Vivo Y50m 5G, Y50 5G Launch : વીવોએ પોતાની વાય સિરીઝના લેટેસ્ટ સ્માર્ટફોન ચીનમાં લોન્ચ કર્યા છે. Vivo Y50m 5G અને Vivo Y50 5G કંપનીના લેટેસ્ટ હેન્ડસેટ છે અને તેને સમાન ડિઝાઇન અને ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. બંને ફોન વચ્ચે માત્ર RAMનો તફાવત છે. વીવો વાય 50 એમના બેઝ વેરિઅન્ટમાં 6 જીબી રેમ છે જ્યારે વિવો વાય 50 5જી સ્માર્ટફોનમાં 4 જીબી રેમ આપવામાં આવી છે.
Vivo Y50m 5G, Vivo Y50 5G Price : કિંમત
વીવો Y50M 5જી સ્માર્ટફોનના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,499 યુઆન (લગભગ 18,000 રૂપિયા) છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ અને 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત અનુક્રમે 1,999 યુઆન (લગભગ 23,000 રૂપિયા) અને 2,299 યુઆન (લગભગ 26,000 રૂપિયા) છે.
તો વીવો વાય 50 5જી સ્માર્ટફોનના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,199 યુઆન (લગભગ 13,000 રૂપિયા) થી શરૂ થાય છે.
લેટેસ્ટ વીવો સ્માર્ટફોનને એઝ્યુર, ડાયમંડ બ્લેક અને પ્લેટિનમ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ વીવો મોબાઇલ ફોનનું વેચાણ વીવો ચીનના રિટેલ સ્ટોર પર શરૂ થઈ ગયું છે.
Vivo Y50m 5G, Vivo Y50 5G Specifications : સ્પેસિફિકેશન્સ
વીવોના લેટેસ્ટ બંને સ્માર્ટફોનમાં 6.74 ઇંચ (720×1,600 પિક્સલ) ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 90.4 ટકા સ્ક્રીન-ટુ-બોડી રેશિયો આપે છે. સ્ક્રીન 10 નીટ્સ પીક બ્રાઇટનેસ અને 90 હર્ટ્ઝ રિફ્રેશ રેટ પ્રદાન કરે છે. બંને હેન્ડસેટમાં ઓક્ટા-કોર 6nm મીડિયાટેક ડિમેન્સિટી 6300 ચિપસેટ આવે છે. આ ડિવાઇસમાં 12જીબી રેમ અને 256જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે.
Vivo Y50m 5G અને Vivo Y50 5G સ્માર્ટફોનને પાવર આપવા માટે 6000mAhની મોટી બેટરી આપવામાં આવી છે જે 44W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. હેન્ડસેટ એક જ ચાર્જમાં 52 કલાક સુધીનો ટોક ટાઇમ મેળવવાનું વચન આપે છે. વીવો સ્માર્ટફોનમાં SGS ફાઇવ સ્ટાર ડ્રોપ એન્ડ ફોલ સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે.
ફોટોગ્રાફી માટે વીવો વાય 50એમ 5જી અને વિવો વાય50 5જીમાં એપર્ચર એફ/ 2.2 સાથે 13 મેગાપિક્સલનો સિંગલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ડિવાઇસમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં સાઇડમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં ફેસ અનલોક ફીચર અને IP64 રેટિંગ આપવામાં આવ્યું છે.
Vivo Y50M અને Vivo Y50 5G પર કનેક્ટિવિટી ઓપ્શનમાં બ્લૂટૂથ 5.4, જીપીએસ, 3.5 એમએમ ઓડિયો જેક, વાઇ-ફાઇ, યુએસબી ટાઇપ-સી પોર્ટ સામેલ છે. બોર્ડ પરના સેન્સર્સમાં એક્સેલેરોમીટર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, ઇ-હોકાયંત્ર, ઇન્ફ્રારેડ રિમોટ કન્ટ્રોલ અને પ્રોક્સિમિટી સેન્સરનો સમાવેશ થાય છે. આ બંને ડિવાઇસનું માપ 167.30×76.95×8.19 મીમી છે અને તેનું વજન આશરે 204 ગ્રામ છે.