WhatsApp : વોટ્સએપ (WhatsApp) એ તાજેતરમાં જ તેના મેસેજ પિનિંગ ફીચરને અપડેટ કર્યું છે, જેનાથી યુઝર્સ ચેટમાં 3 મેસેજ સુધી પિન કરી શકે છે. એપ્લિકેશનના બીટા વરઝ્નમાં ગયા અઠવાડિયે વોટ્સએપ પ્લેટફોર્મ યુઝર્સ એક મેસેજ પિન કરી શકતા હતા.

ટેક્સ્ટ સિવાય, મેટા કહે છે કે યુઝર્સ મીડિયા, વૉઇસ નોટ્સ અને ઇમોજીસ જેવા મેસેજ પણ પિન કરી શકશે. વોટ્સએપનું કહેવું છે કે આ ફીચર વ્યક્તિગત અને ગ્રુપ ચેટ બંનેમાં અવેલેબલ છે.એપ તમને ચોઈસ આપે છે કે શું તમે મેસેજને 24 કલાક, 7 દિવસ કે 30 દિવસ માટે Meta સાથે પિન કરવા માંગો છો કે ડિફોલ્ટ રૂપે, મેસેજ 7 દિવસ માટે પિન કરવામાં આવશે.
આ પણ વાંચો: WhatsApp : વોટ્સએપ ટૂંક સમયમાં Android પર વૉઇસ મેસેજ વાંચવાની સુવિધા લોન્ચ કરશે
વોટ્સએપ ચેટમાં મેસેજ કેવી રીતે પિન કરવા?
- ચેટમાં મેસેજને પિન કરવા માટે, મેસેજ પર લાંબો સમય સુધી પ્રેસ કર્યું રાખો અને તમારી સ્ક્રીનની ઉપર જમણી બાજુએ આવેલા થ્રી-ડોટ મેનૂ પર ટેપ કરો.
- ડ્રોપ-ડાઉન મેનૂમાંથી, ‘પિન’ પર ક્લિક કરો અને મેસેજ વ્યક્તિ અથવા ગ્રુપના નામ હેઠળ ચેટની ટોચ પર પિન કરવામાં આવશે.
જો તમે કોઈ મેસેજને અનપિન કરવા માંગતા હો, તો મેસેજને લાંબો સમય સુધી પ્રેસ રાખો અને થ્રી-ડોટ મેનૂમાંથી ‘અનપિન’ ઓપ્શન પસંદ કરો. Apple ડિવાઇસ પર , મેસેજ પર જમણે સ્વાઇપ કરો અને તમને પિન બટન દેખાશે.
જ્યારે અપડેટ એકંદર યુઝર્સ એક્સપિરિયન્સને ઈમ્પ્રુવ કરવામાં મદદ કરશે, ટેલિગ્રામની સરખામણીમાં કાર્યક્ષમતા મર્યાદિત લાગે છે, જે લોકોને ઘણા મેસેજ પિન કરવાની મંજૂરી આપે છે.





