Advertisment
FE Budget 2026
Co-presented by
KIA
Associate Sponsor
SBI
સબ્સ્ક્રાઈબ કરો
  • હોમ
  • ગુજરાત
  • વેબસ્ટોરીઝ
  • મનોરંજન
  • કરિયર
  • સ્પોર્ટ્સ
  • ધર્મ અને જ્યોતિષ
  • ન્યૂઝ
  • વેપાર
  • ફોટો
  • લાઇફ સ્ટાઇલ
  • ટોપ ન્યૂઝ
ad_close_btn
  • ગુજરાત
  • નેશનલ ન્યૂઝ
  • મનોરંજન
  • વિશ્વ
  • સ્પોર્ટ્સ
  • લાઇફ સ્ટાઇલ
  • Photos
  • કરિયર
  • ધર્મ અને જ્યોતિષ
  • વેપાર

Powered by :

તમે સફળતાપૂર્વક ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કર્યું છે.
વેપાર

WhatsApp Account Ban : WhatsAppએ સપ્ટેમ્બરમાં 71 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો, આ છે કારણો

WhatsApp Account Ban : ઈન્ડિયા મંથલી રિપોર્ટમાં વોટ્સએપે દેશમાં 71.1 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવાની માહિતી આપી છે.

Written byshivani chauhan

WhatsApp Account Ban : ઈન્ડિયા મંથલી રિપોર્ટમાં વોટ્સએપે દેશમાં 71.1 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવાની માહિતી આપી છે.

author-image
shivani chauhan
03 Nov 2023 15:21 IST
પર અપડેટ કર્યું 03 Nov 2023 15:21 IST

Follow Us

New Update
WhatsApp | WhatsApp Account whatsapp account ban

વોટ્સએપે સપ્ટેમ્બર 2023માં 71 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે.

WhatsApp Account Ban : મેટા-માલિકી ધરાવતા WhatsAppએ સપ્ટેમ્બર 2023માં ભારતમાં 71.7 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો. ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ દ્વારા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) નિયમોનું પાલન ન કરવાને કારણે આ WhatsApp એકાઉન્ટ્સને બંધ કરવામાં આવ્યા છે. વિશ્વની સૌથી લોકપ્રિય ચેટ એપ તેના લેટેસ્ટ ઈન્ડિયા મંથલી રિપોર્ટમાં આ માહિતી આપી છે.

Advertisment

રિપોર્ટ અનુસાર, પ્રતિબંધિત કુલ 71.7 લાખ એકાઉન્ટ્સમાંથી 25.7 લાખ એકાઉન્ટને યુઝર્સ રિપોર્ટ કરે તે પહેલા જ એપ પર પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા હતા. ભારતીય એકાઉન્ટને દેશના કોડ '+91'થી ઓળખવામાં આવે છે.

WhatsApp યુઝર સેફ્ટી રિપોર્ટમાં તમામ વિગતો

રિપોર્ટ અનુસાર, '71,11,000 WhatsApp એકાઉન્ટ 1 સપ્ટેમ્બરથી 30, 2023 વચ્ચે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.' 'યુઝર સેફ્ટી રિપોર્ટ'માં યુઝર્સની ફરિયાદો અને WhatsApp દ્વારા લેવામાં આવેલા પગલાંની વિગતો તેમજ પ્લેટફોર્મ પરના દુરુપયોગને દૂર કરવા માટે WhatsApp દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Tata Curvv SUV : ટેસ્ટિંગ દરમિયાન ટાટા કર્વ ફરીથી જોવા મળી, ડિઝાઇનથી એન્જિન સુધીના તમામ ફીચર્સ જાણો

Advertisment

રિપોર્ટ અનુસાર, 1 થી 30 સપ્ટેમ્બરની વચ્ચે, પ્લેટફોર્મને ફરિયાદ અપીલ સમિતિ તરફથી છ ઓર્ડર મળ્યા હતા અને તમામનું પાલન કરવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે આ પહેલા ઓગસ્ટ 2023માં વોટ્સએપે 74 લાખ એકાઉન્ટને પ્રતિબંધિત કરી દીધા હતા. અને તેમાંથી 35 લાખ એકાઉન્ટ્સ કોઈપણ યુઝર્સની જાણ કર્યા વિના સક્રિયપણે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.

વોટ્સએપના તાજેતરના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તેને એકાઉન્ટ સપોર્ટ (1,031), પ્રતિબંધ અપીલ (7,396), અન્ય સપોર્ટ (1,518), પ્રોડક્ટ સપોર્ટ (370) અને સલામતી સંબંધિત કુલ 10,442 યુઝર રિપોર્ટ્સ મળ્યા છે. આ સમયગાળા દરમિયાન રિપોર્ટના આધારે 85 ખાતાઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Flipkart Big Diwali Sale In Gujarati : iPhone 14 પર બમ્પર ડિસ્કાઉન્ટ, 50000 રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદવાની તક, જાણો શું છે ઑફર

વોટ્સએપ અનુસાર, 'એકાઉન્ટ્સ એક્શન્ડ' તે રિપોર્ટ્સ દર્શાવે છે જ્યાં તેણે આ રિપોર્ટના આધારે જરૂરી કાર્યવાહી કરી હતી. પગલાં લેવાનો અર્થ છે કાં તો એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવો અથવા ફરિયાદના પરિણામે અગાઉ પ્રતિબંધિત એકાઉન્ટને પુનઃસ્થાપિત કરવું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વોટ્સએપ પર મળેલી તમામ ફરિયાદોનો જવાબ આપવામાં આવે છે. એવા કિસ્સાઓ સિવાય કે જ્યાં ફરિયાદ પહેલેથી જ કરવામાં આવી હોય અને પુનરાવર્તિત થઈ હોય.

સ્માર્ટફોન બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ ટેકનોલોજી બિઝનેસ 5G
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો
logo

સંબંધિત લેખો
આગળનો લેખ વાંચો
નવીનતમ વાર્તાઓ
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો

Powered by


Subscribe to our Newsletter!




Powered by
એક ભાષા પસંદ કરો
Gujarati

આ લેખ શેર કરો

જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો
તેઓ પછીથી તમારો આભાર માનશે

Facebook
Twitter
Whatsapp

Copied!