WhatsApp: આજથી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે વોટ્સએપ, જુઓ લિસ્ટ

Whatsapp Support Ending These Smartphone: વોટ્સએપ દ્વારા અમુક સ્માર્ટફોનમાં સપોર્ટ બંધ થઇ જશે. એટલે કે આ મોબાઇલમાં વોટ્સએપ મેસેજ કે કોલિંગ સર્વિનો ઉપયોગ થઇ શકશે નહીં.

Written by Ajay Saroya
June 02, 2025 09:36 IST
WhatsApp: આજથી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે વોટ્સએપ, જુઓ લિસ્ટ
Whatsapp App: વોટ્સએપ મેસેજ, વોઇસ અને વીડિયો કોલ સર્વિસ પુરી પાડે છે. (Photo: Canva)

WhatsApp Not Work In These Smartphones From Today: વોટ્સએપ યુઝર્સ માટે મોટા સમાચાર આવ્યા છે. જો તમે 10 વર્ષથી જૂના સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારા મોબાઇલમાં વોટ્સએપ ચાલશે નહીં. વોટ્સએપના લેટેસ્ટ અપડેટ સાથે હવે ઘણા એપલ આઇફોન અને એન્ડ્રોઇડ સ્માર્ટફોને મિનિમમ સપોર્ટ પૂરો કર્યો છે. આનો સામાન્ય રીતે અર્થ એ થાય છે કે હાઇ-એન્ડ ડિવાઇસમાં વધુ એડવાન્સ ફીચર્સ સાથે યુઝર્સનો અનુભવ વધુ સારો છે અને આ સાથે, જુના ડિવાઇસ માટેનો સપોર્ટ દૂર કરવામાં આવે છે.

વોટ્સએપમાં લેટેસ્ટ અપડેટ સાથે જ લગભગ 10 વર્ષ જૂના સ્માર્ટફોનમાં વોટ્સએપ સપોર્ટ હવે સમાપ્ત થઈ ગયો છે. આ લિસ્ટમાં ઘણા લોકપ્રિય એપલ આઇફોન મોડલની સાથે સાથે ઘણા જૂના એન્ડ્રોઇડ ફોન પણ સામેલ છે. એન્ડ્રોઇડ ફોન્સની સૂચિમાં ફ્લેગશિપ અને મિડરેન્જ સેગમેન્ટ ઉપકરણો શામેલ છે.

IOS ૧૫ અને જુના વર્ઝન પર ચાલતા એપલ ડિવાઇસ હવે વોટ્સએપને સપોર્ટ કરશે નહીં. એન્ડ્રોઇડ યુનિવર્સની વાત કરીએ તો એન્ડ્રોઇડ 5.0 અને જૂના વર્ઝન પર ચાલતા ફોન માટે હવે વોટ્સએપ સપોર્ટ સમાપ્ત થઇ ગયો છે.

ચાલો જાણીયે, 1 જૂન, 2025થી વોટ્સએપ મેસેન્જર અને કોલ સર્વિસ કયા સ્માર્ટફોનમાં ચાલશે નહીં…

  • આઇફોન 5s (iPhone 5s)
  • આઇફોન 6 (iPhone 6)
  • આઇફોન 6 પ્લસ (iPhone 6 Plus)
  • આઇફોન 6એસ (iPhone 6s)
  • આઇફોન 6એસ પ્લસ (iPhone 6s Plus)
  • આઇફોન એસઇ (પ્રથમ જનરેશન) (iPhone SE (1st gen)
  • સેમસંગ ગેલેક્સી એસ4 (Samsung Galaxy S4)
  • સેમસંગ ગેલેક્સી નોટ 3 (Samsung Galaxy Note 3)
  • સોની એક્સપીરિયા ઝેડ 1 (Sony Xperia Z1)
  • એલજી જી2 (LG G2)
  • મોટો જી (પ્રથમ જનરેશન) (Moto G (1st Gen)
  • મોટોરોલા રેઝર એચડી (Motorola Razr HD)
  • મોટો ઇ 2014 (Moto E 2014)

જો તમારા ફોનમાં વોટ્સએપ કામ નથી કરતું તો શું કરવું?

2025માં, જો તમે 10 વર્ષથી વધુ જૂના સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યાં છો, તો પછી તમે ખૂબ જ ઓછા લોકોમાં શામેલ છો. પરંતુ તમારે ગભરાવાની જરૂર નથી. વૉટ્સએપનો ઉપયોગ કરવા માટે તમારે સૌથી પહેલા નવો ફોન ખરીદવો પડશે. આજકાલ બજારમાં આવતા સ્માર્ટફોન માત્ર વોટ્સએપને સપોર્ટ જ નથી કરતા પરંતુ જૂના ડિવાઇસ કરતા વોટ્સએપ પર વધુ સુરક્ષિત અને શ્રેષ્ઠ મેસેજિંગ અનુભવ પણ આપે છે.

તમને જણાવી દઈએ કે વોટ્સએપે હાલમાં જ આઈપેડ પ્લેટફોર્મ માટે એક અલગ એપ રજૂ કરી છે. આ રીલીઝ સાથે જ આઇપેડ (iPad) યુઝર્સના લાંબા ઇંતેજારનો અંત આવ્યો છે. આઇપેડ એપ્લિકેશન સ્માર્ટફોનના તમામ ફાયદા પણ પ્રદાન કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ