Who is Leah Tata: ટાટાનું નામ વિશ્વમાં ખૂબ પ્રખ્યાત છે. આ પરિવારને ભાગ્યે જ ક્યાંય પોતાની ઓળખ જાહેર કરવાની જરૂર પડતી હશે. હવે ટાટા ગ્રુપ નવી પેઢીને આગળ લઈ જવા પર ભાર આપી રહ્યું છે. લેહ ટાટા છેલ્લા ઘણા મહિનાઓથી સમાચારોમાં છે. નોએલ ટાટાના ત્રણ બાળકોમાં લેહ ટાટા સૌથી મોટી છે.
લેહ ટાટા કોણ છે?
ટાટા પરિવારમાંથી આવતા, લેહ ટાટાનો જન્મ નોએલ ટાટા અને આલૂ મિસ્ત્રીના ઘરે થયો હતો. તેના માતા-પિતા બંને અત્યંત સફળ બિઝનેસ બેકગ્રાઉન્ડમાંથી આવે છે. તેણે મેડ્રિડની IE બિઝનેસ સ્કૂલમાંથી માર્કેટિંગમાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી. 2010માં લુઈ વુઈટન સાથે ત્રણ મહિનાની ઇન્ટર્નશિપને બાદ કરતાં, લેહ ટાટાએ છેલ્લાં દસ વર્ષનો મોટા ભાગનો સમય ભારતીય હોટેલ ઉદ્યોગ માટે કામ કર્યું છે. અહીં તેમણે નેતૃત્વના પદ પર કામ કર્યું છે. લેહ ટાટાએ 2006માં તાજ હોટેલ્સ રિસોર્ટ્સ એન્ડ પેલેસિસના આસિસ્ટન્ટ સેલ્સ મેનેજર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
ત્રણ ભાઈ-બહેનો, લેહ, માયા અને નેવિલને ટાટા મેડિકલ સેન્ટર ટ્રસ્ટ (TMCT)ના ટ્રસ્ટી તરીકે સેવા આપવા માટે પસંદ કરવામાં આવ્યા છે. રતન ટાટાએ મે 2011માં હોસ્પિટલ ખોલી હતી. ટાટા ફિલાન્થ્રોપિક ઓર્ગેનાઈઝેશનના બોર્ડમાં પ્રથમ વખત ત્રણ યુવાનોની નિમણૂક કરવામાં આવી છે. 154 વર્ષ જૂના ટાટા ગ્રૂપની નેક્સ્ટ જનરેશન લીડરશીપ વિકસાવવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
ટાટા ઈન્ટરનેશનલ એ એવી જગ્યા છે, જ્યાં નોએલ ટાટાએ પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જૂન 1999માં તેઓ ટ્રેન્ટના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત થયા. તેમની માતા સિમોન ડુનોયરે બિઝનેસ શરૂ કર્યો. તેમણે વેસ્ટસાઇડનું નિર્માણ કર્યું અને તેને સફળ બિઝનેસ બનાવ્યો. નોએલ નવલ ટાટાને 2003માં ટાઇટન ઇન્ડસ્ટ્રીઝ અને વોલ્ટાસના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વેસ્ટસાઇડ અને બુકસ્ટોર લેન્ડમાર્ક ટ્રેન્ટ દ્વારા ચલાવવામાં આવે છે.
આ પણ વાંચો – Google 25th Anniversary: ગૂગલ સાથે જોડાયેલી 9 રસપ્રદ વાતો, જાણીને તમને પણ લાગશે નવાઈ
તનિષ્ક, ટાઇટન, ટાઇટન I અને ફાસ્ટ્રેક ટાઇટન એ કંપનીની માલિકીની કેટલીક બ્રાન્ડ્સ છે. નોએલ ટાટાના સાળા સાયરસ મિસ્ત્રીની 2011માં રતન ટાટાના સ્થાને નિમણૂક કરવામાં આવી હતી. જો કે 2016 માં તેમને ટાટા સન્સના વડા તરીકે દૂર કરવામાં આવ્યા હતા અને રતન ટાટાએ ફેબ્રુઆરી 2017 સુધી સંસ્થા પર અસ્થાયી રૂપે નિયંત્રણ મેળવ્યું હતું. નેવલ એચ. ટાટા અને તેમની બીજી પત્ની, સિમોન, નોએલ ટાટાના માતા-પિતા છે. તેમણે ટાટા સન્સના ચેરમેન સ્વર્ગસ્થ સાયરસ મિસ્ત્રીની બહેન આલુ મિસ્ત્રી સાથે લગ્ન કર્યા છે.