Whatsapp New Feature : હવે વોટ્સએપ પર યુઝર્સ ટૂંક સમયમાં નામ વગર ગ્રુપ બનાવી શકશે

Whatsapp New Feature : વોટ્સએપ પર અનામી ગ્રુપનું નવું ફીચર્સ આગામી અઠવાડિયામાં દરેક યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે, તેથી તમારે થોડી રાહ જોવી પડશે.વધુમાં અહીં વાંચો.

Whatsapp New Feature : વોટ્સએપ પર અનામી ગ્રુપનું નવું ફીચર્સ આગામી અઠવાડિયામાં દરેક યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે, તેથી તમારે થોડી રાહ જોવી પડશે.વધુમાં અહીં વાંચો.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Mark Zuckerberg announced the feature in a Facebook post.

માર્ક ઝકરબર્ગે ફેસબુક પોસ્ટમાં આ ફીચરની જાહેરાત કરી હતી.

મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે WhatsApp માટે એક નવા ફીચર્સની જાહેરાત કરી છે જે યુઝર્સને નામ વિના નવું ગ્રુપ બનાવવા દે છે. તાજેતરની ફેસબુક પોસ્ટમાં, ઝકરબર્ગે જણાવ્યું હતું કે જ્યારે તમે ઉતાવળમાં હોવ અને ગ્રુપને નામ આપવા માટે સમય અથવા બેન્ડવિડ્થ ન હોય ત્યારે આ કાર્યક્ષમતા કામમાં આવી શકે છે.

Advertisment

આ ઉપરાંત, 6 જેટલા પાર્ટિસિપન્ટ સાથેના નામ વિનાના ગ્રુપને હવે ગ્રુપમાં કોણ છે તેના આધારે ગતિશીલ રીતે નામ આપવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો 'મેટ' અને 'લુપિન' નામના ગ્રુપમાં બે પાર્ટિસિપન્ટ હોય, તો WhatsApp આપમેળે વાતચીતને 'મેટ અને લ્યુપિન' તરીકે લેબલ કરશે.

આ પણ વાંચો: iQOO Z7 Pro Launching : iQOO Z7 પ્રો 31 ઓગસ્ટે ભારતમાં થશે લોન્ચ, જાણો ફીચર્સ

WhatsApp માં આ સુવિધા દરેક પાર્ટિસિપન્ટ માટે અલગ-અલગ રીતે ડીપ્લેય ગ્રુપના નામ સાથે યુઝર્સની પ્રાઇવસીને પણ સુરક્ષિત કરે છે, તેના આધારે તેમણે તેમના ડિવાઇસ પરના કોન્ટેક્ટમાં વ્યક્તિનું નામ એ રીતે રાખ્યું હશે. જો તમને એવા લોકો સાથેના ગ્રુપમાં એડ કરવામાં આવે કે જેમની પાસે તમારો સંપર્ક નથી, તો તેઓ ગ્રુપમાં તમારો ફોન નંબર જ જોઈ શકશે.

Advertisment

અનામી ગ્રુપનું નવું ફીચર્સ આગામી અઠવાડિયામાં દરેક માટે રોલઆઉટ કરવામાં આવશે, તેથી તમારે થોડી રાહ જોવી પડશે.

આ પણ વાંચો: WhatsApp Latest Features : વોટ્સએપના આ લેટેસ્ટ 5 ફીચર્સ વિશે દરેક યુઝરે જાણવું જોઈએ

છેલ્લા થોડા અઠવાડિયામાં, WhatsApp ડેવલપર્સે ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ પર HD માં ફોટા મોકલવાની ક્ષમતા , મોકલેલા મીડિયા કૅપ્શનને એડિટ કરવા અને AI-સંચાલિત સ્ટીકર જનરેશન ટૂલ જેવી નવી સુવિધાઓ પણ રજૂ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ ટેકનોલોજી બિઝનેસ