/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/whatsapp-message-edit-feature.jpg)
WhatsApp : વોટ્સએપ સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ છે. (Express Photo)
WhatsApp New Security Feature Of Email Verification : લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ તેના વપરાશકર્તાઓની સુરક્ષા અને ગોપનીયતાને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે ઈમેલ વેરિફિકેશન ફિચર ડેવલપ કરી રહ્યું છે. WaBetaInfoના એક રિપોર્ટ અનુસાર કંપની એકાઉન્ટ વેરિફિકેશન માટે ઈમેલ એડ્રેસનો ઉપયોગ કરીને તમારા એકાઉન્ટને સુરક્ષિત કરે તેવી અપેક્ષા છે. આ ફિચર વેબસાઈટ વોટ્સએપ બીટા દ્વારા એન્ડ્રોઈડ 2.23.18.19 અપડેટ માટે જોવામાં આવ્યું હતું જે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. WhatsApp મૂળભૂત રીતે તમારા વેરિફિકેશન માટે તમારા ઈમેલ એડ્રેસનો ઉપયોગ કરશે.
વોટ્સએપનો એકથી વધારે ડિવાઇસમાં ઉપયોગ કરી શકાશે (WhatsApp Web)
આ ફિચર્સ વપરાશકર્તાઓને તેમના WhatsApp એકાઉન્ટ સાથે ઈમેલ એડ્રેસ લિંક કરવાની મંજૂરી આપીને હાલના ટુ-સ્ટેપ વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરશે. આ ફિચર્સમાં એકાઉન્ટની સિક્યોરિટી ટેકનોલોજી સહિત ઘણા ફાયદા મળવાની અપેક્ષા છે અને તે ડેટા રિકવરીમાં પણ મદદરૂપ થઈ શકે છે. વેરિફાઈડ ઈમેલ એડ્રેસને તેમના એકાઉન્ટ સાથે લિંક કરીને, તમે તમારા ઈમેલ અને WhatsApp પ્રોફાઇલ વચ્ચેની લિંકને વધુ મજબૂત અને સુરક્ષિત રાખી શકો છો. આ ફિચર્સથી યુઝર્સ તેના વોટ્સ્અપને એક કરતા વધારે ડિવાઇસમાં ઉપયોગ કરી શકશે.
આ પણ વાંચો | હવે Whatsapp પર યુઝર્સ ટૂંક સમયમાં નામ વગર ગ્રુપ બનાવી શકશે
વોટ્સએપનું નવુ ફિચર્સ હાલ ટેસ્ટિંગના તબક્કામાં (Whatsapp New Feature Update)
અત્રે નોંધનિય છે કે, વોટ્સએપની પેરેન્ટ કંપની, ફેસબુક (હવે મેટા) ભૂતકાળમાં યુઝર્સના ડેટા અને ગોપનીયતા સંબંધિત ચિંતાઓને લઈને તપાસનો સામનો કરી ચૂકી છે. આ ઘટનાક્રમમાં નવા ફિચર્સને આ મુદ્દાઓને ઉકેલવા તરફની દિશામાં એક પગલા તરીકે જોઈ શકાય છે. ઉલ્લેખનિય છે કે, ઈમેલ વેરિફિકેશન ફિચર ક્યારે રિલિઝ થશે તેની ચોક્કસ તારીખ હજી સુધી જાહેર કરાઇ નથી. હાલ વોટ્સએપ તેના પસંદગીના યુઝર્સ સાથે નવા ફિચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us