IPO SBFC Finance; એસબીએફસી ફાઇનાન્સ આઇપીઓ ભરવાની આજે આખરી તક, જાણો વિગત

IPO SBFC Finance; એસબીએફસી ફાઇનાન્સ લિમિટેડ નોન બેકિંગ કંપનીમાં રોકાણ કરવાની તક, આઈપીઓ ભરવાની આજે આખરી તારીખ છે.

August 07, 2023 12:11 IST
IPO SBFC Finance; એસબીએફસી ફાઇનાન્સ આઇપીઓ ભરવાની આજે આખરી તક, જાણો વિગત
IPO News updates: આઈપીઓ લેટેસ્ટ ન્યૂઝ ગુજરાતી

IPO SBFC Finance; એસબીએફસી ફાઇનાન્સ લિમિટેડ નોન બેકિંગ કંપનીમાં રોકાણ કરવા આઇપીઓ ભરવાની આજે અંતિમ તારીખ છે. 3 ઓગસ્ટથી આઇપીઓ પબ્લિક માટે ખુલ્લો હતો જે આજે આખરી તારીખ છે. 14 ઓગસ્ટે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર કંપનીના શેરનું લિસ્ટીંગ થશે.

SBFC Finance કંપની એ ફાઇનાન્સ સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટેટ નોન ડિપોઝીટ ટેકિંગ નોન બેકિંગ ફાઇનાન્સ કંપની છે. ઉદ્યોગ સાહસિકો, લઘુ ઉદ્યોગકાર, નોકરિયાત સહિતના લોકો આ કંપનીના ગ્રાહકક્ષેણીમાં સમાવિષ્ટ છે. એમએસએમઇ લોન અને સોના સામે ધિરાણ આપતી ફાઇનાન્સ કંપની છે. આ કંપની દ્વારા જાહેર કરાયેલ આઇપીઓ ભરવાની આખરી તારીખ 7 ઓગસ્ટ છે. 10 ઓગસ્ટે શેર એલોટમેન્ટ થશે. 11 ઓગસ્ટે રિફંડ અને 14 ઓગસ્ટે ડિમેટ એકાઉન્ટમાં શેર ક્રેડિટ અને 16 ઓગસ્ટે શેર માર્કેટમાં લિસ્ટિંગ થશે.

એસબીએફસી ફાઇનાન્સ દ્વારા રિટેલ રોકાણકાર માટે 260 શેરનો એક લોટ નિયત કરાયો છે. કંપની દ્વારા એક શેરની બેઝ પ્રાઇઝ 57 રૂપિયા રાખી છે એટલે આઇપીએ ભરવા માટે રોકાણકારે એક લોટ માટે 14820 રૂપિયા રોકવા પડશે. નોન બેકિંગ ફાઇનાન્સ કંપની દ્વારા વધુમાં વધુ 13 લોટમાં રોકાણ કરવાની છૂટ આપી છે.

એસસીએફસી ફાઇનાન્સ કંપની દ્વારા આ આઇપીઓ દ્વારા 600 કરોડ રૂપિયાના ફ્રેશ ઇક્વિટી શેર જાહેર કર્યા છે અને 425 કરોડ રૂપિયાના શેર કંપનીના પ્રમોટર ઓફર ફેર સેલ મારફતે વેચાણ કરશે. કંપનીની ઇશ્યૂના 50 ટકા ભાગ ક્વોલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ ઇનવેસ્ટર્સ માટે રિઝર્વ રાખવામાં આવશે જ્યરે 35ટકા હિસ્સો રિટેલ રોકાણકારો અને બાકીના 15 ટકા હિસ્સો નોન ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે રિઝર્વ રખાશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ