28ઇમાં મીડિયાટેક ડિમેન્સિટી 6100+ 5જી પ્રોસેસર અને 5000mAhની મોટી બેટરી આપવામાં આવી છે. તમને આ બંને વીવો સ્માર્ટફોનની કિંમત અને ફિચર્સ વિશે વિગતવાર જણાવીએ.
વીવો વાય 28 એસ અને વાય 28 ઇ કિંમત (Vivo Y28s, Vivo Y28e Price)
Vivo Y28sના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 13,999 રૂપિયા છે. જ્યારે 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 15,499 રૂપિયા અને 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 16,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જ્યારે વીવો વાય 28ઇના 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 10,999 રૂપિયા અને 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 11,999 રૂપિયા છે.
આ બંને ફોનનું વેચાણ આજથી (8 જુલાઈ) દેશભરમાં ફ્લિપકાર્ટ, વીવો ઇન્ડિયાના ઇ-સ્ટોર અને તમામ પાર્ટનર રિટેલ સ્ટોર્સ પર શરૂ થઇ ગયું છે. વાય 28 એસ વિંટેજ રેજ અને ટ્વિનકલિંગ પર્પલમાં ઉપલબ્ધ થશે જ્યારે વાય 28 ઇ વિંટેજ રેડ અને બ્રિઝ ગ્રીન રંગોમાં ઉપલબ્ધ હશે.
વીવો વાય 28 એસ અને વાય 28 ઇ ફીચર્સ (Vivo Y28s, Vivo Y28e Features)
વીવો વાય 28 એસ અને વાય 28 ઇ બંનેને બજેટ 5જી સેગમેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યા છે. Y28s અને Y28e સ્માર્ટફોનમાં 6.56 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 840 નિટ્સ સુધી પીક બ્રાઇટનેસ આપે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝ છે. વાય28એસમાં એચડી + એલસીડી ડિસ્પ્લે છે જ્યારે વાય28ઇમાં એચડી ડિસ્પ્લે છે. Y28Sમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો – AI ફીચર્સ સાથે Honor 200 5G Series આ દિવસે ભારતમાં લોન્ચ થશે, જાણો કેવા છે ફિચર્સ
ફોટોગ્રાફી માટે વીવો વાય 28એસમાં 50MP સોની આઇએમએક્સ 852 કેમેરો છે, જ્યારે વીવો વાય 28 ઇ માં 13 મેગાપિક્સલનો પ્રાઇમરી લેન્સ છે. Y28Sમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે જ્યારે Y28Eમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
વીવો વાય 28 એસ અને વાય28ઇ સ્માર્ટફોનમાં ડાઇમેંસિટી 6100 5જી પ્રોસેસર, 8 જીબી સુધીની રેમ અને 128 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ફોનમાં વર્ચ્યુઅલ રેમ દ્વારા રેમને 16 જીબી સુધી વધારી શકાય છે. આ બંને ફોન એન્ડ્રોઇડ 14 આધારિત ફનટચ ઓએસ 14 સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
વીવોના આ બંને ફોનને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે. ફોનમાં બોક્સમાં 15W ચાર્જર છે. વીવોના બંને લેટેસ્ટ ફોન આઇપી 64 રેટિંગ સાથે આવે છે.





