/indian-express-gujarati/media/media_files/2026/02/11/whatsapp-security-tips-2026-02-11-12-06-07.jpg)
Whatsapp Tips : વોટ્સએપ વાપરવાની ટીપ્સ. Photograph: (Freepik)
How To Hide Numbers In Whatsapp Group : વોટ્સએપ ભારત સહિત દુનિયામાં વધુ વપરાતી મોબાઇલ એપ છે. વોટ્સએપ એપ્લિકેશન દ્વારા મોબાઇલમાં ટેક્સ્ટ મેસેજ, વોઇલ મેસેજ, વીડિયો કોલ અનો વોઇલ કોલ કરી શકાય છે. વોટ્સએપમાં ઘણા ઉપયોગી ફીચર્સ જેના વિશે યુઝર્સને પણ જાણકારી હોતી નથી.
તાજેતરમાં વોટ્સએપ દ્વારા ઓનલાઇન ફ્રોડની ઘટનાઓ બની રહી છે, જેના કારણે વોટ્સએપ યુઝર્સ હંમેશા સાયબર સુરક્ષા વિશે ચિંતિત રહે છે. અહીં એક ખાસ ટ્રીક વિશે જણાવી રહ્યા છે, તે અનુસરી મોબાઇલ નંબર વગર વોટ્સએપ ચલાવી શકાય છે અને યુઝર્સની ઓળખ પણ છુપી રહે છે.
સામાન્ય રીતે વોટ્સએપનો ઉપયોગ કરવા માટે એક્ટિવ મોબાઇલ નંબર જરૂરી છે. મોબાઇલ નંબર દ્વારા વોટ્સએપ માં રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. વોટ્સએપ ગ્રૂપમાં ઘણા બધા લોકો હોય છે, જેના કારણે તમારો મોબાઇલ નંબર સાયબર ગુનેગારો સુધી સરળતાથી પહોંચી જાય છે.
આવી સ્થિતિમાં હંમેશા પ્રયત્ન કરવો કે મોટા ગ્રૂપમાં તમારા કાયમી મોબાઇલ નંબરથી જોઇન્ટ ન થવું. જો તમે લેન્ડલાઇન નંબર કે વોટ્સએપ બિઝનેસ એપનો ઉપયોગ કરી રહ્યા છો, તો તેનાથી જ અન્ય વોટ્સએપ ગ્રૂપ કે કોમ્યુનિટી ગ્રૂપ જોઇન કરો. તેનાથી તમારો મુખ્ય મોબાઇલ નંબર અજાણ્યા લોકો સુધી પહોંચવાની શક્યતા ઘટી જાય છે.
અન્ય નંબરથી વોટ્સએપમાં જોડાવો
WhatsApp પર સામાન્ય રીતે આપણે કાયમી મોબાઇલ નંબરથી રજિસ્ટ્રેશન કરીયે છીએ, જે આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ સાથે લિંક હોય છે. જો તમે વોટ્સએપ પર બીજા નંબરથી એકાઉન્ટ બનાવો છો તો WhatsApp પર નંબર દેખાવાની સમસ્યાથી બચી શકાય છે.
તમારા મુખ્ય નંબરથી એકાઉન્ટ ન બનાવો
વોટ્સએપ પર તમારો મુખ્ય નંબર દેખાય નહીં એવું ઇચ્છો છો તો તેની સૌથી સરળ રીત એ છે કે અન્ય નંબરથી એકાઉન્ટ બનાવો. તેનાથી તમારો મુખ્ય મોબાઇલ નંબર પણ કોઇને ખબર પડશે નહીં.
લેન્ડલાઇન નંબરથી વોટ્સએપ એકાઉન્ટ બનાવો
બહુ ઓછા લોકો જાણે છે કે, વોટ્સએપ પર લેન્ડલાઇન નંબર થી પણ એકાઉન્ટ બનાવી શકાય છે. તેની માટે એકાઉન્ટ રજિસ્ટ્રેશન કરવાના સમયે લેન્ડલાઇન નંબર દાખલ કરો અને કોલ દ્વારા સિક્યોરિટી કોડ નો વિકલ્પ પસંદ કરો. ત્યારબાદ લેન્ડલાઇન નંબર આવેલો ફોન કોલ ઉપાડો અને તેમા જણાવેલો સિક્યોરિટી કોડ દાખલ કરી તમારા મોબાઇલમાં WhatsApp ચલાવો. તેનાથી વોટ્સએપ પર તમારી સાથે જોડાનારને તમારો મુખ્ય નંબરની જાણ થશે નહીં.
WhatsApp Business ઉપયોગ કરો
જો તમે WhatsApp તમારા કામ માટે વાપરો છો તો WhatsApp Business એપનો ઉપયોગ કરો. વોટ્સએપ બિઝનેસ એપ પર અન્ય બીજા નંબરથી એકાઉન્ટ બનાવી WhatsApp નો ઉપયોગ કરો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us