/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/ie-Xiaomi-13-PRo.jpg)
શાયોમી 13 પ્રોનો ફોટો (Image credit: Shruti Dhapola / Indian Express)
Xiaomi 13T Series Launching Date : Xiaomi 13T શ્રેણી: શાયોમીએ આખરે નવો મોબાઇલ શાયોમી 13ટી (Xiaomi 13T) સિરીઝ લૉન્ચ કરવાની તારીખની જાહેરાત કરી છે. Xiaomi એ પુષ્ટિ કરી છે કે Xiaomi 13T સિરીઝના નવા સ્માર્ટફોન 26 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવશે. કંપનીએ એક ટીઝર પોસ્ટર બહાર પાડ્યું છે જેમાં Xiaomi 13T સિરીઝનો ઉલ્લેખ છે. આશા છે કે આ શ્રેણીમાં Xiaomi 12T અને શાયોમી 12ટી પ્રોના અપગ્રેટ શાયોમી 13ટી અને શાયોમી 13ટી પ્રોનું લોન્ચિંગ કરવામાં આવશે. આ હેન્ડસેટમાં Leica બ્રાન્ડેડ રિયર કેમેરા આવી શકે છે.
Xiaomi દ્વારા શેર કરવામાં આવેલી માહિતી મુજબ, નવા શાયોમી સ્માર્ટફોનના લૉન્ચિંગની ઇવેન્ટ 26 સપ્ટેમ્બરના રોજ બર્લિન, જર્મનીમાં ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. આ ઇવેન્ટ Xiaomiની વેબસાઇટ પર લાઇવસ્ટ્રીમ કરવામાં આવશે. માર્કેટિંગ પોસ્ટરમાં "MasterPiece in sighr" ટેગલાઇન આપી છે. ટ્વિટર પર કરાયેલી પોસ્ટ અનુસાર, સ્માર્ટફોનમાં પાછળના ભાગમાં Leicaની પાર્ટનરશીપવાળો કેમેરા મળશે.
It's official!
The #Xiaomi13TSeries, crafted with @leica_camera will be unveiled on September 26th. Mark your calendars!#MasterpieceInSight#XiaomiLaunch 🟠📷🔴loading... pic.twitter.com/6CyXFMwKMi— Xiaomi UK (@XiaomiUK) September 6, 2023
શાયોમી 13ટી સિરિઝ સ્માર્ટફોન (Xiaomi 13T Series Smartphone)
શાયોમી 13 પ્રોની સાથે Xiaomi 13T અને Xiaomi 13T Pro પણ લોન્ચ થવાની અપેક્ષા છે. અગાઉના લીક થયેલા અહેવાલો અનુસાર, Xiaomi 13T સિરીઝના હેન્ડસેટને MIUI 14 સાથે ઉપલબ્ધ કરાવવામાં આવશે. સ્ટાન્ડર્ડ Xiaomi 13T સ્માર્ટફોનમાં 144Hz ના રિફ્રેશ રેટ સાથે 6.67-ઇંચ AMOLED ડિસ્પ્લે આવવાની અપેક્ષા છે.
Xiaomi 13T Proમાં 144Hz રિફ્રેશ રેટ સાથે 6.67-ઇંચની OLED ડિસ્પ્લે હશે. આ સ્ક્રીન 1.5K રિઝોલ્યુશન સાથે આવશે.
સ્ટાન્ડર્ડ વેરિયન્ટને મીડિયાટેક ડાયમેન્સિટી 8200 અલ્ટ્રા પ્રોસેસર સાથે લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. તો Xiaomi 13T Proને MediaTek Dimensity T9200 Pro સેન્સર સાથે લોન્ચ કરવામાં આવી શકે છે.
શાયોમી 13ટી સ્માર્ટફોન ટ્રિપલ રિયર કેમેરા સાથે લોન્ચ થઈ શકે છે. હેન્ડસેટમાં OIS સપોર્ટ સાથે 50 મેગાપિક્સલ પ્રાઇમરી, 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઈડ અને 2 મેગાપિક્સલ મેક્રો સેન્સર મળશે. ઉપરાંત Xiaomi 13T Proને OIS સાથે 50-મેગાપિક્સલનો Sony IMX707 પ્રાઇમરી, 13-મેગાપિક્સલ ઓમ્નિવિઝન OV138 સેન્સર સાથે 50-મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ આવે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો | iQoo Z7 Pro 5G ભારતમાં લોન્ચ, 2000નું ડિસ્કાઉન્ટ મેળવો; જાણો નવા સ્માર્ટફોનની કિંમત અને ફિચર્સ સહિત તમામ વિગત
Xiaomi 13T અને Xiaomi 13T Pro સ્માર્ટફોનમાં 5000mAh બેટરી આવે તેવી અપેક્ષા છે. Xiaomi 13T 67W ફાસ્ટ ચાર્જિંગ અને Pro મોડલ 120W ફાસ્ટ ચાર્જિંગ આવી તેવી શક્યતા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us