Xiaomi 14 CIVI Limited Edition: શાઓમી 14 સીવી સ્માર્ટફોન 512GB સ્ટોરેજ અને 32MP ડ્યુઅલ સેલ્ફી કેમેરા સાથે લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Xiaomi 14 CIVI Limited Edition Price And Features: શાઓમી 14 સીવી લિમિટેડ એડિશન નવા પાંડા અને યુનિક લૂક સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જાણો લેટેસ્ટ શાઓમી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ

Written by Ajay Saroya
July 29, 2024 22:29 IST
Xiaomi 14 CIVI Limited Edition: શાઓમી 14 સીવી સ્માર્ટફોન 512GB સ્ટોરેજ અને 32MP ડ્યુઅલ સેલ્ફી કેમેરા સાથે લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
Xiaomi 14 CIVI Limited Edition Price And Features: શાઓમી 14 સીવી લિમિટેડ એડિશન સ્માર્ટફોનમાં પાંડા ડિઝાઇન, યુનિક ફિનિશ અને સ્ટાઇલ તેમજ રિયર પર બ્લેક મિરર ગ્લાસ સાથે ડ્યુઅલ ટેક્સચર ડિઝાઇનથી સજ્જ છે. (Image: @XiaomiIndia)

Xiaomi 14 CIVI Limited Edition Launched: શાઓમી દ્વારા નવો શાઓમી 14 સીવી લિમિટેડ એડિશન (Xiaomi 14 CIVI Limited Edition) સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો છે. નવા લિમિટેડ એડિશન વેરિઅન્ટમાં રેગ્યુલર વેરિએન્ટ જેવી જ ફીચર્સ છે. શાઓમી 14 સીવીમાં પાંડા ડિઝાઇન, યુનિક ફિનિશ અને સ્ટાઇલ તેમજ રિયર પર બ્લેક મિરર ગ્લાસ સાથે ડ્યુઅલ ટેક્સચર ડિઝાઇન આપવામાં આવી છે. આ હેન્ડસેટમાં 512જીબી સ્ટોરેજ, 50 એમપી રિયર કેમેરા અને 32 એમપી ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

શાઓમી 14 સીવી લિમિટેડ એડિશન સ્પેસિફિકેશન્સ (Xiaomi 14 CIVI Limited Edition Specifications)

શાઓમી 14 સીવી સ્માર્ટફોનમાં 6.55 ઇંચ (2750 x 1236 પિક્સલ) 1.5K C8 12-bit OLED 20:9 ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીનમાં 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ અને 240 હર્ટ્ઝનો ટચ સેમ્પલિંગ રેટ છે. આ સ્ક્રીન 3000 નીટ, એચડીઆર 10+, ડોલ્બી વિઝન સુધીની પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. શાઓમીનો આ ફોન કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ 2 પ્રોટેક્શન સાથે આવે છે.

શાઓમી 14 સીવી સ્માર્ટફોનમાં ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 8એસ જેન 3 4એનએમ મોબાઇલ પ્લેટફોર્મ અને ગ્રાફિક્સ માટે એડ્રેનો 735 જીપીયુ છે. ફોનમાં 12 જીબી રેમ અને 512 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. આ સ્માર્ટફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. આ ડિવાઇસમાં એન્ડ્રોઇડ 14 બેઝ્ડ Xiaomi HyperOS છે.

શાઓમીના આ હેન્ડસેટમાં એપર્ચર એફ/ 1.63 સાથે 50 મેગાપિક્સલનો રિયર કેમેરો, એપર્ચર એફ / 2.2 સાથે 12 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ અને એપર્ચર એફ / 1.98 સાથે 50 મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરો છે. સ્માર્ટફોનમાં 32 મેગાપિક્સલનું ઓમ્નીવિઝન સેમસંગ S5K3D2 78° FoV સાથે અપર્ચર F / 2.0 અને Aperture F / 2.4 સાથે 32-મેગાપિક્સલનું સેમસંગ S5K3D2 100° FoV સેકન્ડરી સેન્સર છે. હેન્ડસેટને પાવર આપવા માટે 4700mAh બેટરી આપવામાં આવી છે, જે 67W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

OPPO K12x 5Gએ ભારતમાં કરી જોરદાર એન્ટ્રી, તેમાં 5100mAhની બેટરી અને 256GB સ્ટોરેજ છે

શાઓમી 14 સીવી સ્માર્ટફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર, ઇન્ફ્રારેડ સેન્સર છે. આ ડિવાઇસમાં યુએસબી ટાઇપ-સી ઓડિયો, હાઇ-રેઝ ઓડિયો, સ્ટીરિયો સ્પીકર્સ અને ડોલ્બી એટમોસ છે. ડિવાઇસમાં કનેક્ટિવિટી માટે 5જી, ડ્યુઅલ 4જી વીઓએલટીઇ, વાઇ-ફાઇ 6 802.11 બીઇ, બ્લૂટૂથ 5.4, જીપીએસ, યુએસબી ટાઇપ-સી 3.2 જનરલ 1 અને એનએફસી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

શાઓમી 14 સીવી કિંમત (Xiaomi 14 CIVI Price)

શાઓમી 14 સીવી લિમિટેડ એડિશનને એક્વા બ્લૂ, હોટ પિંક અને પાંડા વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોનના 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 48999 રૂપિયા રાખવામાં આવી છે. નવો ફોન સ્ટાન્ડર્ડ વેરિએન્ટની તુલનામાં 1000 રૂપિયા મોંઘો છે.

આ પણ વાંચો | વીવો, મોટોરોલા સહિત ઘણા સ્માર્ટફોન શાનદાર લૂક અને પારવફુલ ફીચર્સ સાથે ભારતમાં થશે લોન્ચ, જુઓ યાદી

શાઓમી 14 સીવી લોન્ચ (Xiaomi 14 CIVI Launch Offers)

શાઓમી 14 સીવી સ્માર્ટફોન ક્રેડિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ ઈએમઆઈ અને ડેબિટ કાર્ડ ઈએમઆઈ પર ખરીદવા પર 3000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત 3000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ મેળવી શકાય છે. આ ડિવાઇસ 9 મહિના સુધીના નો-કોસ્ટ ઇએમઆઇ પર ખરીદી શકાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ