Xiaomi 14 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, માત્ર 31 મિનિટમાં 100% ચાર્જ, જાણો કિંમત અને ફીચર્સ

Xiaomi 14 Launched : શાઓમી 14 સ્માર્ટફોનના 12 જીબી રેમ અને 512 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે

Xiaomi 14 Launched : શાઓમી 14 સ્માર્ટફોનના 12 જીબી રેમ અને 512 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Xiaomi 14, xiaomi 14 price

Xiaomi 14 સ્માર્ટફોન આખરે ભારતમાં લોન્ચ થઈ ગયો છે (તસવીર - સોશિયલ મીડિયા)

Xiaomi 14 price : Xiaomi 14 સ્માર્ટફોન આખરે ભારતમાં લોન્ચ થઈ ગયો છે. ક્વોલકોમ સ્નેપડ્રેગન 8 જેન 3 પ્રોસેસર સાથે દેશમાં લોન્ચ થયેલો આ કંપનીનો પહેલો ફોન છે. શાઓમી 14માં એલટીપીઓ એમોલેડ ડિસ્પ્લે, 50MP ટ્રિપલ રિયર કેમેરા સેન્સર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. શાઓમીના આ હેન્ડસેટ સાથે કંપનીએ પહેલીવાર અલ્ટ્રા વેરિઅન્ટ Xiaomi 14 અલ્ટ્રા પણ રજૂ કર્યું છે. તમને શાઓમી 14ની કિંમત અને ફીચર્સ વિશે વિસ્તારથી જણાવીએ છીએ.

Advertisment

ભારતમાં Xiaomi 14 ની કિંમત

શાઓમી 14 સ્માર્ટફોનના 12 જીબી રેમ અને 512 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 69,999 રૂપિયા છે. આ ફોન ક્લાસિક વ્હાઇટ, જેડ ગ્રીન અને મેટ બ્લેક કલરમાં આવે છે. હેન્ડસેટને એમેઝોન, ફ્લિપકાર્ટ, Mi.com, એમઆઇ હોમ સ્ટોર્સ અને શાઓમીના રિટેલ પાર્ટનર સ્ટો પરથી ખરીદી શકાય છે. ફોનનું વેચાણ 11 માર્ચે બપોરે 12 વાગ્યાથી શરૂ થશે.

આઈસીઆઈસીઆઈ બેંકના ગ્રાહકો આ ફોનને કાર્ડ દ્વારા 5000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકે છે. આ ઉપરાંત ફોનમાં 5000 રૂપિયાની વધારાની એક્સચેન્જ ઓફર પણ છે.

Xiaomi 14 ફીચર્સ

શાઓમી 14 સ્માર્ટફોનને ગ્લોબલ વેરિએન્ટની જેમ જ સ્પેસિફિકેશન્સમાં ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. શાઓમીના આ હેન્ડસેટમાં 6.36 ઇંચની એલટીપીઓ એમોલેડ (1,200×2670 પિક્સલ) ડિસ્પ્લે છે. આ સ્ક્રીન 460 પીપીઆઇ પિક્સલ ડેન્સિટી, 240હર્ટ્ઝ ટચ સેમ્પલિંગ રેટ અને 3000 એનઆઇટી પીક બ્રાઇટનેસ સાથે આવે છે. આ ડિસ્પ્લે 1-120હર્ટ્ઝ એડેપ્ટિવ રિફ્રેશ રેટ, એચડીઆર10+ સપોર્ટ અને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ પ્રોટેક્શનને સપોર્ટ કરે છે.

Advertisment

આ પણ વાંચો - સેમસંગના બે સ્માર્ટફોન ગેલેક્સી એ35 અને ગેલેક્સી એ55 થશે લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

શાઓમીનો આ ફોન સ્નેપડ્રેગન 8 જેન 3 પ્રોસેસર, 12 જીબી રેમ અને 512 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. હેન્ડસેટને પાવર આપવા માટે 4610mAhની બેટરી આપવામાં આવી છે, જે 90W વાયર્ડ ચાર્જિંગ, 50W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. 90W હાઇપરચાર્જ ટેક્નોલોજીનો દાવો છે કે તે 31 મિનિટમાં બેટરીને 0થી 100% સુધી ચાર્જ કરે છે. આ ફોનમાં 50W વાયરલેસ ચાર્જિંગ પણ આપવામાં આવ્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે 46 મિનિટમાં ફોન 100 ટકા સુધી ચાર્જ થઇ જશે. આ ઉપકરણનું માપ 152.8×71.5×8.20mm છે અને તેનું વજન 193 ગ્રામ છે.

ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે

ફોટોગ્રાફી માટે શાઓમીના આ હેન્ડસેટમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન અને અપાર્ચર એફ /1.6 સાથે 50-મેગાપિક્સલનું લાઇટ ફ્યુઝન 900 ઇમેજ સેન્સર આપવામાં આવ્યું છે. આ સિવાય 50 મેગાપિક્સલનો 75mm ફ્લોટિંગ ટેલિફોટો કેમેરા, 50 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એંગલ કેમેરા પણ છે. શાઓમી 14માં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

કનેક્ટિવિટી માટે શાઓમી 14માં 5જી, વાઇ-ફાઇ 7, એનએફસી, બ્લૂટૂથ 5.4, જીપીએસ, ગેલિલિયો અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ફોનમાં એક્સેલેરોમીટર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, ઇ-હોકાયંત્ર, પ્રોક્સિમિટી સેન્સર, આઇઆર બ્લાસ્ટર, લિનિયર મોટર, ફ્લિકર સેન્સર અને કલર સેન્સર આપવામાં આવ્યું છે. આ ડિવાઇસમાં સ્ટિરિયો સ્પીકર્સ અને ડોલ્બી એટમોસ સપોર્ટ સાથે ચાર માઇક્રોફોન એરે આપવામાં આવ્યા છે. આ ફોન ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ માટે IP68 રેટિંગ સાથે આવે છે.

સ્માર્ટફોન ટેકનોલોજી