/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/WhatsApp-Features.jpg)
WhatsApp New Update: વોટ્સઅપેટ વોઇસ મેસેજ સ્ટેટ્સ અપડેટ ફીચર્સ રજૂ કર્યું છે. (Photo - Freepik)
WhatsApp New Update News in Gujarati: વોટ્સએપ યુઝર્સ માટે એક ખાસ ફીચર્સ આવ્યું છે. આ ખાસ ફીચર્સ વડે વોટ્સએપ યુઝર્સ 1 મિનિટ સુધીનો વોઇસ મેસેજ સ્ટેટસ તરીકે મૂકી શકશે. વોટ્સએપનું આ વોઇસ મેસેજ સ્ટેટ્સ ફીચર્સ આઈફોન અને એન્ડ્રોઇડ બંને વર્ઝન માટે ઉપલબ્ધ છે. અગાઉ ફેસબુક તરીકે ઓળખાતી મેટા કંપનીની માલિકીનું ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ હાલ એઆઈ જનરેટેડ પ્રોફાઇલ પિક્ચર અને અનરીડ મેસેજ ગણતરીની સેકંડમાં ડિલિટ કરવા જેવા ઘણા નવા ફીચર્સ પર કામગીરી રહ્યું છે. ચાલો વો્ટસએપના વોઇસ મેસેજ સ્ટેટ્સ ફીચર્સ વિશે જાણીયે
વોટ્સએપ વોઇસ મેસેજ સ્ટેટ્સ ફીચર્સ
વોટ્સએપમાં યુઝર્સ અત્યાર સુધી સ્ટેટસ અપડેટ તરીકે 30 સેકન્ડ સુધીના વોઇસ મેસેજ શેર કરી શકતા હતા. WABetaInfoના લેટેસ્ટ અપડેટ મુજબ, વોટ્સએપ યુઝર્સ હવે 1 મિનિટ સુધીના વોઇસ મેસેજ સ્ટેટ્સ અપડેટ મૂકી છે. બીજા શબ્દોમાં કહીયે તો યુઝર્સ માટે વોટ્સએપ સ્ટેટ્સ અપડેટની મર્યાદા બમણી કરવામાં આવી છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/WhatsApp-New-Feature.jpg)
વોટ્સએપ વોઇસ નોઇસ મેસેજ સ્ટેટ્સ અપડેટ કરવાની રીત
- વોટ્સએપ પર સ્ટેટસ અપડેટ્સ તરીકે વૉઇસ નોટ્સ સેટ કરવા માટે સૌથ પહેલા તમારા સ્માર્ટફોનમાં WhatsApp ખોલો
- હવે વોટ્સએપ માં સ્ટેટસ અપડેટ આઇકોન બાર પર ટેબ કરો
- અહીં તમને પેન્સિલ જેવા આઇકોન પર ટેપ કરો
- હવે તમને મોબાઇલની સ્કીન પર નીચેની બાજુ માઇક્રોફોન આઇકોન દેખાશે, તેના પર ટેપ કરો
- હવે તમે વોઇસ મેસેજ રેકોર્ડ કરો, અહીં તમે એક મિનિટ સુધીનો વોઇસ મેસેજ રેકોર્ડ કરી શકો છો
- હવે વોઇસ મેસેજ રેકોર્ડ કર્યા બાદ સ્ટેટ્સ અપડટે તરીકે શેર કરો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/WhatsApp-Voice-Message-Status-Features.jpg)
વોટ્સએપ સ્ટેટ્સ વોઇસ મેસેજ ફીચર્સ એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. આ ફીચર્સ ઉપલબ્ધ થવાથી યુઝર્સ 1 મિનિટ સુધીના વોઇસ મેસેજ સ્ટેટ્સ એપડેટ કરી શકશે. હવે યુઝર્સ ઑડિયો રેકોર્ડને ઘણા પાર્ટ્સમાં વિભાજિત કરવાની જરૂર રહેશે નહીં. લાંબા ગાળે આ ફીચર્સ સમય બચાવવામાં અને કોમ્યુનિકેશન પ્રોસેસરને વધુ અનુકૂળ બનાવવામાં મદદ કરશે.
આ પણ વાંચો | ભારતમાં સૌથી સસ્તો રેડમી 5જી સ્માર્ટફોન કયો છે? જાણો કિંમત અને ફીચર
વોટ્સએપ યુઝર્સના અનુભવને ઉત્કૃષ્ઠ બનાવવા માટે સતત નવા ફીચર્સ રજૂ કરી રહ્યું છે. વોટ્સએપ ચેટ થીમ ફીચર પણ ડેવલપ કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર WhatsApp બહુ જલદી પાંચ પ્રીસેટ થીમ - બ્લયૂ, ગ્રીન (જે ડિફોલ્ટ છે), ગ્રે, રેડ અને વાયોલેટ કલરમાંથી પસંદગી કરવાની સુવિધા આપી શકે છે. કોઇ થીમની પસંદરી કરવાથી કથિત રીતે ચેટનો રંગ અને સાથે જ ચેટ બેકગ્રાઉન્ટ પર બદલી શકાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us