whatsapp channels : વોટ્સઅપ ચેનલ, બોલિવુડ સ્ટાર્સ, ભારત ક્રિકેટ ટીમ સહિતની હસ્તીઓને કરો ફોલો, આ રીતે નવા ફીચરનો કરો ઉપયોગ

whatsapp channels update : વોટ્સઅપ ચેનલ ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. ચેનલના ફોલોઅર્સ તરીકે, યુઝર્સનો ફોન નંબર અને પ્રોફાઇલ ફોટો એડમિન અથવા અન્ય ફોલોઅર્સને દેખાશે નહીં. તેનો કેવી રીતે ઉપયોગ કરી શકશો તે જોઈએ.

Written by Kiran Mehta
September 14, 2023 18:57 IST
whatsapp channels : વોટ્સઅપ ચેનલ, બોલિવુડ સ્ટાર્સ,  ભારત ક્રિકેટ ટીમ સહિતની હસ્તીઓને કરો ફોલો, આ રીતે નવા ફીચરનો કરો ઉપયોગ
વોટ્સઅપ ચેનલ અપડેટ

whatsapp channels update : મેટા ચીફ માર્ક ઝકરબર્ગે WhatsApp ચેનલ્સ ફીચરની જાહેરાત કરી છે. આ ફીચર ભારત સહિત 150 થી વધુ દેશોમાં રોલઆઉટ કરવામાં આવ્યું છે. લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશનમાં જોવા મળેલી નવી ચેનલ્સ સુવિધા એક-વનવે બ્રોડકાસ્ટીંગ ટૂલ છે. આ નવા ટૂલથી યુઝર્સ એક સાથે અનેક યુઝર્સને મેસેજ મોકલી શકશે. ઝકરબર્ગે પોતાની વોટ્સએપ ચેનલ પર જ આ ફીચરના લોન્ચિંગની જાણકારી આપી હતી.

વોટ્સએપના લેટેસ્ટ ફીચરથી યુઝર્સ એપમાં જ, જે લોકો અને સંસ્થાઓને ફોલો કરવા માગે છે, તેના અપડેટ્સ જાણી શકશે. WhatsApp ચેનલ્સ માટે એપમાં એક નવું ટેબ દેખાશે. જે તમારા પરિવાર, મિત્રો અને કોમ્યુનિટ્સ ટેબથી અલગ રહેશે.

WhatsApp ચેનલ સૌથી ખાનગી પ્રસારણ સેવા છે

વોટ્સએપ અનુસાર, નવા ચેનલ્સ ફીચર આગામી અઠવાડીયામાં વૈશ્વિક સ્તરે રોલઆઉટ કરવામાં આવશે. યુઝર્સ ચેનલ્સને તેમના દેશ અથવા તેમના નામ અને શ્રેણી અનુસાર આપોઆપ ફિલ્ટર કરીને ફોલો કરી શકાય છે. આ ઉપરાંત, તમે ફોલોઅર્સની સંખ્યા, સૌથી વધુ સક્રિય અને નવી ચેનલો પણ જોઈ શકો છો.

ભારતની કેટલીક મોટી હસ્તીઓ, રમતની ટીમો, કલાકારો, પ્રેરક નેતાઓ અને સંસ્થાઓ પહેલેથી જ WhatsApp ચેનલો પર હાજર છે અને તેમને ફોલો શકાય છે. ઉદાહરણ તરીકે, અત્યારે તમે ભારતીય ક્રિકેટ ટીમ, કેટરિના કૈફ, દિલજીત દોસાંઝ, અક્ષય કુમાર, નેહા કક્કર, વિજય દેવરાકોંડા વગેરેને ફોલો કરી શકો છો. માર્ક ઝકરબર્ગને વોટ્સએપ ચેનલ પર પણ ફોલો કરી શકાય છે. જ્યાં તેઓ ફેસબુક અને વોટ્સએપ પ્રોડક્ટ્સ સંબંધિત અપડેટ્સ શેર કરશે.

વોટ્સએપ અનુસાર, WhatsApp ચેનલ્સને સૌથી પ્રાઈવેટ બ્રોડકાસ્ટ સર્વિસ તરીકે ડિઝાઇન કરવામાં આવી છે. ચેનલના ફોલોઅર્સ તરીકે, યુઝર્સનો ફોન નંબર અને પ્રોફાઇલ ફોટો એડમિન અથવા અન્ય ફોલોઅર્સને દેખાશે નહીં. કોઈપણ ચેનલને ફોલો કરવાથી, તમારો ફોન નંબર એડમિનને દેખાશે નહીં. તમે કોને ફોલો કરવા માંગો છો અને કોને નહીં, તે તમારા પર નિર્ભર રહેશે. આ સાથે ચેનલ હિસ્ટ્રી પણ 30 દિવસ માટે જ સેવ કરવામાં આવશે.

વોટ્સએપ યુઝર્સ પણ ઈમોજીસ સાથે અપડેટ્સ પર પ્રતિક્રિયા આપી શકે છે અને અપડેટ પરની કુલ રિએક્શનની ગણતરી કરી શકે છે. યુઝર્સે શું રિએક્શન આપી છે તે અન્ય ફોલોઅર્સને દેખાશે નહીં. તમે WhatsApp ચેનલોના અપડેટને કોઈપણ ગ્રુપમાં ફોરવર્ડ કરી શકો છો અથવા લિંક બેક સાથે ચેટ કરી શકો છો. જો તમે ચેનલને ફોલો કરવાનું બંધ કરવા માંગતા હો, તો તમે કોઈપણ સમયે સરળતાથી મ્યૂટ અને અનસબ્સ્ક્રાઇબ કરી શકો છો.

જો તમે ઇચ્છો, તો તમે તમારા વર્તમાન અથવા નવા WhatsApp એકાઉન્ટ વડે નવી ચેનલ બનાવી શકો છો. તમે 30 દિવસ સુધી તમારી ચેનલ પર અપડેટ્સ એડિટ કરી શકશો. તમને જમાવી દઈએ કે, 30 દિવસ પછી, આ અપડેટ્સ WhatsApp સર્વરમાંથી આપમેળે કાઢી નાખવામાં આવશે.

WhatsApp ચેનલોનો ઉપયોગ કેવી રીતે કરવો

  1. સૌ પ્રથમ, Google Play Store અથવા App Store પરથી તમારા WhatsApp ને નવીનતમ સંસ્કરણ પર અપડેટ કરો.
  2. આ પછી, WhatsApp ખોલો અને પછી સ્ક્રીનના છેક નીચે અપડેટ્સ ટેબ પર ટેપ કરો. અહીં તમે ચેનલ્સનું લિસ્ટ જોશો, તમે તમારી પસંદગી મુજબ ચેનલને ફોલો કરી શકો છો.
  3. ચેનલને ફોલો કરવા માટે, ચેનલના નામની બાજુમાં ‘+’ બટનને ટેપ કરો. તમે પ્રોફાઇલ અને વિગતો જોવા માટે ચેનલના નામ પર પણ ટેપ કરી શકો છો.
  4. ચેનલ અપડેટ પર પ્રતિક્રિયા આપવા માટે મેસેજને દબાવી રાખો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ