WhatsApp New Year Featurs: વોટ્સએપે યુઝર્સને આપી ન્યુ યર ગિફ્ટ, નવું ફીચર્સ લોન્ચ કર્યું; આ રીતે ઉપયોગ કરો

WhatsApp New Year Featurs : વોટ્સએપે નવા વર્ષના અવસર પર તેના યુઝર્સ માટે ખાસ થીમ સાથે નવા સ્ટિકર્સ અને ફીચર્સ લોન્ચ કર્યા છે. હવે વીડિયો કોલ, મેસેજ, ગ્રૂપ ચેટ વધુ મજેદાર બનશે

WhatsApp New Year Featurs : વોટ્સએપે નવા વર્ષના અવસર પર તેના યુઝર્સ માટે ખાસ થીમ સાથે નવા સ્ટિકર્સ અને ફીચર્સ લોન્ચ કર્યા છે. હવે વીડિયો કોલ, મેસેજ, ગ્રૂપ ચેટ વધુ મજેદાર બનશે

author-image
Ajay Saroya
New Update
WhatsApp New Year Features

WhatsApp New Year Features : વોટ્સએપ ન્યુ યર ફીચર્સ Photograph: (Jansatta)

WhatsApp New Year Features: વોટ્સએપ એ નવા વર્ષ પહેલા તેના યુઝર્સ માટે નવા થીમ બેઝ્ડ ફીચર્સ લોન્ચ કર્યા છે. દુનિયાભરમાં નવા વર્ષના દિવસે વોટ્સએપ પર અબજો મેસેજ મોકલવામાં આવે છે. અને આ તૈયારીના ભાગરૂપે, પ્લેટફોર્મે હવે કેટલાક ન્યુ યર થીમ બેઝ્ડ ફીચર્સ રજૂ કર્યા છે. નવા વર્ષના અવસર પ શુભેચ્છા સંદેશ મોકલવા અને કોલની સંખ્યા સૌથી વધુ રેકોર્ડે પહોંચી જાય છે કારણ કે અલગ અલગ દેશોમાં અને ટાઇમ ઝોન અનુસાર યુઝર્સ પોતાના મિત્રો અને પરિવારને શુભકામના સંદેશ મોકલે છે.

Advertisment

વોટ્સએપના જણાવ્યા અનુસાર, સામાન્ય દિવસોમાં, મેટાની માલિકીનું આ પ્લેટફોર્મ દુનિયાભરમાં 100 અબજથી વધુ સંદેશાઓ અને લગભગ 2 અબજ કોલ સંચાલિત કરે છે. નવા વર્ષના 24 કલાક દરમિયાન પર્સનલ મેસેજ, ગ્રુપ ચેટ, વોઇસ કોલ અને વીડિયો કોલ દ્વારા શુભેચ્છાઓ શેર કરવાને કારણે આ સંખ્યા નિયમિતપણે આ આંકડાથી વધી જાય છે.

વોટ્સએપ પર ન્યૂ યર 2026 ફીચર્સ : New Year 2026 features on WhatsApp

નવા વર્ષના અવસર પર, વોટ્સએપે ઘણા અસ્થાયી ફીચર્સ જાહેર કર્યા છે:

2026 સ્ટીકર પેક (2026 sticker pack)

આવનાર વર્ષ માટે આધારિત એક નવું સ્ટિકર પેક હવે ઉપલબ્ધ છે, જેને ચેટમાં નવા વર્ષની શુભકામના પાઠવવા માટે ઉપયોગ કરી શકાય છે.

વીડિયો કૉલ ઇફેક્ટ્સ :  (Video call effects)

યુઝર્સ વીડિયો કૉલ દરમિયાન ઇફેક્ટ્સ આઇકોન પર ટેપ કરીને ફટાકડા, કન્ફેટી અને સ્ટાર એનિમેશન જેવી વિઝ્યુઅલ ઇફેક્ટ્સ લાગુ કરી શકે છે.

Advertisment

એનિમેટેડ કન્ફેટ્ટી રિએક્શન (Animated confetti reactions)

જ્યારે યુઝર્સ મેસેજ પર કંફેટી ઇમોજી સાથે રિએક્શન આપે છે તો તે ખાસ એનિમેટેડ રિએક્શન દેખાય છે.

સ્ટેટ્સ માં એનિમેટેડ સ્ટિકર્સ (Animated stickers in Status)

વોટ્સએપે પ્રથમવાર સ્ટેટસ અપડેટમાં એનિમેટેડ સ્ટીકરો રજૂ કર્યા છે, જેમાં 2026 માટે સ્પેશિયલ લેઆઉટ અને એનિમેટેડ સ્ટીકર શામેલ છે.

ન્યુ યર પ્લાનિંગ માટે ગ્રૂપ ચેટ ટૂલ્સ (Group chat tools for New Year planning)

વોટ્સએપે એવા હાલના તમામ ટૂલ્સને પણ હાઇલાઇટ કર્યા થે, જેનો ઉપયોગ ગ્રૂપ ચેટમાં નવા વર્ષના પ્લાનિંગનું આયોજન કરવા માટે કરી શકાય છે.

ઇવેન્ટ ક્રિએશન અને પિનિંગ : Event creation and pinning  

વપરાશકર્તાઓ કોઇ ઇવેન્ટ બનાવવાની સાથે ચેટમાં પિન કરી શકે છે, RSVPs ક્લેક્ટ કરી શકે છે અને અપડેટ્સ શેર કરી શકે છે.

પોલ્સ (Polls)

ફૂડ્સ, ડ્રિંક્સ અને એક્ટિવિટી પર નિર્ણય લેવા માટે Polls નો ઉપયોગ કરી શકાય છે. 

લાઇવ લોકેશન શેરિંગ : Live location sharing

લાઇવ લોકેશન ફીચર્સ મારફતે વપરાશકર્તા વેન્યૂ શોધવામાં અને સલમામત અવરજવરની પુષ્ટિ કરવામાં મદદ કરે છે.

વૉઇસ અને વીડિયો નોટ્સ : Voice and video notes

વોઇસ મેસેજ અને વીડિયો નોટ્સનો ઉપયોગ ચોક્કસ ક્ષણોને કેપ્ચર કરવા અને તેમને એવા કોન્ટેક્ટ સાથે શેર કરવા માટે થઈ શકે છે જે રૂબરૂ હાજર રહી શકતા નથી.

ઉપલબ્ધતા

ન્યૂ યર 2026 સ્ટીકર પેક્સ, વીડિયો કોલ ઇફેક્ટ્સ, એનિમેટેડ રિએક્શન અને એનિમેટેડ સ્ટેટસ સ્ટીકરો હવે ઉપલબ્ધ છે અને રજાના સમયગાળા દરમિયાન ઉપયોગ માટે ઉપલબ્ધ થશે.

ટેકનોલોજી બિઝનેસ