AI Recruiting Startup Mercor Success Story : ભારતીય મૂળના અમેરિકન યુવાનો માત્ર 22 વર્ષની ઉંમરે દુનિયાના સૌથી યુવા અબજોપતિ બન્યા છે. શાળાના આ 3 મિત્રો ફેસબુક મેટાના સીઇઓ માર્ક ઝુકરબર્ગથી આગળ નીકળી સૌથી નાની ઉંમરે બિલિયોનર બની ચર્ચામાં આવ્યા છે. આ 3 યુવા ધનાઢ્યનું નામ છે આદર્શ હિરેમથ, સૂર્યા મિધા અને અમેરિકન બ્રેંડન ફૂડી, જેઓ પોતાના એઆઈ રિક્રૂટમન્ટ સ્ટાર્ટઅપ મર્કોર દ્વારા 35 અબજ ડોલરનું ભંડોળ મેળવ્યા બાદ દુનિયાના સૌથી નાની ઉંમરના સેલ્ફ મેડ બિલિયોનર બની ગયા છે.
આદર્શ હિરેમથ અને સૂર્યા મિધા એ બ્રેંડન ફૂડીની સાથે મળી મર્કોરને 10 અબજ ડોલરની કંપની બનાવી હતી. આ બંને યુવાનો કંપનીમાં 22 ટકા હિસ્સો ધરાવે છે. તાજેતરના 35 અબજ ડોલરના ફન્ડિંગ બાદ મર્કોર કંપનીની માર્કેટ વેલ્યૂએશન 10 અબજ ડોલરે પહોંચી ગઇ છે.
ભારતીય મૂળના અમેરિકન હિરેમથ અને મિધા એ કોલિફોર્નિયાની સેન જોસના બેલાર્માઇન કોલેજ પ્રિપરેટરીમાં અભ્યાસ કર્યો છે. ત્યાર પછી હિરેમથ કોમ્પ્યુટર સાયન્સના અભ્યાક માટે હાર્વર્ડ યુનિવર્સિટીમાં દાખલ થયા અને મેક્રોઇકોનોમિક્સમાં રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. પોતાના અભ્યાના બીજા વર્ષામાં હોસ્ટેલના રૂમમાં મર્કોર કંપનીની સ્થાપના કરી, એ વિશ્વાસ સાથે કે લેબર ઇન્ટિગ્રેશન – 21મી સદીની સૌથી મોટી તક હશે,
મર્કોરના સ્થાપક આદર્શ હિરેમથ કોણ છે?
આદર્શ હિરેમથનો જન્મ ભારતીય મૂળના અમેરિકન પરિવારમાં થયો હતો. તેમની લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ હાર્વર્ડ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સના અભ્યાસ કર્યો, મશીન લર્નિંગ પર રિસર્ચ કર્યું અને લેરી સમર્સના રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે મેક્રોઇકોનોમિક્સ પર કામ કર્યું હતું.
સૂર્યા મિધા, સૌથી યુવા અબજોપતિ
સૂર્યા મિધાના માતા પિતા નવી દિલ્હીથી અમેરિકા આવીને વસ્યા હતા. તેમની પોતાની વેબસાઇટ મુજબ, તેમનો જન્મ માઉન્ટેન વ્યૂમાં થયો અને ઉછેર સેન્ જોસ કેલિફોર્નિયામાં થયો છે. તેમણે જોર્જટાઉન યુનિવર્સિટી માંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી.
આ ત્રણેય યુવા અબજોપતિના માતા પિતા સોફ્ટવેર એન્જિનિયર છે. ફોર્બ્સ મુજબ, બ્રેંડન ફૂડીની માતા મેટાની રિયલ એસ્ટેટ ટીમમાં કામ કરતી હતી અને તેના પિતાએ 90ના દાયકામાં સ્ટાર્ટઅપ સલાહકાર બનવાની પહેલા એક ગ્રાફિક ઇન્ટરફેસ કંપનીની સ્થાપના કરી હતી.





