Two Wheeler Care Tips : શિયાળામાં ટુ વ્હીલર ચલાવો છો? બાઇક - સ્કૂટરની આ રીતે કાળજી રાખો, સારી માઇલેજ આપશે

Bike Scooter Maintenance Care Tips In Winter : શિયાળામાં બાઇક અને સ્કૂટર સ્ટાર્ટ કરવા, ઓછી માઇલેજ અને એન્જિનની સમસ્યાઓથી બચવા માટે સરળ ટિપ્સ. ઠંડીની સીઝનમાં ટુ વ્હીલર ચલાવતી વખતે આટલું ધ્યાન રાખો.

Bike Scooter Maintenance Care Tips In Winter : શિયાળામાં બાઇક અને સ્કૂટર સ્ટાર્ટ કરવા, ઓછી માઇલેજ અને એન્જિનની સમસ્યાઓથી બચવા માટે સરળ ટિપ્સ. ઠંડીની સીઝનમાં ટુ વ્હીલર ચલાવતી વખતે આટલું ધ્યાન રાખો.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Two Wheeler Care Tips In Winter | Bike Scooter Maintenance Care Tips | Two Wheeler Maintenance tips in winter

Winter Bike And Scooter Care Tips : શિયાળામાં સ્કૂટર અને બાઇકની સંભાળ રાખવાન ટીપ્સ. પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)

Two Wheeler Care and Mileage Tips In Winter : ટુ વ્હીલર ચલાવવું શિયાળામાં પડકારજનક હોય છે. ઠંડીને કારણે ઓન્જિન ઓઈલ જાડું થાય છે, બેટરી નબળી પડે છે અને માઈલેજ ઘટવા લાગે છે. જો યોગ્ય કાળજી લેવામાં ન આવે તો બાઇક અથવા સ્કૂટરને સ્ટાર્ટ કરવામાં મુશ્કેલી પડી શકે છે અને માઇલેજ પર્ફોર્મન્સ ઘટી શકે છે. જો તમે ઇચ્છો છો કે તમારી બાઇક અથવા સ્કૂટર શિયાળામાં પણ સરળ ચાલે અને સારી માઇલેજ આપે, તો ચોક્કસપણે આ મહત્વપૂર્ણ ઓટો ટીર્સ અનુસરો.

Advertisment

એન્જિનને વોર્મ અપ આપવાનું ભૂલશો નહીં

ઠંડીમાં બાઇક સ્ટાર્ટ કર્યા પછી તરત જ સ્પીડ વધારશો નહીં અને 1 -2 મિનિટ એન્જિનને આઇડલ મોડમાં ચાલવો, આમ કરવાથી તે એન્જિનન ઓઇલ યોગ્ય રીતે સર્ક્યુલેટ કરે છે અને એન્જિનની લાઇફ અને માઇલેજ બંને વધુ સારી રહે છે

એન્જિન ઓઈલ બદલો

શિયાળામાં વાહન માટે લો વિસ્કોસિટી (પાતળા) એિન્જન ઓઇલ વધુ સારું હોય છે. કંપની દ્વારા ભલામણ કરાયેલું એન્જિન ઓઇલ જ વાપરો કારણ કે સમયસર ઓઈલ બદલવાથી એન્જિન સારું રહે છે અને માઈલેજમાં સુધારો થાય છે.

બેટરી ચેક કરો

ઠંડીમાં બેટરી ઝડપથી ડિસ્ચાર્જ થઈ જાય છે, આથી ઇલેક્ટ્રિક સ્ટાર્ટ થી બાઇક ઝડપથી સ્ટાર્ટ ન થાય તો તરત જ બેટરી ચેક કરાવો. જરૂર જણાય તો બેટરીને ચાર્જ કરો અથવા બદલી નાંખો. આ સાથે જ તમારે માટે જાણવું જરૂરી છે કે, દરરોજ બાઇક ચલાવવી બેટરી માટે ફાયદાકારક છે.

Advertisment

ટાયરમાં એર પ્રેશર યોગ્ય રાખો

શિયાળાના ઠંડા હવામાનમાં ટાયરમાં એર પ્રેશર ઘટી જાય છે અને તેનાથી માઇલેજ ઘટે છે, તેથી દર 10 15 દિવસે ટાયરમાં એર પ્રેશર તપાસો કારણ કે તે યોગ્ય લેવલમાં રાખવાથી પકડ અને સલામતીમાં વધારો કરે છે.

એર ફિલ્ટર્સ અને સ્પાર્ક પ્લગ સાફ રાખો

ગંદા એર ફિલ્ટર્સ માઇલેજ ઘટાડે છે અને જો સ્પાર્ક પ્લગ્સ બરાબર ન હોય તો બાઈક સ્ટાર્ટ કરવામાં મુશ્કેલી પડે છે, તેથી સમયાંતરે બંનેને સાફ કરવા અથવા બદલવા જરૂરી છે.

વ્યવસ્થિત બાઇક ડ્રાઇવ કરો

શિયાળામાં આક્રમક રીતે બાઇક ચલાવવાનું ટાળો. બાઇક અથવા સ્કૂટર ચલાવતી વખતે અચાનક રેસ અને બ્રકિંગ ન આપવી. યાદ રાખો, મધ્યમ સ્પીડ પર વાહન ચલાવવાથી માઇલેજ વધે છે અને એન્જિન પર ઓછું દબાણ આવે છે.

બાઇક ઢાંકીને રાખો

રાત્રે વધુ પડતી ઝાકળથી ઇલેક્ટ્રિકલ પાર્ટ્સ પ્રભાવિત થઈ શકે છે, તેથી ખુલ્લામાં પાર્ક કરેલી બાઇક કવર વડે ઢાંકીને રાખો.

Auto news બિઝનેસ