/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/X-New-Feature-Audio-video-calling-feature-launch-on-X-.jpg)
એલોન મસ્કના X પ્લેટફોર્મ પર ઓડિયો વિડિયો કોલ ફીચર લોન્ચ કર્યું છે.
X New Feature : વિશ્વના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના X (Twitter) યુઝર્સની રાહ સમાપ્ત થઈ ગઈ છે. અંતે, X એ યુઝર્સ માટે ઑડિયો અને વિડિયો કૉલિંગ સુવિધા શરૂ થઈ ગઈ છે. ટ્વિટરના માલિક એલોન મસ્કએ X પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરી અને આ સુવિધાના રોલઆઉટ વિશે માહિતી આપી હતી. મસ્કનું કહેવું છે કે ટૂંક સમયમાં આ ફીચર તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ થશે.
ઓગસ્ટ 2023 માં, કંપનીના CEO લિન્ડા યાકારિનોએ પુષ્ટિ કરી હતી કે મૂળ કોલિંગ સુવિધા ટૂંક સમયમાં X સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે. જેના દ્વારા યુઝર્સ પોતાનો ફોન નંબર શેર કર્યા વગર ઓડિયો અને વિડિયો કોલ કરી શકશે.
CNBC સાથે વાત કરતી વખતે, લિન્ડાએ કહ્યું હતું કે આ ફંક્શન ફક્ત 'ડાયરેક્ટ મેસેજ' (DM) મેનૂમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. અને સ્પામ કોલ રોકવા માટે પ્લેટફોર્મ પર કેટલાક નિયંત્રણો પણ લાદવામાં આવશે.
X પર ઑડિયો-વિડિયો કૉલ્સ કેવી રીતે કરવા?
- X પર ઓડિયો અને વિડિયો કોલને ઇનેબલ કરવા માટે, પહેલા એપ સેટિંગ્સમાં જાઓ
- ત્યારબાદ 'પ્રાઈવસી એન્ડ સેફ્ટી' ઓપ્શન પર ટેપ કરો
- આ પછી 'ડાયરેક્ટ મેસેજ' પર ક્લિક કરો
- જો તમારા એકાઉન્ટ પર નવી સુવિધા ઉપલબ્ધ છે, તો તમે 'ઑડિયો અને વીડિયો કૉલિંગ સક્ષમ કરો' નામનું ટૉગલ જોશો.
- અને હવે તમે ઑડિયો-વિડિયો કૉલ્સ કરી શકો છો
Early version of video & audio calling on 𝕏 https://t.co/aFI3VujLMh
— Elon Musk (@elonmusk) October 25, 2023
આ ઉપરાંત, X પર ઘણા કસ્ટમાઇઝેશન ઓપ્શન પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. યૂઝર્સ તેમની સગવડતા અનુસાર પસંદ કરી શકે છે કે તેઓ કયા યુઝર્સ પાસેથી કૉલ પ્રાપ્ત કરવા માગે છે. જો તમે ઇચ્છો, તો તમે 'તમારી સરનામા પુસ્તિકામાંના લોકો', 'તમે અનુસરો છો તે લોકો' અથવા 'વેરિફાઇડ યુઝર્સ' વિકલ્પ વચ્ચે પસંદગી કરી શકો છો.
WhatsApp અને Instagram ની જેમ, તમે કોઈપણ ચેટના ઉપરના જમણા ખૂણામાં એક કૉલિંગ બટન જોશો.
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે (ઓક્ટોબર 2022) એલોન મસ્કે ટ્વિટરને હસ્તગત કર્યું હતું. ત્યારથી, અબજોપતિ ઉદ્યોગપતિએ પ્લેટફોર્મની બ્રાન્ડિંગ અને સુવિધાઓમાં ઘણા ફેરફારો કર્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us