/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/ipo.jpg)
શેરબજારમાં લિસ્ટિંગ થવા કંપનીઓ આઈપીઓ લાવે છે. (Photo - Freepik)
Winsol Engineers IPO Listing Share Price: આઈપીઓ શેરબજારના રોકાણકારોને તગડી કમાણી કરાવી રહ્યા છે. એનએસઇ એસએમઇ પર લિસ્ટિંગ સાથે આ પબ્લિક ઇશ્યૂએ રોકાણકારોને લગભગ 400 ટકાનું જંગી રિટર્ન આપ્યું છે. આ સાથે શેરમાં અપર સર્કિટ લાગી છે. તમને જણાવી દઇયે કે, છેલ્લા ઘણા સમયથી એસએમઇ પ્લેટફોર્મ પર ઘણી એસએમઇ કંપનીના આઈપીઓ લિસ્ટિંગ થયા છે જેમા રોકાણકારોને આકર્ષક વળતર મળ્યું છે.
વિનસોલ એન્જિનિયરિંગ આઈપીઓનું ધમાકેદાર લિસ્ટિંગ (Winsol Engineers IPO Listing)
વિનસોલ એન્જિનિયરિંગ આઈપીઓનું એનએસઇ એસએમઇ પ્લેટફોર્મ ધમાકેદાર લિસ્ટિંગ થયુ છે. 75 રૂપિયાની ઇશ્યૂ ભાવ વાળો શેર એસએમઇ પ્લેટફોર્મ પર 365 રૂપિયાના ભાવે ખૂલ્યો છે. આમ આઈપીઓ રોકાણકારોને 387 ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યું છે. શાનદાર લિસ્ટિંગ સાથે જ શેરમાં લેવાલી વધતા ભાવ 5 ટકાની તેજીની સર્કિટમાં ચામાં 383.25 રૂપિયાની ટોચે પહોંચ્યો હતો. આમ રોકાણકારોને વિલ્સન એન્જિનિયરિંગના શેરમાં 411 ટકાનું શાનદાર વળતર મળ્યું છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/ipo-1.jpg)
વિનસોલ એન્જિનિયરિંગ આઈપીઓ 682 ગણો ભરાયો (Winsol Engineers IPO Share Price_
વિનસોલ એન્જિનિયરિંગના 23.36 કરોડ રૂપિયાના આઈપીઓને રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને 682.14 ગણો સબ્સક્રાઇબ થયો હતો. આઈપીઓમાં ક્યુઆઈપી પોર્શન 207.33 ગણો, એનઆઈઆઈ પોર્શન 1087.81 ગણો અને નાના રોકાણકારોનો પોર્શન 780.15 ગણો ભરાયો હતો. આઈપીઓ હેઠળ કંપનીએ 10 રૂપિયાની ફેસ વેલ્યૂ ધરાવતા 31,15,200 નવા શેર જારી કર્યા છે. કંપની આઈપીઓ દ્વારા એક્ત્ર કરેલા નાણાકીય ભંડોળનો ઉપયોગ નાણાકીય જરૂરિયાત પુરી કરવા અને સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્યો માટે કરશે.
વિનસોલ એન્જિનિયરિંગનો બિઝનેસ
વિનસોલ એન્જિનિયરિંગ કંપની સોલર અને વિન્ડ પાવર જનરેશન બિઝનેસમાં કાર્યરત છે. વિનસોલ એન્જિયરિંગ કંપની ગુજરાતના જામનગર ખાતે આવેલી છે. કંપનીના બિઝનેસ પર નજર કરીયે તો એપ્રિલ 2024 સુધી કંપની પાસે 119.53 કરોડ રૂપિયાથી વધુના 41 થી વધુ પ્રોજેક્ટ છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/ipo-1.jpg)
આ પણ વાંચો | વિરાટ કોહલીનું રોકાણ ધરાવતી કંપનીમાં કમાણીની તક, ગો ડિજિટ નો આઈપીઓ 15 મે ખુલશે, જાણો તમામ વિગત
કંપનીની નાણાકીય સ્થિતિ સતત સુધરી રહી છે. નાણાકીય વર્ષ 2021માં 49.44 લાખ રૂપિયાનો ચોખ્ખો કર્યો હતો. જે નાણાકીય વર્ષ 2022માં વધીને 1.08 કરોડ રૂપિયા અને વર્ષ 2023માં 5.18 કરોડ રૂપિયા થયો છે. આ દરમિયાન કંપનીની રેવન્યૂ વાર્ષિક 71 ટકાથી વધુના ચક્ર વૃદ્ધિ દરે વધીને 65.45 કરોડ રૂપિયા પહોંચ્યો છે. નાણાકીય વર્ષ 2023 - 24માં એપ્રિલથી ડિસેમ્બર 2023 સુધીના પ્રથમ 9 મહિનામાં 6.77 કરોડ રૂપિયાનો નફો કર્યો છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us