Vivo Y300 Pro : વીવો વાય 300 પ્રો માં છે 6500mAh બેટરી, જાણો કિંમત અને ફિચર્સ

Vivo Y300 Pro : વીવો વાય 300 પ્રો માં 6500mAhની બેટરી અને 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. જાણો વીવોના આ લેટેસ્ટ સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે

Written by Ashish Goyal
September 08, 2024 17:35 IST
Vivo Y300 Pro : વીવો વાય 300 પ્રો માં છે 6500mAh બેટરી, જાણો કિંમત અને ફિચર્સ
Vivo Y300 Pro : વીવો વાય 300 પ્રો એક મિડરેન્જ ફોન છે જે ચાર રંગો અને ચાર રેમ વિકલ્પો સાથે આવે છે.

Vivo Y300 Pro launched : વીવોએ ચીનમાં પોતાનો લેટેસ્ટ વાય-સીરીઝ સ્માર્ટફોન Vivo Y300 Pro લોન્ચ કર્યો છે. વીવો વાય 300 પ્રો એક મિડરેન્જ ફોન છે જે ચાર રંગો અને ચાર રેમ વિકલ્પો સાથે આવે છે. વીવો વાય 300 પ્રો સ્માર્ટફોનમાં 6.77 ઇંચની સ્ક્રીન છે જે 120હર્ટ્ઝ રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં 50 મેગાપિક્સલનો ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ, 6500mAhની બેટરી અને 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. જાણો વીવોના આ લેટેસ્ટ સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે.

Vivo Y300 Pro કિંમત

Vivo Y300 Proના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,799 યુઆન (લગભગ 21,000 રૂપિયા), 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,999 યુઆન (લગભગ 23,000 રૂપિયા) છે. જ્યારે 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2,199 યુઆન (લગભગ 26,000 રૂપિયા) છે. વીવો વાય 300 પ્રોના 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2,499 ચાઇનીઝ યુઆન (લગભગ 29,000 રૂપિયા) છે.

Vivo Y300 Pro ફિચર્સ

વીવોના લેટેસ્ટ ફોનમાં 6.77 ઇંચની ફુલએચડી + (1,080×2,392 પિક્સલ) એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 60 હર્ટ્ઝ, 90 હર્ટ્ઝ અને 120 હર્ટ્ઝની વચ્ચે છે. સ્ક્રીનની પીક બ્રાઇટનેસ 5000 નીટ્સ સુધી રહે છે. વીવોનો આ ફોન એન્ડ્રોઇડ 14 આધારિત ઓરિજિનઓએસ 4 સાથે આવે છે. ડિવાઇસ ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન ગ્રાફિક્સ માટે 4 એનએમ સ્નેપડ્રેગન 6 જેન 1 એસઓસી પ્રોસેસર અને એડ્રેનો 710 દ્વારા સંચાલિત છે. હેન્ડસેટમાં 12 જીબી સુધીની રેમ અને 512 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે.

6500mAhની બેટરી છે

વીવોના હેન્ડસેટની એક મોટી ખાસિયત 6500mAhની બેટરી છે જે 80W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. વીવો વાય 300 પ્રોમાં 50 મેગાપિક્સલના પ્રાઇમરી સેન્સર સાથે ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 2 મેગાપિક્સલનું સેકન્ડરી સેન્સર આપવામાં આવ્યું છે. આ ડિવાઇસમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે એપર્ચર એફ/2.0 સાથે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો – લીક રિપોર્ટ્સમાં આઇફોન 16 સીરીઝની જાણકારી સામે આવી

Vivo Y300 Proમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં કનેક્ટિવિટી માટે બ્લૂટૂથ 5.1, જીપીએસ, વાઇ-ફાઇ અને ગ્લોનાસ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. હેન્ડસેટમાં એક્સેલેરોમીટર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, ઇ-કંપાસ, ગાયરોસ્કોપ અને પ્રોક્સિમિટી સેન્સર છે.

Vivo Y300 Proમાં IP65 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ રેટિંગ આપવામાં આવ્યું છે. આ ડિવાઇસનું ડાઇમેંશન 63×76.4×7.69 મીમી છે અને તેનું વજન લગભગ 194 ગ્રામ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ