/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/WhatsApp-Support-End-1.jpg)
WhatsApp Support End: વોટ્સએપ અમુક મોબાઇલમાં મે 2025 સપોર્ટ કરશે નહીં. (Photo: Freepik)
WhatsApp Support Ends on Older iPhone Models: વોટ્સએપ યુઝર માટે મોટા સમાચાર આવ્યા છે. મેટાની માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપે અમુક જુના મોબાઇલમાં વો્ટ્સએપ સપોર્ટ બંધ કરવાની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં તેમણ વોટ્સએપ ઉપયોગ કરવા માટે નવો મોબાઇલ ખરીદવો પડશે. અહીં કઇ મોબાઇલમાં વોટ્સએપ સપોર્ટ થશે તેની યાદી આપવામાં આવી છે.
WABetaInfo રિપોર્ટ અનુસાર, વોટ્સએપ હાલમાં જ પોતાની પોલિસી અપડેટ કરી છે અને તેના અનુસાર iPhone યૂઝર્સ iOS 12.5.7 પર ચાલતા હેન્ડસેટમાં વોટ્સએપ ચલાવી શકશે નહીં. જાણકારી અનુસાર મે 2025ની શરૂઆતથી જ કેટલાક આઇફોન મોડલમાં વોટ્સએપ સપોર્ટ બંધ કરી દેવામાં આવશે. આ ડિવાઇસમાં આઇફોન 5s આઇફોન 6s અને આઇફોન 6 પ્લસ સામેલ છે. તમને જણાવી દઇયે કે, આ બધા હેન્ડસેટ 12.5.7 પર ચાલે છે. જો તેમને સોફ્ટવેર અપડેટ્સ નહીં મળે તો યુઝર્સ વોટ્સએપનો ઉપયોગ કરી શકશે નહીં.
આ આઇફોનમાં નહીં મળે WhatsApp સપોર્ટ
નવી પોલિસી હેઠળ, વોટ્સએપ iOS 15.1 વર્ઝન પર ચાલતા આઇફોન્સને સપોર્ટ કરશે નહીં. આનો અર્થ એ થયો કે જે ડિવાઇસમાં આગામી સમયમાં વોટ્સએપ અપડેટ નહીં મળે, તે આઇફોન્સમાં વોટ્સએપ કામ નહીં કરે. નોંધનીય છે કે હાલ iOS 12 અને તેનાથી ઉપરના વર્ઝનમાં ચાલતા ફોનમાં વોટ્સએપ સપોર્ટ કરે છે.
વોટ્સએપે યૂઝર્સને 5 મહિનાનો સમય આપ્યો છે, જેથી તેઓ 5 મે 2025ના રોજ સપોર્ટ પૂરો થતા પહેલા જરૂરી નિર્ણય લઈ શકે. વોટ્સએપ દ્વારા આ પોલિસીને અપડેટ કરવાનો હેતુ એ છે કે જે યૂઝર્સ જૂના ડિવાઇસનો ઉપયોગ કરી રહ્યા છે, જો તેમને વોટ્સએપ સપોર્ટ જોઇતો હોય તો પોતાના ફોનને અપગ્રેડ કરો.
જો તમે હજી પણ જૂના iOS વર્ઝન સાથે આઇફોનનો ઉપયોગ કરી રહ્યાં છો, તો અમે ઉપલબ્ધ લેટેસ્ટ સોફ્ટવેર પેચ ઇન્સ્ટોલ કરવાની ભલામણ કરીએ છીએ. જો તમારા ડિવાઇસમાં કોઈ લેટેસ્ટ અપડેટ મળવાની નથી, તો પછી નવો આઇફોન અથવા એન્ડ્રોઇડ ફોન ખરીદો જે વોટ્સએપને સપોર્ટ કરે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us