WhatsApp Wedding Invite Scam: વોટ્સઅપ મોટાભાગના લોકોના મોબાઇલ ફોનમાં હોય છે. વોટ્સઅપ વડે મેસેજ ચેટિંગ, વીડિયો કોલ સહિત ફોટા અને ડોક્યુમેન્ટ જેવી કામગીરી સરળતાથી કરી શકાય છે. જો કે, હાલ વોટ્સઅપ દ્વારા છેતરપીંડિની ઘટનાઓ વધી ગઇ છે. તાજેતરમાં એક કર્મચારીને વોટ્સએપ પર આવેલી એક લિંક ક્લિક કરવાથી 1.9 લાખ રૂપિયાનું નુકસાન થયું છે! જાણો આ ઓનલાઇન કૌભાંડોથી કેવી રીતે રહેશો
સુરક્ષિત વોટ્સએપના કારણે આજના સમયમાં ઘણી વસ્તુઓ સરળ થઇ ગઇ છે. આજકાલ લોકોએ વોટ્સએપ દ્વારા લગ્નના કાર્ડ મોકલવાનું શરૂ કરી દીધું છે. હાલના સમયમાં આ ટ્રેન્ડ ખાસ્સો પોપ્યુલર થઇ ગયો છે. એક સરકારી કર્મચારી માટે ડિજિટલ વેડિંગ કાર્ડ ગેરલાભ બની ગયું. જેમાં તેણે લગભગ 1.9 લાખ રૂપિયા ગુમાવ્યા હતા! અહીં જાણો શું છે આ કૌભાંડ અને તે કેવી રીતે સુરક્ષિત રહી શકે છે?
વોટ્સએપ વેડિંગ કાર્ડનું કૌભાંડ
આમાં કર્મચારીને અજાણ્યા નંબર પરથી એક મેસેજ આવ્યો હતો જેમાં લગ્નનું આમંત્રણ હતું. આ મેસેજમાં એક તારીખ અને મેસેજ લખેલો હતો, તેની સાથે એક ફાઇલ પણ હતી જે પીડીએફ ફોર્મેટમાં વેડિંગ કાર્ડ જેવી લાગતી હતી. જોકે, આ ફાઇલ એન્ડ્રોઇડ એપ પેકેજ (એપીકે) હતી.
પીડિતા એ જેવું જ ફાઈલ પર ક્લિક કર્યું કે તરત જ આ એપીકે તેના ફોનમાં ઈન્સ્ટોલ થઈ ગયું. આ એપીકે ફાઇલે સ્કેમર્સને ફોનની સંપૂર્ણ એક્સેસ આપી હતી. જોતજોતામાં, સ્કેમર્સે તેની બેંક એપ્લિકેશનનો એક્સેસ મેળવી લીધો અને તેના ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કર્યા.
સાયબર સેલમાં ફરિયાદ દાખલ, પણ
માહિતી મળ્યા બાદ પોલીસે સાયબર સેલ વિભાગમાં ગુનો નોંધ્યો છે, પરંતુ ગુનેગારોને પકડવા એ એક પડકાર છે. અધિકારીઓએ કહ્યું છે કે આ કોઈ એકલદોકલ ઘટના નથી. હિમાચલ પ્રદેશ અને અન્ય રાજ્યોની સાયબર પોલીસે અગાઉ આ કૌભાંડ અંગે એડવાઇઝરી જારી કરીને લોકોને અજાણ્યા નંબરો પરથી ફાઇલો ડાઉનલોડ કરવાનું ટાળવાની અપીલ કરી હતી.
વોટ્સઅપ ઓનલાઇન ફ્રોડથી કેવી રીતે સુરક્ષિત રહેવું?
- વોટ્સએપ કે મેસેજ પર ક્યારેય અજાણ્યા નંબરથી આવેલા મેસેજ કે ફાઇલ પર ક્લિક ન કરવું જોઇએ.
- કોઇપણ લિંક કે ફાઇલ પર ક્લિક કરતા પહેલા તે વેરિફાઇ કરો.
- તમારા મોબાઇલ પર કોઇ અજાણી એપ ડાઉનલોડ ન કરો.
- તમારે તમારા એન્ડ્રોઇડ ફોનમાં ગૂગલ પ્લે સ્ટોર સિવાય અન્ય કોઇ ફાઇલ ઇન્સ્ટોલ ન કરવી જોઇએ.





