વિશ્વબેન્કે પોતાના ઇન્ડિયા ડેવલોપમેન્ટ અપડેટ રિપોર્ટમાં ચાલુ નાણાંકિય વર્ષ (2022-23)માં ભારતીય અર્થવ્યવસ્થાના પૂર્વાનુમાનને 6.5થી વધારીને 6.9 ટકા કરી દીધો છે. રિપોર્ટમાં દેશની વૃદ્ધિને પ્રભાવિત કરનાર કારકોના રૂપમાં મૌદ્રિક નીતિ કડક કરવા અને કોમોડિટીની વધતી કિંમતોનો હવાલો આપ્યો છે.
રિપોર્ટ અનુસાર આ વર્ષે સરેરાશ છૂટક ફૂગાવો 7.1 પર રહેશે. વિશ્વ બેન્કના ઇન્ડિયા ડેવલોપમેન્ટ અપડેટમાં કહેવામાં આવ્યું છે કે ભારત, અમેરિકા, યુરોપીય વિસ્તાર અને ચીનના સ્પિલઓવરથી પ્રભાવિત છે. જોકે, વર્લ્ડ બેન્કે સરકારના 202-23માં સકલ ડીજીપીના 6.4 ટકાના રાજકોષીય ખોટના લક્ષ્યને પુરુ કરતો દેખાય છે.
ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક આધારિત છૂટક ફૂગાવો જેને આરબીઆઈ મુખ્ય રૂપથી પોતાની નાણાં નીતિ તૈયાર કરતા સમયે ધ્યાનમાં રાખે છે. જેમાં નરમીના સંકેત દેખાઈ રહ્યા છે. પરંતુ એ પણ આ વર્ષે જાન્યુઆરીથી કેન્દ્રીય બેન્કના 6 ટકાથી ઉપરી સ્તરથી વધારે છે.
ઓક્ટોબરમાં ફૂગાવોમાં ઘટાડો આવ્યો
ફૂગાવો ઓક્ટોબરમાં ઘટીને 6.77 ટકા થયો જે ગત સપ્ટેમ્બરમાં 7.41 ટકા હતો. આ મુખ્યરૂપથી ફૂડ બાસ્કેટની કિંમતોની કમીના કારણે થઈ છે. આ સતત 10માં મહિને પણ રિઝર્વ બેન્કના નિર્ધારિત સ્તરથી ઉપર રહ્યો છે. નાણાંકિય વર્ષ બીજી ત્રિમાસિકમાં જીડીપીની વૃદ્ધિ છેલ્લા ત્રણ મહિનામાં 13.5 ટકાની વૃદ્ધિની તુલનાએ ધીમી થઈને 6.3 ટકા થઇ ગયો.
આરબીઆઈની ત્રણ દિવસીય મોનેટરી પોલિસી કમિટીની બેઠક સોમવારથી શરુ છે. બેન્ક ઓફ બરોડાના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવીસે કહ્યું કે આરબીઆઈ પોલિસીને જીડીપી વૃદ્ધિની ધીમી ગતિની સાથે સાથે ફૂગાવો 6 ટકાથી વધારે હોવા વિરુદ્ધ રજૂ કરશે. અમે માનીએ છીએ કે એમપીસી આ વખતે દરોમાં વધારો ચાલું રાખશે. જોકે, પરિણામ કદાચ 25-35 બીપીએસ ઓછો થશે.
ભારત એક બ્રાઇટ સ્પોટ
આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે ભારત માટે મંદીથી ઇન્કાર કર્યો છે. જ્યારે નાણાંમંત્રી સહિત પ્રમુક સરકારી અધિકારીઓએ કહ્યુંહતું કે વૈશ્વિક વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે ભારત એક બ્રાઇટ સ્પોટ બની ગયો છે.