Inflation: ફુગાવો 14 મહિનાના તળિયે, ખાદ્ય ચીજો અને પેટ્રોલ ડીઝલ સસ્તા થતા મોંઘવારીમાં રાહત

Inflation 14 Month Low In May 2025: ફુગાવાનો દર 14 મહિનાને તળિયે જતા મોંઘવારીથી પરેશાન લોકોને રાહત મળે છે. માસિક ધોરણે હોલસેલ ઇન્ફ્લેશન રેટ એપ્રિલ મહિનાના 0.85 ટકા થી ઘટીને મે મહિનામાં 0.39 ટકા થયો છે.

Written by Ajay Saroya
June 16, 2025 14:33 IST
Inflation: ફુગાવો 14 મહિનાના તળિયે, ખાદ્ય ચીજો અને પેટ્રોલ ડીઝલ સસ્તા થતા મોંઘવારીમાં રાહત
Inflation : ફુગાવાનો દર, પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)

WPI Inflation 14 Month Low In May 2025: મોદી સરકાર માટે મોંઘવારીના મોરચેથી રાહતજનક સમાચાર આવ્યા છે. આજે ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ મે મહિનામાં જથ્થાબંધ ફુગાવો 0.39 ટકા નોંધાયો છે, જે છેલ્લા 14 મહિનાનો સૌથી નીચો મોંઘવારી દર છે. જ્યારે ગત એપ્રિલ મહિનામાં હોલસેલ ફુગાવો 0.85 ટકા નોંધાયો હતો. નોંધનિય છે કે,સતત ત્રીજા મહિને હોલસેલ ઇન્ફ્લેશન રેટ ઘટ્યો છે.

મોંઘવારી દર કેમ ઘટી રહ્યો છે?

ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, મોંઘવારી દર ઘટવાનું મુખ્ય કારણ ખાદ્ય ચીજો, વીજળી, અન્ય મેન્યુફેક્ચરિંગ, કેમિકલ્સ અને કેમિકલ પ્રોડક્ટો, અન્ય ટ્રાન્સપોર્ટ ઇક્વિપમેન્ટ અને બિન ખાદ્ય ચીજોના ઉત્પાદન વગેરેના ભાવમાં ઘટાડો છે.’

એપ્રિલ 2025 ની તુલનામાં મે 2025ના મહિનામાં WPI મહિના દર મહિના ફેરફાર (-) 0.06 ટકા રહ્યો છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા માસિક આંકડા દર્શાવે છે કે મે મહિનામાં પ્રાઇમરી ગુડ્સ ઇન્ડેક્સ 0.05 ટકા ઘટીને 184.3 (પ્રોવિઝનલ) રહ્યો હતો, જે એપ્રિલમાં 184.4 હતો. એપ્રિલની સરખામણીએ મે મહિનામાં મિનરલ (-7.16 ટકા) અને બિન ખાદ્ય ચીજોના (-0.63 ટકા) ભાવમાં ઘટાડો થયો હતો.

એપ્રિલની તુલનામાં મે મહિનામાં ખાદ્ય પદાર્થોના ભાવમાં 0.56 ટકાનો વધારો થયો છે. ઇંધણ અને વીજળીનો સૂચકાંક મે મહિનામાં 0.95 ટકા ઘટીને 146.7 થયો હતો, જે એપ્રિલમાં 148.1 હતો. મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સનો ઇન્ડેક્સ મે મહિનામાં 144.9 (પ્રોવિઝનલ) પર યથાવત રહ્યો હતો.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની રિલિઝ અનુસાર, ખાદ્ય ચીજોનો મોંઘવારી દર મે મહિનામાં (-) 1.56 ટકા થયો છે, જે એપ્રિલમાં (-) 0.86 ટકા હતો. પ્રાયમરી ચીજોમાં ફુગાવો ઘટીને (-) 2.02 ટકા થયો હતો, જે અગાઉના મહિનામાં -1.44 ટકા હતો. મે મહિનામાં ઇંધણ અને વીજળી સેગમેન્ટમાં ફુગાવો -2.27 ટકા થયો છે, જે એપ્રિલમાં -2.18 ટકા હતો. અને મેન્યુફેકચર્ડ પ્રોડક્ટ્સમાં ફુગાવો મે મહિનામાં 2.04 ટકા રહ્યો હતો.

મે મહિનામાં શાકભાજી, દાળ કઠોળ સસ્તા થયા

ખાદ્ય ચીજવસ્તુઓની કેટેગરીમાં શાકભાજીનો ફુગાવો મે મહિનામાં ઘટીને (-) 21.62 ટકા થયો હતો, જે એપ્રિલમાં (-) 18.26 ટકા હતો. દાળ કઠોળમાં ફુગાવાનો દર મે મહિનામાં -10.41 ટકા હતો, જ્યારે ઘઉંમાં 5.75 ટકા હતો. ઇંડા, માંસ અને માછલીમાં મોંઘવારી દર મે મહિનામાં ઘટીને (-) 1.01 ટકા થયો છે, જે એપ્રિલમાં -0.29 ટકા હતો. બટાકા અને ડુંગળીમાં ફુગાવાનો દર અનુક્રમે (-)29.42 ટકા અને (-)14.41 ટકા રહ્યો હતો.

નોન-ફૂડ આર્ટિકલ્સમાં ફુગાવો મે મહિનામાં 1.53 ટકા હતો, જે એપ્રિલમાં 1.40 ટકા હતો. મે મહિનામાં ખનિજ ફુગાવો વધીને ૦.૪૪ ટકા થયો છે, જે એપ્રિલમાં ૯.૬૯ ટકા હતો. ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસનો જથ્થાબંધ ફુગાવાનો દર મે મહિનામાં (-) 12.43 ટકા હતો, જ્યારે ક્રૂડ પેટ્રોલિયમનો જથ્થાબંધ ફુગાવાનો દર -13.97 ટકા હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ