/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/whatsapp-.jpg)
દુનિયાભરના લાખો WhatsApp યુઝર્સને ટૂંક સમયમાં જ સારા સમાચાર મળી શકે છે
Whatsapp Offline File Sharing Features : દુનિયાભરના લાખો WhatsApp યુઝર્સને ટૂંક સમયમાં જ સારા સમાચાર મળી શકે છે. યુઝર્સ ફોટો, વીડિયો અને ડોક્યુમેન્ટ જેવી ફાઇલ્સ ટૂંક સમયમાં જ ઇન્ટરનેટ કનેક્શન વગર વોટ્સએપમાં શેર કરી શકશે. વોટ્સઅપ સાથે જોડાયેલા સમાચારો પર નજર રાખનાર પબ્લિકેશન WABetaInfoએ આ જાણકારી આપી છે. આ ફિચર ફાઇલ શેરિંગ બ્લૂટૂથ પર આધારિત રહેશે.
બ્લૂટૂથને ચાલુ કરીને ફાઈલ શેર કરવાની રહેશે
રિપોર્ટ અનુસાર વોટ્સએપ યૂઝર્સને સેટિંગમાં જઈને પોતાના બ્લૂટૂથને ચાલુ કરીને ફાઈલ શેર કરવાની રહેશે. આ ફાઇલો મેટા-માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશનના અન્ય ટેક્સ્ટની જેમ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હશે.
WABetaInfo રિપોર્ટમાં લીક થયેલા સ્ક્રીનશોટમાં બતાવવામાં આવ્યું છે કે આ ફીચરને કામ કરવા માટે એપને એન્ડ્રોઇડની પરવાનગીની જરૂર પડશે. ઓફલાઇન ફાઇલો શેર કરવા માટે જરૂરી છે કે જે ડિવાઇસ સાથે તમે ફાઇલ શેર કરી રહ્યાં છો તેમાં ઓફલાઇન ફાઇલ-શેરિંગ સુવિધા ઉપલબ્ધ હોય. આ સુવિધા એપ્લિકેશનના આગામી અપડેટમાં રોલ આઉટ થવાની સંભાવના છે.
યૂઝર્સને વધારાની પ્રાઈવસી મળશે
આ ફીચરથી યૂઝર્સ એપની સ્ક્રીન ઉપર પણ પરમિશન આપી શકશે, જેથી બંને ડિવાઇસ કનેક્ટેડ રહી શકે. આ એક ઓપ્ટ-ઇન પ્રક્રિયા છે અને તમારી પરવાનગી વિના કોઈ પણ તમને ફાઇલો મોકલી શકશે નહીં. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ પ્રક્રિયામાં મોકલનાર અને રિસીવરના ફોન નંબર છુપાવવામાં આવશે. એટલે કે યૂઝર્સને વધારાની પ્રાઈવસી મળશે.
આ પણ વાંચો - EV SUV : વર્ષ 2024 માં ટોચની આ પાંચ ઈવી એસયુવીની રાહ જોવાઈ રહી છે
રિપોર્ટ અનુસાર નજીકના ડિવાઇસને ઓળખવા, જોડવા અને શોધવા માટે તેમની પોઝિશનની પરવાનગી જરૂરી છે. યુઝર્સ જ્યારે ઇચ્છે ત્યારે પોતાના ફોનના સેટિંગમાં જઇને આ પરવાનગીઓ બંધ કરી શકશે.
આ ફીચર પર હજુ પણ કામ ચાલી રહ્યું છે, તેથી તેની રિલીઝ સાથે જોડાયેલી કોઈ તારીખ કે સમયની જાણકારી આપવામાં આવી નથી. આ ફીચર ઉપરાંત વોટ્સએપ કોન્ટેક્ટ નોટ્સ નામના એક ફીચર ઉપર પણ કામ કરી રહ્યું છે. આ ફીચરથી વોટ્સએપ યૂઝર્સ પોતાના કોન્ટેક્ટ્સ સાથે નોટ શેર કરી શકશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us