WhatsApp Update 2025: વોટ્સઅપ પર નવું ફીચર, ચેટ કરવું વધુ મજેદાર બનશે, જાણો કેવી રીતે કામ કરે છે

WhatsApp Features Update 2025: વોટ્સઅપ એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચર દ્વારા યુઝર્સ ગ્રુપ ચેટમાં પર્સનલાઇઝ્ડ લેબલથી પોતાને ટેગ કરી શકશે. જાણો સંપૂર્ણ વિગતો

WhatsApp Features Update 2025: વોટ્સઅપ એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચર દ્વારા યુઝર્સ ગ્રુપ ચેટમાં પર્સનલાઇઝ્ડ લેબલથી પોતાને ટેગ કરી શકશે. જાણો સંપૂર્ણ વિગતો

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Whatsapp Safety Overview Features | Whatsapp Safety Features | Whatsapp Group | Whatsapp Cbats | Whatsapp

Whatsapp : વોટ્સએપ મેસેજિંગ એપ છે. (Photo: Freepik)

WhatsApp Update 2025: વોટ્સઅપ વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન છે. મેટાની માલિકીની વોટ્સએપ તેના વપરાશકર્તાઓની ગોપનીયતાને ધ્યાનમાં રાખીને સતત સિક્યોરિટી ફીચર્સ રજૂ કરે છે. હવે વોટ્સપમાં એક નવું ફીચર આવ્યું છે, જે યુઝર્સને ગ્રૂપ ચેટમાં પર્સનલાઇઝ્ડ લેબલ્સ સાથે પોતાને ટેગ કરવાની મંજૂરી આપે છે. આ નવા ફીચરનો હેતુ ખૂબ જ સ્પષ્ટ છે – ઘણા બધા મેસેજ વચ્ચે આ સ્પષ્ટતા લાવવી, જેથી લોકો જાતે નક્કી કરી શકે કે તેઓ કેવા દેખાય છે.

Advertisment

જો કે, આ ફીચર હાલમાં એન્ડ્રોઇડ બીટા ટેસ્ટરના પસંદગીના વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. પરંતુ કેટલાક પ્રારંભિક અહેવાલો અનુસાર, તે કોમ્યુનિટીઝ, વર્ક ટીમ અને મોટા મિત્ર જૂથો માટે એક મોટું અપડેટ હોઈ શકે છે.

વોટ્સઅપ નવું ટેગ ફીચર શું છે?

વૈવિધ્યપૂર્ણ અને ટૂંકું : દરેક ટેગ 30 અક્ષરો સુધી હોઈ શકે છે, પરંતુ કેટલાક નિયમો છે - જેમ કે ખાસ પ્રતીકો, લિંક્સ અથવા વેરિફિકેશન ચેકમાર્ક્સ શામેલ નથી.

જાતે ચેટ કરનાર ફીચર : એડમિન દ્વારા આપવામાં આવેલા ટાઇટલથી વિપરીત, આ ટેગ સંપૂર્ણપણે યુઝર્સના નિયંત્રણ હેઠળ છે. બીજું કોઈ તમારા માટે ટેગ સેટ કરતું નથી.

Advertisment

ગ્રૂપ સ્પેસિફિકેશન : તમે જે ટેગ એક ગ્રૂપમાં સેટ કરો છે, જે માત્ર તે જ ગ્રૂપ માટે લાગુ થાય છે. એટલે ે જો તમે વર્ક ચેટમાં "પ્રોજેક્ટ મેનેજર" છો, તો પછી તમે મિત્રોના ગ્રૂપમાં "Foodie" જ રહેશો.

બધા ડિવાઇસ પર ઉપલબ્ધ: જ્યાં સુધી તમે સમાન વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યા હોવ ત્યાં સુધી તમે ફોન બદલો અથવા એપ્લિકેશનને ફરીથી ઇન્સ્ટોલ કરો ત્યારે પણ તમારું ટેગ રહે છે.

તમારો ટેગ કેવી રીતે સેટ અને એડિટ કરવો ?

કોઇ ગ્રૂપમાં પોતાનું લેબલ આપવા માટે નીચેના પગલાં અનુસરો

સૌ પ્રથમ તમારા એન્ડ્રોઇડ ફોનમાં વોટ્સએપ ગ્રૂપ ઓપન કરો

  • પછી Group Info સ્ક્રીન પર જાઓ
  • હવે વોટ્સઅપ ગ્રૂપની મેમ્બર યાદીમાં તમારું નામ શોધો
  • તમારા નામ પર ટેપ કરો અને પછી Add tag અથવા Edit tag નો વિકલ્પ પસંદ કરો
  • પછી તમારા લેબલ (જેમ કે ડિઝાઇનર્સ, કોચ અથવા મોડરેટર) એન્ટર કરો અને Save પર ટેપ કરો
  • Save કર્યા પછી, તે ગ્રૂપની દરેક વ્યક્તિ તમારા નામની બાજુમાં આ લેબલ અથવા ટેગ જોશે

લેબલ શા માટે મહત્વપૂર્ણ છે?

તમને જણાવી દઈએ કે આજકાલ ઘણા લોકો ઘણા જુદા જુદા વોટ્સએપ ગ્રુપનો ભાગ છે. આ નવું અપડેટ આવા લોકો માટે પરફેક્ટ છે. આ મદદથી, વોટ્સઅપ ગ્રૂપ મેમ્બર એડમિનને કોલ કે મેસજ કર્યા વગર સરળતાથી સમજી શકે છે કે ગ્રૂપમાં ક્યા મેમ્બરો છે.

તમને જણાવી દઈએ કે વોટ્સઅપે યુઝર્સ માટે ટેગ ફીચર વૈકલ્પિક રાખ્યું છે. સભ્યો તેને જાતે નિયંત્રિત કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે આ ફીચર હાલમાં બીટા ફેઝમાં છે, તેથી બધા યુઝર્સ સુધી પહોંચવામાં થોડો સમય લાગી શકે છે. વોટ્સએપ સામાન્ય રીતે ધીમે ધીમે તમામ મોટા અપડેટ્સ રોલ કરે છે. જો ટેસ્ટિંગ સારું હોય તો આગામી સમયમાં તમામ એન્ડ્રોઇડ અને આઇઓએસ યુઝર્સ રોલ બેઝ્ડ ટેગ્સનું આ નવું ફીચર મેળવી શકે છે.

ટેકનોલોજી બિઝનેસ સ્માર્ટફોન