Western Railway Water vending machines earning: રેલવે વિભાગ મુસાફરોને સુવિધા આપવાની સાથે સાથે વિવિધ રીતે તેની કમાણી વધારવાનો પ્રયાસ કરી રહી છે. તેની માટે રેલવે વિભાગ માત્ર સ્ટેશનો પર વોટર વેન્ડિંગ મશીનો ઇન્સ્ટોલ કરવાના કોન્ટ્રાક્ટથી જ કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે. પશ્ચિમ રેલવે વિભાગે 25 સ્ટોશનો પર વોટર વેન્ડિંગ મશીન સ્થાપિત કરીને પાંચ વર્ષમાં કરોડો રૂપિયાની આવક મેળવી છે.
ક્યા-ક્યા વોટર વેન્ડિંગ મશીનો ઇન્સ્ટોલ કર્યા
પશ્ચિમ રેલ્વે (WR) એ તાજેતરમાં 25 સ્ટેશનો પર વોટર વેન્ડિંગ મશીનો (WVMs) ના સ્થાપન અને સંચાલન માટે હરાજી દ્વારા ખાનગી કોન્ટ્રાક્ટરની નિમણુંક કરે છે. આ સ્ટેશનોમાં દહિસર, મીરા રોડ, ભાઈંદર, નાયગાંવ, વસઈ, નાલાસોપારા, વિરાર, બોઈસર, વૈતરણા વગેરેનો સમાવેશ થાય છે.
પશ્ચિમ રેલવેના અધિકારીના જણાવ્યા અનુસાર, ક્લસ્ટરમાં આપવામાં આવેલ વોટર વેન્ડિંગ મશીનના ઇન્સ્ટોલેશન અને સંચાલન કરવા માટેનો આ પહેલો કોન્ટ્રાક્ટ છે. મેસર્સ વૃંદાવન કેટરિંગ કંપની દ્વારા પાંચ વર્ષના સમયગાળા માટે 25 સ્ટેશનો પર 53 વોટર વેન્ડિંગ મશીન સ્થાપિત અને સંચાલિત કરવામાં આવશે. આ સાથે રેલ્વે સ્ટેશનો પર મુસાફરોને સસ્તા દરે આરોગ્યપ્રદ, વિતરણ કરાયેલ પીવાના પાણીની જોગવાઈની લાંબા સમયથી પડતર માંગ શક્ય બનશે,” અધિકારીએ જણાવ્યું હતું.
ક્યા ભાવે પાણી વેચાય છે?
વોટર વેન્ડિંગ મશીન મુસાફરોને તેમની બોટલમાં 5 રૂપિયાના દરે પ્રતિ લિટર પાણી વેચે છે. તો બોટલ સાથે 8 રૂપિયા પ્રતિ લીટરના ભાવે પીવાનું પાણી વેચવામાં આવે છે.
વોટર વેન્ડિંગ મશીનના કોન્ટ્રાક્ટથી રેલવને 5 વર્ષમાં 1.62 કરોડની આવક
કોન્ટ્રાક્ટરની હરાજી પ્રક્રિયા દ્વારા નિમણુંક કરવામાં આવી હોવાથી પશ્ચિમ રેલવે વિભાગ પાંચ વર્ષ માટે કુલ રૂ. 1.62 કરોડની આવક મેળવશે. આમ દર વર્ષે 32.56 લાખ રૂપિયાની આવક થશે. કોન્ટ્રાક્ટરે આપેલા સ્ટેશનો પર બે મહિનાની અંદર મશીનો ઇન્સ્ટોલ કરવા જરૂરી છે.





