મુકેશ અંબાણી કે નીતા અંબાણી નહીં આ વ્યક્તિ છે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સૌથી મોટા શેરધારક

Reliance Industries Shareholding Pattern : મુકેશ અંબાણી પાસે 117 અબજ ડોલરની જંગી સંપત્તિ હોવા છતાં તેઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સૌથી મોટા શેરધારક નથી.

Written by Ajay Saroya
March 07, 2024 16:29 IST
મુકેશ અંબાણી કે નીતા અંબાણી નહીં આ વ્યક્તિ છે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સૌથી મોટા શેરધારક
Mukesh Ambani Family : મુકેશ અંબાણી પરિવારના સભ્યો (Photo - _ishaambanipiramal)

Reliance Industries Shareholding Pattern : ગુજરાતના જામનગરમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી દ્વારા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેલિબ્રેશન કરવામાં આવ્યું છે. આ ગ્રાન્ડ સેલિબ્રેશનમાં દેશ અને વિદેશથી દિગ્ગજ ઉદ્યોગપત અને જાણીતા સેલિબ્રિટી આવ્યા હતા. આ ભવ્ય સેલિબ્રેશનથી ભારત અને એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીની સંપત્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં શેરહોલ્ડિંગ તરફ સૌનું ધ્યાન ખેંચાયું છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સૌથી મોટા શેરધારક કોણ?

વ્યાપક ધારણાથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી વધુ હિસ્સો ધરાવતી વ્યક્તિ મુકેશ અંબાણી , નીતા અંબાણી , ઈશા અંબાણી, આકાશ અંબાણી અથવા અનંત અંબાણી નથી. મુકેશ અંબાણી પાસે 117 અબજ ડોલર (રૂ. 97,66,89,81,30,000) ની જંગી સંપત્તિ હોવા છતાં તેઓ રિલાયન્સના સૌથી મોટા શેરધારક નથી. રિલાયન્સમાં મહત્તમ હિસ્સેદારી ધરાવતા વ્યક્તિ અન્ય કોઈ નથી પરંતુ અંબાણી પરિવારના સ્તંભ ગણાતા કોકિલાબેન અંબાણી છે.

Kokilaben Ambani | Kokilaben Ambani Net Worth | Mukesh Ambani mother name | Akash Ambani
કોકિલાબેન અંબાણી મુકેશ અંબાણીના માતા છે. (Photo – _ishaambanipiramal)

RILમાં અંબાણી પરિવારનો હિસ્સો કેટલો?

રિલાયન્સ પ્રમોટર જૂથની અંદર, જેમાં અંબાણી પરિવારનો સમાવેશ થાય છે, તેઓ સામૂહિક રીતે કંપનીના 50.39 ટકા શેરહોલ્ડિંગ ધરાવે છે અને બાકીનો 49.61 ટકા હિસ્સો જાહેર શેરધારકો પાસે છે, જેમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો અને કોર્પોરેટ એન્ટિટી પણ સામેલ છે.

રિલાયન્સમાં કોકિલા બેન અંબાણીનું શેરહોલ્ડિંગ કેટલું?

કોકિલાબેન અંબાણી આમ તો કંપનીના રોજબરોજના કારોબારમાં સક્રિય રીતે સંકળાયેલા નથી, જો કે તેમની પાસે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના 1,57,41,322 શેર છે, જે કંપનીમાં 0.24 ટકા હિસ્સો દર્શાવે છે. તેનાથી વિપરીત, મુકેશ અંબાણીના સંતાન – આકાશ, ઈશા અને અનંત અંબાણી પ્રત્યેક પાસે 80,52,021 શેર છે, આમ દરેકનો અંદાજે 0.12 ટકા હિસ્સો છે.

આ પણ વાંચો | ભારતના ટોચના 10 ધનિકમાં માત્ર એક મહિલા, અંબાણી અને અદાણી બંનેમાંથી કોણ સૌથી ધનવાન? જુઓ યાદી

લો પ્રોફાઇલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રત્યક્ષ રીતે સંકળાયેલા ન હોવા છતાં કોકિલાબેન અંબાણી પરિવાર માટે આધારભૂત આધારસ્તંભ છે. આમ તો તેમની નેટવર્થ વિશે ઘોષણા કે સ્પષ્ટતા કરવામાં આવી હતી પણ એક પ્રાથમિક અંદાજ મુજબ તેમની સંપત્તિ આશરે રૂ. 18,000 કરોડ જેટલી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ