WhatsApp AI Assistant: વોટ્સએપ તમારા દરેક સવાલનો જવાબ આપશે, વોટ્સએપનું એઆઈ આસિસ્ટન્ટ ચેટબોટ ફિચર્સ લોન્ચ

WhatsApp AI Assistant Chatbot Button Features: વોટ્સએપ એઆઈ ચેટબોટ બટનથી સાથે યુઝર્સ તેના ફરવા જવાના પ્લાનિંગથી લઇને તેમને પ્રશ્નો પૂછવા સુધીના મહત્વપૂર્ણ કાર્યો કરી શકે છે

Written by Ajay Saroya
November 20, 2023 21:26 IST
WhatsApp AI Assistant: વોટ્સએપ તમારા દરેક સવાલનો જવાબ આપશે, વોટ્સએપનું એઆઈ આસિસ્ટન્ટ ચેટબોટ ફિચર્સ લોન્ચ
વોટ્સએપ એ સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ છે. (Photo - Freepik)

WhatsApp AI Assistant Chatbot Button Features: ટેક કંપની મેટા ધીમે ધીમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી તેની પ્રોડક્ટ્સમાં નવી એઆઈ સંચાલિત ફિચરોને એકીકૃત કરી રહી છે. હવે કંપનીએ તેની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppમાં એક નવું જનરેટિવ AI આસિસ્ટન્ટ રજૂ કર્યું છે.

વોટ્સએપ એઆઈ આસિસ્ટન્ટ ચેટબોટ બટન ફિચર્સ લોન્ચ (WhatsApp AI Assistant Chatbot Button Features)

તમને જણાવી દઈએ કે આ વર્ષે Meta Connect 2023માં ટેક જાયન્ટ્સે જાહેરાત કરી હતી કે AI ચેટબોટ ટૂંક સમયમાં જ WhatsAppમાં જોડવામાં આવશે. અગાઉ, આ AI આસિસ્ટન્ટ અમેરિકામાં રહેતા કેટલાક યૂઝર્સ માટે ઉપલબ્ધ હતું. WABetaInfoના એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે લેટેસ્ટ એન્ડ્રોઇડ વોટ્સએપ બીટા એપમાં એક નવું શોર્ટકટ બટન આવ્યું છે. જેની મદદથી યુઝર્સ કંપનીના AI સંચાલિત ચેટબોટને સરળતાથી એક્સેસ કરી શકે છે અને તેમણે કન્વર્ઝેશન લિસ્ટમાંથી તેને નેવિગેટ કરવાની જરૂર નહીં પડે.

WhatsApp | WhatsApp Chatbot WhatsApp AI Chatbot button
વોટ્સએપ એઆઈ ચેટબોટ બટન સાથે, વપરાશકર્તાઓ ઘણા કાર્યો સરળતાથી પૂર્ણ કરી શકે છે. (ફોટો- સોશિયલ મીડિયા)

નવું AI ચેટબોટ બટન WhatsAppના ચેટ્સ વિભાગમાં મૂકવામાં આવ્યું છે. અને યુઝર્સ તેને ‘ન્યૂ ચેટ’ બટનની ઉપર જોઈ શકે છે. જો કે, હમણાં માટે એવું લાગે છે કે નવું AI ચેટબોટ બટન ફક્ત મર્યાદિત વપરાશકર્તાઓ માટે જ ઉપલબ્ધ છે. અને તમામ સામાન્ય WhatsApp વપરાશકર્તાઓ માટે આ WhatsApp ચેટબોટના રોલ આઉટ સંબંધિત કોઈ માહિતી નથી.

મેટાના નવા AI ચેટબોટ્સથી શું કરી શકાશે? (Meta AI Chatbot Features)

સપ્ટેમ્બર 2023 માં, Meta એ ChatGPT જેવા તેના નવા AI ચેટબોટથી પડદો ઉઠાવ્યો હતો. આ ચેટબોટ યુઝર્સને દરેક કાર્યમાં મદદ કરી શકે છે, ટ્રિપ પ્લાન કરવાથી લઈને મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપવા સુધી. કંપનીએ આ ચેટબોટ માટે માઇક્રોસોફ્ટની Bing Chat સાથે ભાગીદારીની જાહેરાત કરી હતી. તેની મદદથી આ ચેટબોટ રીઅલ-ટાઇમ વેબ રિઝલ્ટ પ્રદાન કરે છે.

આ પણ વાંચો | સેમ ઓલ્ટમેન OpenAI ના સીઈઓ તરીકે પાછા ફરશે નહીં, આ હશે વચવાગાળાના સીઈઓ

Text To Image જનરેટર્સ જેવી MidJourney અને Bing Image Creatorની જેમ જ WhatsAppનું નવું AI આસિસ્ટન્ટથી પણ રિયલ જેવી દેખાતી ઈમેજને સ્કેચથી યૂઝર બનાવી શકે છે. તેની માટે યુઝર્સ ફ્રીમાં ‘/imagin’ કમાન્ડો ઉપયોગ કરી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ