ભાડા કરાર 11 મહિનાનો જ કેમ બનાવવામાં આવે છે? જાણો આ પાછળનું કારણ

Rent Agreement Rule : એક વર્ષમાં 12 મહિના હોય છે, તેમ છતાં ભાડા કરારમાં એક મહિનો ઓછો કેમ થાય છે અને તેની પાછળનું કારણ શું છે? આવો તમને વિગતવાર જણાવીએ

Rent Agreement Rule : એક વર્ષમાં 12 મહિના હોય છે, તેમ છતાં ભાડા કરારમાં એક મહિનો ઓછો કેમ થાય છે અને તેની પાછળનું કારણ શું છે? આવો તમને વિગતવાર જણાવીએ

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
rent agreement, rent agreement laws

જ્યારે લોકો ઘર ભાડે રાખે છે ત્યારે તે સમયે તેમને ભાડા કરાર કરવો પડે છે. (Photo : Freepik)

Rent Agreement Rule : દેશભરના લોકો કામની શોધમાં મોટા શહેરોમાં જતા રહે છે અને અહીં ભાડાના ઘરમાં રહેવું પડે છે. જ્યારે લોકો ઘર ભાડે રાખે છે ત્યારે તે સમયે તેમને ભાડા કરાર કરવો પડે છે. તે સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે અને આ કરારમાં ઘણા પ્રકારની માહિતી લખવામાં આવી છે. પરંતુ ખાસ વાત એ છે કે આખા વર્ષ માટે ભાડા કરાર માત્ર 11 મહિના માટે જ કરવામાં આવે છે. હવે તમે વિચારતા હશો કે વર્ષમાં 12 મહિના હોય છે, તેમ છતાં એક મહિનો ઓછો કેમ થાય છે અને તેની પાછળનું કારણ શું છે? આવો તમને વિગતવાર જણાવીએ.

Advertisment

આ માટે ભાડા કરાર 11 મહિનાનો બનાવવામાં આવે છે

ભારતીય કાયદાઓ પણ ભાડૂઆત માટે પણ નિયમો બનાવ્યા છે. આમાં એકમાં ભાડા કરાર સંબંધિત કાયદાનો સમાવેશ થાય છે. એક વર્ષમાં 12 મહિના હોવા છતાં ભારતીય નોંધણી અધિનિયમ 1908ની કલમ 17(ડી) હેઠળ એક વર્ષથી ઓછા સમયગાળા માટે ભાડા કરાર કે લીઝ એગ્રીમેન્ટની નોંધણી કરાવવી ફરજિયાત નથી. આનો અર્થ એ છે કે મકાનમાલિકો કોઈપણ રજિસ્ટ્રેશન વગર 11 મહિના માટે જ ભાડા કરાર કરી શકે છે. એટલે કે ભાડાનું મકાન આપતી વખતે મકાનમાલિકો અને ભાડૂઆતોને સબ રજીસ્ટ્રાર કચેરીમાં જઈને દસ્તાવેજોની નોંધણી કરાવી રજિસ્ટ્રેશન ચાર્જ ભરવાની જરૂર રહેતી નથી.

જાણકારોના મતે ભારતમાં ભાડાના મોટા ભાગના કાયદા ભાડુઆતની તરફેણમાં રાખવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં જો મિલકતના માલિકનો ભાડૂઆત સાથે વિવાદ થઇ જાય અને તે ભાડૂઆત પાસેથી મિલકત ખાલી કરવા માંગતો હોય તો તે તેના માટે ખૂબ જ મુશ્કેલ કાર્ય છે.

આ પણ વાંચો - 11.5 ઇંચની સ્ક્રીન સાથે નવું Realme Pad 2 WiFi વેરિઅન્ટ ટેબ્લેટ લોન્ચ, કિંમત ખૂબ જ ઓછી

Advertisment

થોડી ચૂક થવાને કારણે મિલકતના માલિકે પોતાની મિલકત માટે વર્ષો સુધી કાનૂની લડત લડવી પડે છે. આ મોટું કારણ છે કે નોટરી રેન્ટ એગ્રીમેન્ટ માત્ર 11 મહિના માટે જ કરવામાં આવે છે અને તે કાયદાકીય રીતે માન્ય છે. જો વિવાદ થાય તો એગ્રીમેન્ટને પુરાવા તરીકે રજૂ કરી શકાય છે.

રેન્ટ ટેનન્સી એક્ટમાં ભાડા અંગે વિવાદ હોય અને મામલો કોર્ટમાં જાય તો કોર્ટને ભાડું નક્કી કરવાનો અધિકાર છે. ત્યારે મકાન માલિક તેનાથી વધુ ભાડું ન લઈ શકે.

સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી ભરવી પડતી નથી

11 મહિનાનો ભાડા કરાર બનાવવા પાછળનું અન્ય એક મોટું કારણ એ પણ છે કે આ સમયગાળાના કરાર માટે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી ભરવી પડતી નથી. જો ભાડા કરાર એક વર્ષથી ઓછા સમયગાળા માટે કરવામાં આવે છે તો તેના પર ચૂકવવાપાત્ર સ્ટેમ્પ ડ્યુટી ફરજિયાત નથી. 11 મહિનાનો ભાડા કરાર મકાન માલિકની તરફેણમાં છે. ભાડા કરારની ફી ભાડુઆતને ચૂકવવી પડે છે. સામાન્ય રીતે નોટરી રેન્ટ એગ્રીમેન્ટ તૈયાર કરવા માટે 100 કે 200 રૂપિયાના સ્ટેમ્પ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે.

દેશ બિઝનેસ