Vivo Y300 GT Launched: વીવોએ પોતાની વાય-સીરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન ચીનમાં લોન્ચ કર્યો છે. વીવો વાય 300ટીના નવા સ્માર્ટફોનમાં 6.78 ઇંચની મોટી એમોલેડ ડિસ્પ્લે, 512જીબી સ્ટોરેજ, 50MP રિયર કેમેરા આપવામાં આવ્યા છે. લેટેસ્ટ વીવો વાય 300 જીટી સ્માર્ટફોનમાં 7620mAhની મોટી બેટરી આપવામાં આવી છે. જાણો લેટેસ્ટ વીવો સ્માર્ટફોનમાં શું છે ખાસ? જાણો કિંમત અને ફિચર્સ સંબંધિત દરેક વિગતો.
Vivo Y300 GT કિંમત
વીવો વાય 300 જીટીને ડેઝર્ટ ગોલ્ડ અને બ્લેક કલર વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,899 યુઆન (લગભગ 22,500 રૂપિયા), 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2099 યુઆન (લગભગ 25,000 રૂપિયા) છે. જ્યારે 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ મોડલને 2399 યુઆન (લગભગ 28500 રૂપિયા)માં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. ડિવાઇસનું વેચાણ ચીનમાં શરૂ થશે.
Vivo Y300 GT ફિચર્સ
વીવો સ્માર્ટફોનમાં 6.78 ઇંચ (2800×1260 પિક્સલ) 1.5L AMOLED 20:9 ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 144 હર્ટ્ઝ છે. સ્ક્રીનનો ટચ સેમ્પલિંગ રેટ 360 હર્ટ્ઝ છે. સ્ક્રીન 5500 નીટ્સ સુધી પીક બ્રાઇટનેસ અને એચડીઆર10+ ડીસી ડિમિંગ સપોર્ટ કરે છે.
વીવો વાય300 જીટીમાં 3.25 ગીગાહર્ટ્ઝ ઓક્ટા-કોર ડિમેન્સિટી 8400 4એનએમ પ્રોસેસર આપવામાં આવ્યું છે. માલી-જી720 ગ્રાફિક્સ માટે આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં 8જીબી/12જીબી રેમ સાથે 256જીબી સ્ટોરેજ અને 512જીબી સ્ટોરેજનો ઓપ્શન આપવામાં આવ્યો છે. ફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે.
આ પણ વાંચો – સૌથી સ્લિમ સ્માર્ટફોન! આ દિવસે Galaxy S25 Edge થી પડદો ઉંચકાશે, જાણો શું છે ખાસિયતો
આ વીવો સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 બેસ્ડ ઓરિજિન ઓએસ 5 સાથે આવે છે. ડિવાઇસમાં એપર્ચર એફ/1.79, ઓઆઇએસ, એલઇડી ફ્લેશ સાથે 50MP નો પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે. આ ડિવાઇસમાં એપર્ચર એફ/ 2.4 સાથે 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. કેમેરા 4K વીડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં એપર્ચર એફ/2.45 સાથે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
વીવો વાય300 જીટીમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર, ઇન્ફ્રારેડ સેન્સર, યુએસબી ટાઇપ-સી ઓડિયો અને સ્ટિરિયો સ્પીકર્સ આપવામાં આવ્યા છે. આ ડિવાઇસનું ડાઇમેંશન 163.72×75.88×8.09 એમએમ છે અને તેનું વજન 212 ગ્રામ છે. હેન્ડસેટ ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્ટ (IP65) રેટિંગ સાથે આવે છે અને મિલિટરી-ગ્રેડ ડ્યુરેબિલીટીને સપોર્ટ કરે છે.
વીવોના આ સ્માર્ટફોનને પાવર આપવા માટે 7620mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 90W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. Y300GT પર કનેક્ટિવિટી વિકલ્પોમાં 5G, ડ્યુઅલ 4G VoLTE, વાઇ-ફાઇ 802.11BE, બ્લૂટૂથ 6.0, જીપીએસ, યુએસબી ટાઇપ-સી 2.0 અને એનએફસીનો સમાવેશ થાય છે.





