Xiaomi 14 અને 14 પ્રો લોન્ચ; પહેલીવાર સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 8 Gen 3 અને Hyper OS મળશે, આ દમદાર મોબાઈલની કિંમત અને ફિચર સહિત તમામ વિગત જાણો

Xiaomi 14 And 14 Pro Launched : શાયોમી કંપનીએ લેટેસ્ટ શાયોમી 14 અને શાયોમી 14 પ્રો લોન્ચ કર્યા છે, જે ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 8 Gen 3 દ્વારા સંચાલિત પ્રથમ ફ્લેગશિપ સ્માર્ટફોન છે. જાણો આ દમદાર લેટેસ્ટ સ્માર્ટફોનની કિંમત અને ભારતમાં ક્યાં ઉપલબ્ધ થશે જાણો વિતગવાર

Written by Ajay Saroya
October 27, 2023 16:22 IST
Xiaomi 14 અને 14 પ્રો લોન્ચ; પહેલીવાર સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 8 Gen 3 અને Hyper OS મળશે, આ દમદાર મોબાઈલની કિંમત અને ફિચર સહિત તમામ વિગત જાણો
Xiaomi 14 And 14 Pro Launched : શાયોમી કંપનીએ બે લેટેસ્ટ સ્માર્ટટફોન Xiaomi 14 અને 14 પ્રો લોન્ચ કર્યા છે. (Photo : www.mi.com)

Xiaomi 14 And 14 Pro Launched : Xiaomi કંપનીના લેટેસ્ટ Xiaomi 14 અને Xiaomi 14 પ્રો સ્માર્ટફોન પરથી પડદો ઉઠ્યો છે. શાયોમી કંપનીએ તેના બે નવા સ્માર્ટફોન શાયોમી 14 અને શાયોમી 14 પ્રો ચીનમાં લોન્ચ કર્યા છે. તે ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 8 Gen 3 દ્વારા સંચાલિત પ્રથમ ફ્લેગશિપ સ્માર્ટફોન છે. બંને નવા સ્માર્ટફોન હવે પાવરફુલ ચિપસેટ અને કેમેરાથી સજ્જ છે. નવા ફોનમાં નવી ડિઝાઈનવાળા Leica કેમેરા લગાવવામાં આવ્યા છે. આ સ્માર્ટફોન બંને એન્ડ્રોઇડ 14 પર આધારિત HyperOS ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. Xiaomi 14 અને Xiaomi 14 પ્રો સ્માર્ટફોનના ફિચર, સ્પેસિફિકેશન અને કિંમત સહિત આ ફોન ભારતીય બજારમાં ક્યારે લોન્ચ થશે? તે જાણો

શાયોમી 14 અને શાયોમી 14 પ્રોની કિંમત (Xiaomi 14, Xiaomi 14 Pro Price)

Xiaomi 14ના ઘણા વેરિયન્ટ ચીનના બજારમાં ઉપલબ્ધ છે. શાયોમી 14ના 8GB/256GB વેરિયન્ટની કિંમત ચાઇનીઝ કરન્સીમાં 3,999 યુઆન છે (ભારતીય ચલણમાં આશરે રૂ. 45,500). તો Xiaomi 14ના 12GB/256GB વેરિઅન્ટની કિંમત 4,299 યુઆન (અંદાજે 49,000 રૂપિયા), 16GB/512GB વેરિઅન્ટની કિંમત 4599 યુઆન (અંદાજે 52,000 રૂપિયા) અને 16GB/1TB વેરિયન્ટને 4999 યુઆન (લગભગ 57000 રૂપિયા) ખરીદી શકાય છે. 7,000 છે ).

Xiaomi 14 And 14 Pro Launched | Xiaomi 14 Price | Xiaomi 14 Pro Price | Xiaomi 14 And 14 Pro Features Specifications | Latest Xiaomi Smartphone
Xiaomi 14 And 14 Pro Launched : શાયોમી કંપનીએ બે લેટેસ્ટ સ્માર્ટટફોન Xiaomi 14 અને 14 પ્રો લોન્ચ કર્યા છે. (Photo : www.mi.com)

જો Xiaomi 14 Pro સ્માર્ટફોનની વાત કરીએ તો, તે ચીનના માર્કેટમાં 4999 યુઆઇ (લગભગ 57,000 રૂપિયા) થી 6499 યુઆન (લગભગ 74,000 રૂપિયા) વચ્ચેની કિંમતે ઉપલબ્ધ છે. કલર વેરિઅન્ટની વાત કરીએ તો Xiaomi 14 અને Xiaomi 14 Pro સ્માર્ટફોન વ્હાઇટ, બ્લેક, ગ્રીન અને પીંક કલરમાં ઉપલબ્ધછે.

શાયોમી 14ના ફિચર અને સ્પેસિફિકેશન ((Xiaomi 14 Pro Features And Specifications)

Xiaomi 14 અને Xiaomi 14 Proમાં લેટેસ્ટ Qualcomm Snapdragon 8 Gen 3 ચિપસેટ આપવામાં આવી છે. Xiaomi 14ની ડિસ્પ્લે સાઈઝ 6.36 ઈંચ છે. આ LTPO OLED સ્ક્રીનનું રિઝોલ્યુશન 1.5K છે અને રિફ્રેશ રેટ 120Hz છે. સ્ક્રીન પ્રોટેક્શન માટે ગોરિલા ગ્લાસ આપવામાં આવ્યો છે. તેમાં Leica બ્રાન્ડનો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળે છે. જેમાં OIS ટેક્નોલોજી આધારિત 50MP પ્રાઇમરી રીઅર કેમેરા, 50MP અલ્ટ્રાવાઇડ લેન્સ અને 50MP ટેલિફોટો લેન્સનો સમાવેશ થાય છે.

સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે હેન્ડસેટમાં 32MP ફ્રન્ટ કેમેરા છે. આ કેમેરાને 4K વિડિયો રેકોર્ડિંગ સપોર્ટની સાથે આપવામાં આવે છે. લેટેસ્ટ ફોનમાં 4610mAh બેટરી છે, જેને ચાર્જ કરવા માટે 90W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ અને 50W વાયરલેસ ચાર્જિંગનો સપોર્ટ આવે છે. સુરક્ષાની દ્રષ્યિએ Xiaomi 14 ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર મળે છે.

શાયોમી 14 પ્રોના ફિચર અને સ્પેસિફિકેશન (Xiaomi 14 Pro Features And Specifications)

Xiaomi 14 Pro વિશે વાત કરીએ તો તેના સ્ટાન્ડર્ડ મોડલની સરખામણીમાં તેમાં ઘણા અપડેટ જોવા મળે છે. આ સ્માર્ટફોનની ડિસ્પ્લે સાઈઝ 6.73 ઈંચ છે. આ LTPO OLED સ્ક્રીનનું રિઝોલ્યુશન 2K છે અને રિફ્રેશ રેટ 120Hz છે. સ્ક્રીન થોડી કર્વ છે અને સિક્યોરિટી માટે તેમાં Xiaomiનો Longjing ગ્લાસ આપવામાં આવ્યો છે. Xiaomi 14 Proમાં Lenovo બ્રાન્ડનો ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ આવે છે. જેમાં OIS ટેક્નોલોજી આધારિત 50MP પ્રાથમિક કેમેરા, 50MP અલ્ટ્રાવાઇડ લેન્સ અને 50MP ટેલિફોટો સેન્સરનો સમાવેશ થાય છે. કેમેરાને 3.2x ઝૂમ કરી શકાય છે.

આ પણ વાંચો | સિમ કાર્ડ સ્વેપથી હેકર્સ લૂંટી રહ્યા છે તમારી મહેનતની કમાણી; સાયબર ફ્રોડની નવી મોડસ ઓપરેન્ડી અને બચવાની રીત જાણો

Xiaomi 14 Proમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 32MP કેમેરા છે. તેમાં 4800mAh બેટરી પણ છે, જેને ચાર્જ કરવા માટે 120W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને 50W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ આવે છે. અપડેટેડ Xiaomi 14 Pro ફોનમાં હવે Titanium એડિશન પણ લોન્ચ કરવામાં આવ્યું છે. તેમાં ટાઇટેનિયમ આધારિત બોડી હોવાનું જણાય છે, જો કે તેને રેગ્યુલર વેરિઅન્ટની જેમ જ ફિચર્સ આપવામાં આવ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ