Flying Car : સાય-ફાઇ ફિલ્મોમાં જોયેલી ફ્લાઈંગ કાર હવે વાસ્તવમાં ઉડતી દેખાશે, યુએસ સરકારે વિશ્વની પહેલી રોડ-ટુ-સ્કાય કારને આપી મંજૂરી

Flying Car : અલેફ એરોનોટિક્સ 2019 થી તેમના પ્રોટોટાઇપનું ટેસ્ટ -ડ્રાઇવિંગ અને ટેસ્ટ-ઉડાન કરી રહ્યું છે. રિપોર્ટ છે કે મોડલ Aનું ઉત્પાદન 2025 ના Q4 માં શરૂ થવાની સંભાવના છે.

Written by shivani chauhan
June 30, 2023 11:39 IST
Flying Car : સાય-ફાઇ ફિલ્મોમાં જોયેલી ફ્લાઈંગ કાર હવે વાસ્તવમાં ઉડતી દેખાશે, યુએસ સરકારે વિશ્વની પહેલી રોડ-ટુ-સ્કાય કારને આપી મંજૂરી
The company announced that its car, known as the Model A, has received special airworthiness certification from the US Federal Aviation Administration (FAA). (Image: Aleph Aeronautics)

દુનિયાની પહેલી ફ્લાઈંગ કાર હવે વાસ્તવમાં આવી રહી છે, આપણે સાય-ફાઇ ફિલ્મોમાં મોટેભાગે ફ્લાઈંગ કાર જોઈએ છે આ કાર આપણી કલ્પનામાંથી વાસ્તવમાં ટૂંક સમયમાં જોવા મળશે. હા, તમે તે સાચું વાંચ્યું છે! આ ઇલેક્ટ્રિક કાર કે જે તમે રસ્તાઓ પર ચલાવી શકો છો તેમજ આકાશમાં પણ ઉડાવી શકો છો, આ કારને યુએસ સરકાર તરફથી ફ્લાઈંગ માટે કાનૂની મંજૂરી પણ મળી ગઈ છે.

યુએસ સ્થિત એલેફ એરોનોટિક્સ દ્વારા વિકસિત આ ફ્લાઈંગ કારને યુએસ સરકાર તરફથી મંજૂરી મળી ગઈ છે. કંપનીએ જાહેરાત કરી કે મોડલ A તરીકે ઓળખાતી તેની કારને યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) તરફથી સ્પેશિયલ એરવર્થિનેસ સર્ટિફિકેશન મળ્યું છે. આ વિકાસ ઐતિહાસિક છે કારણ કે યુ.એસ.માં આ પ્રકારના વાહનને પ્રથમ વખત પ્રમાણિત કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Chandrayaan-3 : ચંદ્રયાન-3,12 જુલાઈએ લોન્ચ થવાની શક્યતા : વર્ષ 2019 માં લોન્ચ થયેલ ચંદ્રયાન-2 મિશન આ કારણસર રહ્યું નિષ્ફ્ળ?

કંપનીએ તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, “FAA ઇલેક્ટ્રીકલ વર્ટિકલ ટેકઓફ અને લેન્ડિંગ (eVTOL) વાહનો તેમજ eVTOLs અને ગ્રાઉન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાઓનું સંચાલન કરવા માટેની તેની નીતિઓ પર સક્રિયપણે કામ કરી રહ્યું છે.”

પ્રથમ ફ્લાઈંગ કાર આવી રહી છે

અલેફ એરોનોટિક્સે 2016માં કારની જેમ વાહન ચલાવવાની ક્ષમતા, વર્ટિકલ ટેકઓફ ક્ષમતાઓ અને પરવડે તેવી ચોક્કસ જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેનો પ્રથમ પ્રોટોટાઇપ બનાવ્યો હતો. કંપનીનો દાવો છે કે મોડલ Aની ડ્રાઇવિંગ રેન્જ 200 માઇલ અને ફ્લાઇટ રેન્જ 110 માઇલ સુધી છે. વધુમાં, કંપનીએ રિપોર્ટ આપ્યો છે કે મોડેલે ઑક્ટોબર 2022 માં પ્રીસેલ્સ શરૂ કર્યું હતું અને તે વર્ષના અંત સુધીમાં તેને 440 થી વધુ રિઝર્વેશન પ્રાપ્ત થયા છે.

અલેફ એરોનોટિક્સ 2019 થી તેમના પ્રોટોટાઇપનું પરીક્ષણ-ડ્રાઇવિંગ અને પરીક્ષણ-ઉડાન કરી રહ્યું છે. અહેવાલ છે કે મોડલ Aનું ઉત્પાદન 2025 ના Q4 માં શરૂ થવાની સંભાવના છે. કંપની ચાર વ્યક્તિઓ જેવા વધારાના મોડલ વિકસાવવાનું પણ આયોજન કરી રહી છે. મોડલ Z નામની સેડાન, જે 2035માં $35,000ની પ્રારંભિક કિંમતે ડેબ્યૂ કરશે. મોડેલ Z પાસે 300 માઈલથી વધુની ફ્લાઈંગ રેન્જ અને 200 માઈલથી વધુની ડ્રાઈવિંગ રેન્જ હોવાની અપેક્ષા છે.

આ પણ વાંચો: Twitter : ટ્વિટરના વિવાદ બાદ સીઈઓની પ્લેટફોર્મ પર એડવેટાઇઝર્સને આકર્ષવા નવી રણનીતિ

આ વર્ષની શરૂઆતમાં, કંપનીના CEO, જિમ ડુખોવનીએ જણાવ્યું હતું કે Alef ઇતિહાસમાં પ્રથમ વાસ્તવિક ઉડતી કાર પહોંચાડવાનું લક્ષ્ય રાખે છે અને આટલા બધા પ્રી-ઓર્ડર મેળવવું એ કંપની કેપ્ચર કરવા માગે છે.

અલેફ એરોનોટિક્સ વિશે

કંપનીની સ્થાપના 2015 માં ચાર તકનીકી પ્રતિભાઓ ડૉ. કોન્સ્ટેન્ટાઇન કિસ્લી, પાવેલ માર્કિન, ઓલેગ પેટ્રોવ, જિમ દુખોવની દ્વારા કરવામાં આવી હતી. કંપનીની સત્તાવાર વેબસાઇટ કહે છે કે વાસ્તવિક ઉડતી કારનો પ્રથમ સ્કેચ કેફેમાં નેપકિન પર દોરવામાં આવ્યો હતો. સ્થાપકોએ શરૂઆતમાં અંદાજ લગાવ્યો હતો કે આ કારને બનાવવામાં લગભગ છ મહિનાનો સમય લાગશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ