સ્પીડના શોખિનો માટે એક ખુશીના સમાચાર આવ્યા છે. ભારતમાં દુનિયાની સૌથી સ્પીડવાળી કાર રજૂ કરવામાં આવી છે. આ કાર માત્ર 4 સેકન્ડમાં 200 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડતી હોવાનો દાવો કરાયો છે. ભારતમાં તેલંગાણા સાથે ચાલી રહેલા ઇ-મોટર શો દરમિયાન આ કાર રજૂ કરવામાં આવી છે.
‘બતિસ્તા’ (Battista) – દુનિયાની સૌથી સ્પીડવાળી કાર
તેલંગાણા સરકારે ઇ-મોટર શો દરમિયાન ભારતમાં પ્રથમ વખત વિશ્વની સૌથી ઝડપી કાર ‘બટ્ટીસ્ટા’નું અનાવરણ કર્યું હતું. આ કાર માત્ર 4 સેકન્ડમાં 200 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. ઇ-મોબિલિટી વીકના ભાગ રૂપે હૈદરાબાદ ઇ-મોટર શોમાં બતિસ્તા કારનું એક્ઝિબિશન દર્શાવે છે કે, આ શહેર 11 ફેબ્રુઆરીના રોજ ભારતના પ્રથમ ફોર્મ્યુલા ઇ ગ્રાન્ડ પ્રિક્સ માટે સજ્જ છે.
કઇ કંપનીએ ડિઝાઇન કરી છે Batista
Batista કાર ઇટાલીની લક્ઝરી કાર બ્રાન્ડ ઓટોમોબિલી પિનિનફેરીના (Automobili Pininfarina) દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. ઓટોમોબિલી પિનિનફેરિના એ ઇટાલિયન લક્ઝરી કાર બ્રાન્ડ છે જેની સંપૂર્ણ માલિકી ભારતી કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા છે. આ કાર માત્ર ઇટાલીમાં બનેલી સૌથી પાવરફુલ કાર નથી, પરંતુ સત્તાવાર રીતે વિશ્વની સૌથી ઝડપી કાર પણ છે. તેલંગણા સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર્સના ડિરેક્ટર સુજય કરમપુરી અને મહિન્દ્રા યુરોપ બિઝનેસના સીઇઓ ગુરપ્રતાપ બોપારા દ્વારા ઓટોમોબિલી પિનિનફેરીનાના સીઇઓ પાઓલો ડેલાચાની હાજરીમાં આ કારને રજૂ કરવામાં આવી હતી.
ગ્રીન ફ્યૂચરને મળશે પ્રોત્સાહન
આ કાર્યક્રમમાં નિવદેન આપતા કરમપુરીએ જણાવ્યું હતું કે, “ઈલેક્ટ્રિક વ્હિકલ એ ભવિષ્ય છે અને ગ્રીન ફ્યૂચર માટે રાજ્ય સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.” તો બોપારાયે કહ્યું કે, “બતિસ્તા કાર હકીકતમાં ઇલેક્ટ્રિક વાહનોમાં ટેક્નોલોજીના ટોચનું પ્રતિનિધિત્વ કરે છે.” આ કાર હૈદરાબાદ ઇ-પ્રિક્સ સર્કિટમાં ભાગ લેવા માટે તૈયાર હોવાથી, તે ભારતમાં પણ તેની શરૂઆત કરશે.
ઓટોમોબિલી પિનિનફેરીના સીઈઓ શું કહે છે?
ઓટોમોબિલી પિનિનફેરીનાના સીઇઓ પાઓલો ડેલાચાએ જણાવ્યું કે, “અમે હૈદરાબાદ ઈ-મોટર શોનો હિસ્સો બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. અમે નજીકના ભવિષ્ય માટે મહિન્દ્રા ગ્રૂપ સાથેના અમારા જોડાણને મજબૂત કરવા આતુર છીએ. નોંધનિય છે કે, હૈદરાબાદ ઇ-મોટર શોનું આયોજન 8-10 ફેબ્રુઆરી 2023ના રોજ Hitex એક્ઝિબિશન સેન્ટર ખાતે કરવામાં આવી રહ્યું છે.