Cheapest Gold Price: દુનિયાના ક્યા દેશમાં મળે છે સૌથી સસ્તું સોનું? તાજેતરના કડાકા બાદ સોનાનો ભાવ શું છે? જાણો

Cheapest Gold Price In World : સોના ચાંદીના ભાવમાં કડાકા બાદ રોકાણખારો અને સામાન્ય લોકોનું ધ્યાન તેની તરફ ખેંચાયું છે. દુનિયામાં ઘણા દેશો છે જ્યાં ભારત કરતા ઘણું સસ્તું સોનું વેચાય છે.

Cheapest Gold Price In World : સોના ચાંદીના ભાવમાં કડાકા બાદ રોકાણખારો અને સામાન્ય લોકોનું ધ્યાન તેની તરફ ખેંચાયું છે. દુનિયામાં ઘણા દેશો છે જ્યાં ભારત કરતા ઘણું સસ્તું સોનું વેચાય છે.

author-image
Ajay Saroya
New Update
Cheapest Gold Price In World | Gold Silver Price today

Cheapest Gold Price In World : દુનિયાના ઘણા દેશોમાં ભારત કરતા સસ્તું સોનું મળે છે. Photograph: (Freepik)

Cheapest Gold Price Country Name: સોના ચાંદીના ભાવમાં કડાકાથી દુનિયાભરના રોકાણખારો અને સામાન્ય લોકોનું ધ્યાન તેની તરફ ખેંચાયું છે. તાજેતરમાં ઐતિહાસિક ટોચે પહોંચ્યા બાદ સોના ચાંદીના ભાવમાં તીવ્ર કડાકો બોલાયો છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતા અને સટ્ટાકીય ટ્રેડ્રિંગથી સોના ચાંદીમાં આવેલી તેજીને બ્રેક લાગી છે. ભારતમાં હાલ સોનાનો ભાવ 1.65 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને કિલો ચાંદીની કિંમત 2.70 લાખ રૂપિયા આસપાસ બોલાય છે. દુનિયામાં એવા ઘણા દેશો છે જ્યાં સોનું ચાંદીની કિંમત ભારત કરતા ઘણી ઓછી છે. ચાલો દુનિયામાં સૌથી સસ્તુ સોનું ક્યા દેશમાં વેચા છે.

Advertisment

વૈશ્વિક બજારમાં સોના ચાંદી ધડામ

વૈશ્વિક બુલિયન બજારમાં સોમવારે સોના ચાંદીના ભાવ કકડભૂસ થયા હતા. સોનું 7.7 ટકા ઘટી 4500 ડોલર આસપાસ પ્રતિ ટ્રોય થયું હતું તો ચાંદી 14 ટકા તૂટી 72 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી. ઓલટાઇમ હાઇ લેવલથી વૈશ્વિક સોનું 1100 ડોલર અને ચાંદી 50 ડોલર સુધી ઘટી ગઇ છે. 

ભારતમાં સોના ચાંદીના ભાવ ધડામ

વૈશ્વિક બુલિયન બજારની અસરે ભારતમાં પણ સોના ચાંદીના ભાવ નોંધપાત્ર ઘટ્યા છે. વાયદા બજારમાં એમસીએક્સ ચાંદી 4.20 લાખ રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચી હતી. તો એમસીએક્સ સોનાનો ભાવ 1.85 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઓલટાઇમ હાઇ લેવલ પર પહોંચ્યો હતો. ત્યારબાદ સોનું ઘટીને 1.40 લાખ રૂપિયા અને ચાંદી વાયદો 2.50 લાખ રૂપિયાની નીચે ઉતરી ગયો હતો. આમ સર્વોચ્ચ સપાટીથી લગભગ સોનામાં 40 હજાર રૂપિયા અને ચાંદીમાં 1.70 લાખ રૂપિયાનો કડાકો બોલાયો હતો.

સોનું કડાકા બાદ ક્યા દેશમાં સૌથી સસ્તુ મળે છે?

પીળી કિંમતી ધાતુમાં ઘટાડા બાદ અલગ અલગ દેશોમાં મોટો ભાવ તફાવત દેખાય છે. ભારતમાં ઉંચી કસ્ટમ ડ્યૂટી, જીએસટી અને મજબૂત સ્થાનિક માંગના કારણે સોનું મોંઘું છે, જ્યારે અમુક દેશોમાં તુલનાત્મક રીતે તે સસ્તું મળી રહ્યું છે. ભારતીયો એવી ધારણા છે કે, દુનિયામાં સૌથી સસ્તુ સોનું દુબઇમાં વેચાય છે. જો કે હકીકતમાં એવું નથી.

Advertisment

દુબઇ સહિત દુનિયામાં ઘણા દેશો છે જ્યાં અત્યંત સસ્તું સોનું વેચાય છે, જેમા અમેરિકા સૌથી ઉપર છે. અમેરિકામાં 24 કેરેટ સોનાની કિંમત લગભગ 15905 રૂપિયા પ્રતિ 1 ગ્રામ આસપાસ છે. તો 22 કેરેટ સોનું લગભગ 15078 અને 18 કેરેટ સોનું 12317 રૂપિયા પ્રતિ 1 ગ્રામ છે.

ઓસ્ટ્રેલિયા બીજા ક્રમે

સૌથી સસ્તુ સોનાના મામલે ઓસ્ટ્રેલિયા બીજા નંબર છે. અહીં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 1 ગ્રામ દીઠ 15000 રૂપિયા આસપાસ છે. તો 22 કેરેટ અને 18 કેરેટ સોનું તેનાથી પણ સસ્તું છે.

સિંગાપુરમાં પણ સોનું સસ્તું

સિંગાપુર એશિયાનું સૌથી સસ્તું ગોલ્ડ માર્કેટ મનાય છે. અહીં 24 કેરેટ સોનાની કિંમત 14,300 રૂપિયા પ્રતિ 1 ગ્રામ છે. તો 22 કેરેટ ગોલ્ડની કિંમત 12845 રૂપિયા આસપાસ છે. ઉપરાંત ઇન્ડોનેશિયા સ્વિત્ઝર્લેન્ડ, દુબઇ, ભૂટાન, માલવી અને કોલંબિયા જેવા દેશોમાં પણ ભારત કરતા સસ્તું સોના ચાંદી મળી રહ્યું છે.

સોનું ચાંદી બિઝનેસ