Vivo Y500 5G Launch: 8200mAh બેટરી સાથે વીવો વાય 500 સ્માર્ટફોન લોન્ચ, 50MP ડ્યુઅલ રિયર કેમેરા, જાણો કિંમત ફીચર્સ

Vivo Y500 5G ચીનમાં લોન્ચ થયો : વીવો વાય 500 સ્માર્ટફોન 8200mAhની જમ્બો બેટરી, 50 મેગાપિક્સલ ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જાણો કિંમત અને ફિચર્સ

Written by Ajay Saroya
September 02, 2025 13:28 IST
Vivo Y500 5G Launch: 8200mAh બેટરી સાથે વીવો વાય 500 સ્માર્ટફોન લોન્ચ, 50MP ડ્યુઅલ રિયર કેમેરા, જાણો કિંમત ફીચર્સ
Vivo Y500 5G China Launch : વીવો વાય 500 ફોન IP68 + IP69 + IP69+ રેટિંગ ધરાવે છે. (Photo: Social Media)

Vivo Y500 5G Price in China: વીવો વાય 500 સ્માર્ટફોન 8200mAhની જમ્બો બેટરી સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. વીવોએ ચીનમાં પોતાનો લેટેસ્ટ Vivo Y500 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, જેમા 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે એમોલેડ સ્ક્રીન છે. લેટેસ્ટ વીવો વાય 500 સ્માર્ટફોનમાં મીડિયાટેક ડિમેન્સિટી 7300 એસઓસી, 12 જીબી સુધીની રેમ અને 512 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. ચાલો જાણીયે Vivo Y500 સ્માર્ટફોનની કિંમત અને ફિચર્સ વિશે.

Vivo Y500 Price : વીવો વાય 500 કિંમત

વીવો વાય 500 સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,399 યુઆન (લગભગ 17,000 રૂપિયા) છે. તો 1,599 યુઆન (લગભગ 19,700 રૂપિયા) માં 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ ખરીદી શકાય છે. જ્યારે 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ મોડલને 1799 યુઆન (લગભગ 22,000 રૂપિયા) અને 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ માટે 1,999 યુઆન (લગભગ 24,700 રૂપિયા) માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

વીવો વાય 500 સ્માર્ટફોનને બ્લેક, ગ્લેશિયર સેન્ડ અને ડ્રેગન ક્રિસ્ટલ પર્પલ કલરમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ હેન્ડસેટ પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે અને તેનું વેચાણ 5 સપ્ટેમ્બરથી શરૂ થશે.

Vivo Y500 Features : વીવો વાય 500 ફીચર્સ

વીવો વાય 500 સ્માર્ટફોનમાં 6.77 ઇંચની ફુલ-એચડી+ (2,392 x 1,080 પિક્સલ) 120હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે એમોલેડ સ્ક્રીન, 19.9:9 આસ્પેક્ટ રેશિયો અને 94.21 ટકા સ્ક્રીન-ટુ-બોડી રેશિયો આપવામાં આવ્યો છે. ડિસ્પ્લે HDR ને સપોર્ટ કરે છે.

વીવો વાય 500 સ્માર્ટફોન ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે. હેન્ડસેટ એન્ડ્રોઇડ ૧૫ બેઝ્ડ Origin OS 15 સાથે આવે છે. ફોનમાં 4nm MediaTek Dimensity 7300 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં 12 જીબી સુધીની રેમ અને 512 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. હેન્ડસેટમાં Mali-G615 GPU છે.

કેમેરાની વાત કરીએ તો આ હેન્ડસેટમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે જે એપર્ચર એફ/ 1.8 સાથે આવે છે. ડિવાઇસમાં એપર્ચર એફ / 2.4 સાથે 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર પણ આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોન IP68+IP69+IP69+ રેટિંગ્સ સાથે આવે છે.

Vivo Y500 પર કનેક્ટિવિટી ઓપ્શનમાં 5G, 4G, Wi-Fi, બ્લૂટૂથ 5.4, યુએસબી ટાઇપ-સી, જીપીએસ અને એનએફસી સામેલ છે. હેન્ડસેટને પાવર આપવા માટે 8200mAhની બેટરી આપવામાં આવી છે. આ ડિવાઇસનું માપ 63.10 x 75.90 x 8.23mm અને વજન 213 ગ્રામ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ