ભારતીયોમાં વિદેશમાં જઇને કમાણી કરવાનો બહુ જ ક્રેઝ છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીયો અમેરિકા, બ્રિટન, દુબઇ સહિત વિવિધ દેશોમાં નોકરી માટે જાય છે અને ત્યાં સેટલ થઇ જાય છે. જો કે સૌથી વધુ પગાર આપતા ટોપ-3 દેશોની યાદીમાં અમેરિકા બ્રિટન, યુકે, દુબઇનો સમાવેશ થતો નથી. ઉપરાંત વિશ્વના સૌથી વધુ પગારના મામલે દુનિયાભરના દેશોમાં ભારત 65માં ક્રમે છે. તો ચાલો જાણીયે ક્યાં દેશમાં સૌથી વધુ પગાર મળે છે…
સમગ્ર દુનિયામાં સૌથી વધુ પગાર સ્વિત્ઝર્લેન્ડ
વર્લ્ડ સ્ટેટિક્સના આંકડા અનુસાર સમગ્ર દુનિયામાં સૌથી વધુ સરેરાશ ચોખ્ખી માસિક સેલેરી સ્વિત્ઝર્લેન્ડમાં મળે છે. સ્વિત્ઝર્લેન્ડમાં લોકોને દર મહિને સરેરાશ 6906 ડોલર પગાર મળે છે. જો ભારતીય ચલણમાં વાત કરીયે તો આ પગાર લગભગ 4,93,776 રૂપિયા જેટલો થાય છે (1 ડોલર એટલે 81 રૂપિયાની ગણતરી અનુસાર). ત્યારબાદ આ યાદીમાં બીજા ક્રમે છે લક્ઝેમ્બર્ગ (Luxembourg), જ્યાંના લોકોને દર મહિને સરેરાશ 5015 ડોલર અને સિંગાપોરમાં 4989 ડોલર પગાર મળે છે. તો દુનિયાના સૌથી મોટા અર્થતંત્ર ગણાતા અમેરિકામાં લોકો સરેરાશ માસિક પગાર 4245 ડોલર એટલે કે 3,43,845 રૂપિયા છે.
ભારતમાં સરેરાશ માસિક પગાર 50,000થી પણ ઓછો
ભારત દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે પરંતુ પગારના મામલે બહુ પાછળ છે. સૌથી વધુ પગાર આપતા વિશ્વના દેશોની યાદીમાં ભારત 65માં ક્રમે અને ચીન 44માં ક્રમે છે. વર્લ્ડ સ્ટેટિક્સના આંકડા અનુસાર ભારતમાં સરેરાશ માસિક પગાર 573 ડોલર છે. જો ભારતીય ચલણમાં કરીયે તો આ રકમ લગભગ 46,413 રૂપિયા જેટલી થાય છે (1 ડોલર એટલે 81 રૂપિયાની ગણતરી અનુસાર). ભારતના દુશ્મન ચીનમાં લોકોને દર મહિને સરેરાશ 1069 ડોલર પગાર મળે છે.
પગારના મામલે પાકિસ્તાન સૌથી બદતર
નાદારીના આરે ઉભેલા પાકિસ્તાનની સ્થિતિ પગારના મામલે સૌથી ખરાબ છે. વર્લ્ડ સ્ટેટિક્સના આંકડા અનુસાર પાકિસ્તાન સરેરાશ માસિક 145 ડોલર પગાર સાથે વિશ્વના દેશોની યાદીમાં 104માં ક્રમે છે.