વોટ્સએપ પર ફોટા ડાઉનલોડ કરો છો તો થઇ જાવ સાવધાન, નવું સ્કેમ લૂટી લેશે જીવનભરની કમાણી, આવી રીતે બચો

WhatsApp Photo Scam : હવે વોટ્સએપ પર તસવીરો ડાઉનલોડ કરવી પણ જોખમ ભર્યું બની ગયું છે. જો તમે વિચારી રહ્યા છો કે ઇમેજ ડાઉનલોડ કરીને કેવી રીતે પૈસાની છેતરપિંડી કરવામાં આવી તો અમે આજે તમને તેના વિશે જણાવી રહ્યા છીએ

Written by Ashish Goyal
Updated : May 27, 2025 16:46 IST
વોટ્સએપ પર ફોટા ડાઉનલોડ કરો છો તો થઇ જાવ સાવધાન, નવું સ્કેમ લૂટી લેશે જીવનભરની કમાણી, આવી રીતે બચો
હવે વોટ્સએપ પર તસવીરો ડાઉનલોડ કરવી પણ જોખમ ભર્યું બની ગયું છે (ફાઇલ ફોટો)

WhatsApp Photo Scam : જો તમે વોટ્સએપ ચેટથી ઇમેજ ડાઉનલોડ કરો છો તો તમે તમારા બેંક એકાઉન્ટને જોખમમાં મુકી શકો છો. સાયબર ફ્રોડર્સ વોટ્સએપ પર શેર કરેલા ફોરવર્ડેડ મેસેજમાં દેખાતી સિમ્પલ ઇમેજ ફાઇલ્સમાં ખતરનાક મેલવેયરને એમ્બેડ કરી શકે છે. હાલમાં જ મધ્યપ્રદેશના જબલપુરમાં એક એવો મામલો સામે આવ્યો છે, જ્યાં એક 28 વર્ષીય વ્યક્તિએ વોટ્સએપ પર એક સામાન્ય તસવીર ડાઉનલોડ કર્યા બાદ 2 લાખ રૂપિયા ગુમાવ્યા હતા.

હવે વોટ્સએપ પર તસવીરો ડાઉનલોડ કરવી પણ જોખમ ભર્યું બની ગયું છે. જો તમે વિચારી રહ્યા છો કે ઇમેજ ડાઉનલોડ કરીને કેવી રીતે પૈસાની છેતરપિંડી કરવામાં આવી તો અમે આજે તમને તેના વિશે જણાવી રહ્યા છીએ. છેતરપિંડીની આ નવી પદ્ધતિ સ્ટીગૈનોગ્રાફી (Steganography) છે. જેનો ઉપયોગ કૌભાંડીઓ હવે સામાન્ય ભોળા લોકોને પૈસા લૂંટવા માટે કરી રહ્યા છે.

શું છે સ્ટીગૈનોગ્રાફી?

સ્ટીગૈનોગ્રાફીમાં એક ઇમેજ ફાઇલમાં મૈલિશસ કોડ સામેલ રહેછે. ઉપયોગ કરવામાં આવી આ ટેકનીકને Least Significant Bit (LSB) steganography કહેવામાં આવે છે, જેમાં મીડિયા ફાઇલના એક ભાગમાં મહત્વપૂર્ણ ડેટા છુપાયેલો હોય છે. આ તસવીરોમાં સામાન્ય રીતે ત્રણ બાઇટ્સ હોય છે જે લાલ, લીલા અને વાદળી કલરનું પ્રતિનિધિત્વ કરે છે. છુપાયેલી માહિતી એક ચોથી બાઇટ જેને’આલ્ફા’ ચેનલ કહેવાય છે, તેમાં હાજર હોય છે.

જ્યારે ભોગ બનનાર વ્યક્તિ કંપ્રોમાઇજ કરાયેલી ઇમેજ ખોલે છે ત્યારે આ મેલવેયર તેમના ડિવાઇસમાં ચૂપચાપ ઇન્સ્ટોલ થઇ જાય છે. મૈલેશિયસ સોફ્ટવેર યુઝર્સની સંવેદનશીલ માહિતી જેવી કે બેંકિંગ માહિતી અને પાસવર્ડ્સ ચોરી લે છે. કેટલાક કિસ્સામાં તે ડિવાઇસ કંટ્રોલ પણ મેળવી લે છે. જો ટાર્ગેટ યુઝર ઇમેજને યોગ્ય રીતે ઓપન ન કરે તો સ્કેમર્સ કોઇ બહાને ફોન કોલ કરીને ફાઇલ એક્સેસ કરવા માટે મજબૂર કરે છે.

આ પણ વાંચો – બ્રાન્ડેડ એસી સસ્તામાં ખરીદવાની તક, મળી રહી છે 50% ની છૂટ

જબલપુરની ઘટનામાં મૈલવેયરે માત્ર પીડિતાના ફોનમાં જ ઘૂસણખોરી કરી ન હતી, પરંતુ ઓટીપી (વન-ટાઇમ પાસવર્ડ) વેરિફિકેશન જેવા સલામતી પ્રોટોકોલને બાયપાસ કરીને ટ્રાન્ઝેક્શન પણ કર્યું હતું. સાયબર સિક્યોરિટી નિષ્ણાતો ચેતવણી આપે છે કે ઘણા એન્ટિવાયરસ પ્રોગ્રામ્સ અસામાન્ય વર્તણૂક અને ખતરાઓની ઓળખ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેનો અર્થ છે કે તેઓ ઇમેજ ફાઇલમાં છુપાયેલા કોડને શોધવામાં નિષ્ફળ થઈ શકે છે.

WhatsApp ફોટો સ્કેમથી કેવી રીતે બચવું

  • યુઝર્સે વોટ્સએપના લેટેસ્ટ વર્ઝન પર અપડેટ કરવું જોઈએ.

  • શંકાસ્પદ દેખાતા નંબરોને ટાળો, ખાસ કરીને એવા નંબરો કે જેણે તમને વોટ્સએપ ડેસ્કટોપ પર એટેચમેન્ટ મોકલ્યા છે કારણ કે તે અનિચ્છનીય મૈલવેયર હોઈ શકે છે.

  • જો તમને કોઈ અજાણ્યા નંબરથી લિંક મળે છે, તો તેના પર ક્લિક કરવાનું ટાળો અને કોન્ટેક્ટને બ્લોક કરી દો.

  • એપ્લિકેશન માત્ર માઇક્રોસોફ્ટ સ્ટોર, પ્લે સ્ટોર કે એપ સ્ટોર જેવા વિશ્વસનીય સ્ત્રોતોમાંથી જ ડાઉનલોડ કરો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ