Vodafone Idea Share Price jumps : ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાના શેરમાં 10 ટકાનો ઉછાળો આવ્યો છે. આ સાથે જ કંપનીનો શેર ભાવ વર્ષની ઉંચી સપાટીએ પહોંચ્યા છે. છેલ્લા ઘણા દિવસથી VI શેર ભાવ સતત વધી રહ્યો છે. અઢી મહિનામાં વોડાફોન આઈડિયાના શેરમાં 40 ટકાની તેજી આવી છે. ચાલો જાણીયે કેમ વધી રહ્યા છે વોડાફોન આઈડિયાના શેર ભાવ
વોડાફોન આઈડિયા શેર 10 ટકા ઉછળી વર્ષન ટોચ પર
વોડાફોન આઈડિયાનો શેર ભાવ આજે ઇન્ટ્રા ડે 10 ટકા ઉછળી 10.57 રૂપિયા બોલાયો છે, જે વર્ષનો સૌથી ઉંચો ભાવ છે. કંપનીનો શેર 9.62 રૂપિયાના પાછલા બંધ ભાવ સામે આજે 9.63 રૂપિયા ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં જ શેર 10 ટકા ઉછળી 10.57 રૂપિયાની વર્ષની ટોચે પહોંચ્યો હતો. વોડાફોન આઈડિયા શેરમાં તેજીથી શેરધારકો ખુશ થયા છે.
VI શેર બે મહિનામાં 40 ટકા ઉછળ્યો
વોડાફોન આઈડિયા શેર છેલ્લા 2 મહિનામાં 40 ટકાથી વધુ ઉછળ્યો છે. 14 ઓગસ્ટ, 2025ના રોજ કંપનીના શેરનો ભાવ 6.12 રૂપિયા હતો, જે 27 ઓક્ટોબર, 2025ના રોજ 10.57 રૂપિયા સુધી વધી ગયો છે. આમ છેલ્લા બે મહિનામાં વોડાફોન આઈડિયા કંપનીના શેરમાં રોકાણકારોને 40 ટકા આસપાસ રિટર્ન મળ્યું છે.
Vodafone Idea AGR Case : વોડાફોન આઈડિયા એજીઆર કેસ
વોડાફોને 2016-17 ના સમયગાળા માટે એજીઆર (Adjusted Gross Revenue) બાકી રકમ અંગે કરવામાં આવેલી વધારાની ચુકવણીની માંગને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. સુનાવણી દરમિયાન, વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ અરજદાર વતી કહ્યું હતું કે કંપનીએ આ વધારાની રકમને પડકારી છે.
સોલિસિટર જનરલે કોર્ટને જણાવ્યું હતું કે, અગાઉ કોર્ટે કહ્યું હતું કે જોવામાં આવશે કે આ કેસમાં કંઇક કરી શકાય છે કે નહીં. એસજીએ કહ્યું, “હવે એક પરિસ્થિતિ એ છે કે સરકારે કંપનીમાં 49% સુધી ઇક્વિટીનું રોકાણ કર્યું છે. આ તેમાં સરકારની ભાગીદારી અને ગ્રાહકોના હિતમાં પણ વધારો કરે છે. આ જ કારણ છે કે સરકારે આ મામલામાં હસ્તક્ષેપ કર્યો છે. ”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “કેસ આ બે તબક્કા દરમિયાન, નવા સંજોગો ઉભા થયા છે. કંપનીને કેટલીક ચિંતાઓ છે જેમ કે ડુપ્લિકેટ બિલિંગ વગેરે. જેના પર હું અત્યારે વિગતમાં જઈ રહ્યો નથી. આ બધાને ધ્યાનમાં રાખીને, અમે કોર્ટની પરવાનગી સાથે એક પ્રસ્તાવ મૂકવા જઈ રહ્યા છીએ. ”
તેના પર કોર્ટે કહ્યું કે, આમાં તમારી ચિંતાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જેના જવાબમાં રોહતગીએ જવાબ આપ્યો કે, જો એવું છે તો ઠીક છે. ”
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વધારાના એજીઆર એરિયર્સને પડકારતી અરજી દાખલ કરવામાં આવી છે અને એસજીએ સરકાર પાસેથી નિર્દેશો મેળવવા માટે સમય માંગ્યો હતો.
ત્યારબાદ એસજીએ કોર્ટને જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા અરજદાર કંપનીમાં 49 ટકા ઇક્વિટી હિસ્સો હસ્તગત કરવામાં આવ્યો છે અને લગભગ 24 કરોડ ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકાર આ મુદ્દે પુનર્વિચાર કરવા અને યોગ્ય નિર્ણયો લેવા માટે તૈયાર છે. ”





