/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/vivo-y300-5g.jpg)
vivo Y300 5G Launched : Vivoએ ભારતમાં લેટેસ્ટ Y-સિરીઝ સ્માર્ટફોન લોન્ચ કર્યો
vivo Y300 5G Launched : Vivoએ ભારતમાં લેટેસ્ટ Y-સિરીઝ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. Vivo Y300 5G કંપનીનો નવો સ્માર્ટફોન છે. તેમાં 6.67 ઇંચની ફુલએચડી+ ડિસ્પ્લે, 32 એમપીનો ફ્રન્ટ કેમેરો અને સ્નેપડ્રેગન 4 જેન 2 પ્રોસેસર આપવામાં આવ્યું છે. વીવોનો આ નવો ફોન 16GB સુધીની રેમ સપોર્ટ કરે છે અને તેમાં 50MPનો પ્રાઇમરી રિયર કેમેરા આપવામાં આવ્યો છે. Vivo Y300 5G સ્માર્ટફોનમાં શું છે ખાસ? જાણો વીવોના નવા ફોનની કિંમત અને ફીચર્સ સાથે જોડાયેલી દરેક માહિતી.
વીવો વાય300 5જી કિંમત
Vivo Y300 5G સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ મોડલની કિંમત 21,999 રૂપિયા છે. જ્યારે 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 23,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ ફોન ફેન્ટમ પર્પલ, એમરલ્ડ ગ્રીન અને ટાઇટેનિયમ સિલ્વર કલરમાં આવે છે.
વીવો વાય 300 5જી સ્માર્ટફોન vivo.com પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ થશે. હેન્ડસેટનું વેચાણ 26 નવેમ્બરથી શરૂ થશે. લોન્ચ ઓફર હેઠળ, વીવોના આ ફોનને એચડીએફસી /આઈસીઆઈસીઆઈ ક્રેડિટ કાર્ડ દ્વારા 1000 રૂપિયાના ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પર લઈ શકાય છે. હેન્ડસેટનો લાભ 6 મહિના સુધીના નો-કોસ્ટ ઇએમઆઇ પર લઇ શકાય છે.
આ પણ વાંચો - 50MP કેમેરા, 5160mAh બેટરી, ઘણો સસ્તો સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ
વીવો વાય300 5જી ફિચર્સ
Vivo Y300 5Gમાં 6.67 ઇંચ (2400 ×1080 પિક્સલ) ફુલએચડી + ઇ4 એમોલેડ સ્ક્રીન આપવામાં આવી છે. ડિસ્પ્લેમાં 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ છે અને પીક બ્રાઇટનેસ 1800 નીટ્સ છે. ફોનમાં ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 4 જેન 2 4 એનએમ મોબાઇલ પ્લેટફોર્મ અને ગ્રાફિક્સ માટે એડ્રેનો 613 આપવામાં આવ્યું છે.
વીવોના આ સ્માર્ટફોનમાં 8 જીબી રેમ સાથે 128 જીબી સ્ટોરેજ અને 256 જીબી સ્ટોરેજનો વિકલ્પ આપવામાં આવ્યો છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1 ટીબી સુધી વધારી શકાય છે. ફોન હાઇબ્રિડ ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 આધારિત ફન્ટચ ઓએસ 14 સાથે આવે છે.
Vivo Y300 5Gમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો છે જેમાં અપર્ચર F/1.79 છે. ફોનમાં 2 મેગાપિક્સલનું પોટ્રેટ સેન્સર પણ આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં ડ્યુઅલ એલઇડી ફ્લેશ અને ઓરા લાઇટ પણ છે. ડિવાઇસમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે અપાર્ચર એફ/2.45 સાથે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો પણ આપવામાં આવ્યો છે.
વીવોના ફોનમાં સિક્યોરિટી માટે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ડિવાઇસ 163.17x 75.93 બાય 7.79 એમએમ માપે છે અને વજન 190 ગ્રામ છે. ફોનમાં ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્ટ (IP64)નું રેટિંગ આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં યુએસબી ટાઇપ-સી ઓડિયો અને સ્ટિરિયો સ્પીકર્સ પણ છે.
5000mAhની બેટરી
કનેક્ટિવિટી માટે વીવોના ફોનમાં 5જી, ડ્યુઅલ 4જી વીઓએલટીઇ, વાઇ-ફાઇ 802.11 એસી, બ્લૂટૂથ 5.0, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. Vivo Y300 5Gને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 80W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us