/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/No-more-pixelated-images-through-WhatsApp.-Image-WhatsApp.jpg)
વ્હોટ્સએપ દ્વારા વધુ પિક્સલેટેડ ઇમેજ નહીં. (ઈમેજ વોટ્સએપ)
WhatsApp પર જ્યારે તમે ફોટોઝ મોકલો છો ત્યારે WhatsApp માં ઇમેજને ભારે બ્લર અથવા ઓરીજનલ ઇમેજ કરતા ઝાંખી થઇ જાય છે અને પરિણામે લોકો ફોટોઝ ટ્રાન્સફર કરવા માટે અન્ય પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે, ખાસ કરીને જો તે હાઈ -રિઝોલ્યુશન કૅમેરા સાથે લેવામાં આવી હોય તો અથવા તેમાં ઘણી વિગતો હોય. અન્ય લોકો જો કંઈક વર્કને લગતી હોય તો ઇમેજ ડોક્યુમેન્ટમાં મોકલે છે.
પરંતુ વૉટ્સએપમાં નવી અપડેટમાં, મેસેજિંગ પ્લેટફોર્મે હવે ઓફિશયલી આ ખામીને દૂર કરી દીધી છે. WhatsApp ના લેટેસ્ટ વરઝ્નમાં 'HD' રીઝોલ્યુશનમાં ઇમેજ મોકલવાનો એક નવો વિકલ્પ ઉમેર્યો છે.
આ પણ વાંચો: Vivo V 29e : Vivoએ સ્માર્ટફોન લોન્ચ કર્યા પહેલા ફીચર્સ અંગે કર્યો ખુલાસો, જાણો ખાસ ફીચર્સ વિષે
ફીચરને એક્સેસ કરવા માટે, તમારે પહેલા WhatsAppને લેટેસ્ટ રીલીઝમાં અપડેટ કરવું પડશે, નીચે આપેલા સ્ટેપને અનુસરો.
- WhatsApp ઓપન કરો અને એક ચેટ પસંદ કરો જ્યાં તમે HD ફોટો મોકલવા માંગો છો. એટેચ (પેપરક્લિપ) પર ટેપ કરો અને તમે મોકલવા માંગો છો તે ઇમેજ પસંદ કરો.
- ફોટો-શેરિંગ સ્ક્રીન પર, તમે રોટે અને ક્રોપ જેવા અન્ય ઇમેજ એડિટિંગ ટૂલ્સની બાજુમાં ટોચ પર એક નવું HD બટન જોશો. ફોટો ક્વોલિટી ઓપ્શનને ઍક્સેસ કરવા માટે HD બટન પર ટેપ કરો.
- મૂળભૂત રીતે, માનક ગુણવત્તા(સ્ટાન્ડર્ડ ક્વોલિટી) પસંદ થયેલ છે. આનો અર્થ એ છે કે WhatsApp તમારા ફોટાને તેની ફાઇલ સાઈઝ ઘટાડવા માટે કમ્પ્રેસ કરશે અને તેને સેન્ડ કરવાનું અને પ્રાપ્ત કરવાનું સરળ બનાવશે.
- જો તમે તમારો ફોટો HD ક્વોલિટીમાં મોકલવા માંગતા હો, તો તેના બદલે HD ક્વોલિટી પર ટેપ કરો. આ તમારા ફોટાના મૂળ રીઝોલ્યુશન અને ક્વોલિટીને સાચવશે.
- સેન્ડ બટન દબાવો.
- આ દરમિયાન, જો તમને HD ફોટો પ્રાપ્ત થાય છે, તો તમને તે દર્શાવવા માટે ફોટાની નીચે -લેફ્ટ કોર્નરમાં HD લેબલ દેખાશે. જો તમારી પાસે ઓછી બેન્ડવિડ્થ કનેક્શન છે અને તમે ડેટા બચાવવા માંગો છો, તો તમે ફોટો-બાય-ફોટો આધારે ક્વોલિટી પસંદ કરી શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us