6500mAh બેટરી અને 50 MP સાથે વીવોનો ધાકડ સ્માર્ટફોન લોન્ચ, કિંમત અને ખાસિયત જાણો

Vivo Y300c Launch : વીવો વાય 300 સી સ્માર્ટફોન 12 રેમ સાથે 256 જીબી અને 512 જીબી સ્ટોરેજ વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ OriginOS 5 સાથે આવે છે.

Vivo Y300c Launch : વીવો વાય 300 સી સ્માર્ટફોન 12 રેમ સાથે 256 જીબી અને 512 જીબી સ્ટોરેજ વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ OriginOS 5 સાથે આવે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Vivo Y300c | Vivo Y300c price | Vivo phone | Vivo mobile | Vivo smartphone

Vivo Y300c: વીવો વાય 300 સી સ્માર્ટફોન 6500mAh બેટરી સાથે લોન્ચ થયો છે. (Photo: Social Media)

Vivo Y300c Launch : વીવોએ પોતાની Y સિરીઝનો લેટેસ્ટ વીવો વાય 300 સી સ્માર્ટફોન ચીનમાં લોન્ચ કર્યો છે. Vivo Y300C કંપનીનો નવો હેન્ડસેટ છે અને તેમાં મીડિયાટેક ડિમેન્સિટી 6300 ચિપસેટ, 12GB રેમ અને 6500mAh મોટી બેટરી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. Vivo Y300cમાં 50MP પ્રાઇમરી ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે, જેમાં 512GB સુધી સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યા છે. જાણો લેટેસ્ટ વીવો સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે.

Advertisment

Vivo Y300c Price : વીવો વાય 300 સી કિંમત

Vivo Y300C સ્માર્ટફોનના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,399 યુઆન (લગભગ 16,000 રૂપિયા) છે. તો 1,599 યુઆન (લગભગ 19,000 રૂપિયા) માં 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. આ ડિવાઇસ ગ્રીન પાઇન, સ્નો વ્હાઇટ અને સ્ટાર ડાયમંડ બ્લેક કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. આ ફોનને ચીનમાં વિવોની વેબસાઈટ પરથી ખરીદી શકાય છે.

Vivo Y300c Specifications : વીવો વાય 300 સી સ્પેસિફિકેશન

Vivo Y300Cની સૌથી મહત્વની ખાસિયત 6500mAhની મોટી બેટરી છે જે 44W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં એપર્ચર એફ/ 1.8 સાથે 50 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર અને એપર્ચર એફ / 2.4 સાથે 2 મેગાપિક્સલનું મેક્રો સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

લેટેસ્ટ વીવો સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ OriginOS 5 સાથે આવે છે. આ ડિવાઇસમાં 6.77 ઇંચની ફુલએચડી+ (1,080×2,392 પિક્સલ) OLED ડિસ્પ્લે આવે છે. સ્ક્રીન-ટુ-બોડી રેશિયો 94.21 ટકા છે અને પિક્સેલ ડેન્સિટી 387ppi છે. ડિસ્પ્લે 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ અને 800 નિટ્સ પીક બ્રાઇટનેસ પ્રદાન કરે છે. ડિસ્પ્લે 130 હર્ટ્ઝ સુધીનો ટચ સેમ્પલિંગ રેટ પ્રદાન કરે છે.

Advertisment

વીવો વાય 300સીમાં મીડિયાટેક ડિમેન્સિટી 6300 એસઓસી, 12 જીબી સુધીની રેમ અને 512 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. આ ડિવાઇસનું માપ 163.57×76.18×7.79mm અને વજન 199.9 ગ્રામ છે.

આ પણ વાંચો | OnePlus 13s ભારતમાં લોન્ચ, કિંમત થી લઇ ફીચર્સ સહિત તમામ વિગત અહીં વાંચો

કનેક્ટિવિટી માટે Vivo Y300Cમાં બ્લૂટૂથ 5.4, જીપીએસ, વાઇ-ફાઇ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. સ્માર્ટફોનમાં ઇ-કમ્પાસ, ગાયરોસ્કોપ, ગ્રેવિટી સેન્સર, લાઇટ સેન્સર અને પ્રોક્સિમિટી સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ