Xiaomi 15 Ultra સ્માર્ટફોન લોન્ચ, 50 MP કેમેરા અને 6000mAh બેટરી, જાણો કિંમત

Xiaomi 15 Ultra Launch : Xiaomi 15 અલ્ટ્રા કંપનીનો નવો સ્માર્ટફોન છે. શાઓમી 14 અલ્ટ્રાના અપગ્રેડેડ વેરિઅન્ટ તરીકે લોન્ચ થયેલો આ નવો શાઓમી ફોન મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2025 પહેલા લોન્ચ કરવામાં આવ્યો

Xiaomi 15 Ultra Launch : Xiaomi 15 અલ્ટ્રા કંપનીનો નવો સ્માર્ટફોન છે. શાઓમી 14 અલ્ટ્રાના અપગ્રેડેડ વેરિઅન્ટ તરીકે લોન્ચ થયેલો આ નવો શાઓમી ફોન મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2025 પહેલા લોન્ચ કરવામાં આવ્યો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Xiaomi 15 Ultra Launch, Xiaomi 15 Ultra

Xiaomi 15 Ultra Launch : શાઓમીએ પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો

Xiaomi 15 Ultra Launch: શાઓમીએ પોતાનો નવો સ્માર્ટફોન ચીનમાં લોન્ચ કર્યો છે. Xiaomi 15 અલ્ટ્રા કંપનીનો નવો સ્માર્ટફોન છે. શાઓમી 14 અલ્ટ્રાના અપગ્રેડેડ વેરિઅન્ટ તરીકે લોન્ચ થયેલો આ નવો શાઓમી ફોન મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ (એમડબલ્યુસી) 2025 પહેલા લોન્ચ કરવામાં આવ્યો છે. શાઓમી 15 અલ્ટ્રા ક્વોલકોમના લેટેસ્ટ સ્નેપડ્રેગન 8 એલિટ પ્રોસેસરથી સંચાલિત છે. ફોનમાં નવું હાઇપરઓએસ 2 યુઝર ઇન્ટરફેસ આપવામાં આવ્યું છે.

Advertisment

Xiaomi 15ની અલ્ટ્રા કિંમત

શાઓમી 15 અલ્ટ્રાના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 6,499 યુઆન (લગભગ 78,000 રૂપિયા) છે. જ્યારે 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 6,999 યુઆન (લગભગ 84,000 રૂપિયા), 16 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 7,799 યુઆન (લગભગ 93,00 રૂપિયા) છે. આ ફોનને મલ્ટીપલ કલર વેરિએન્ટમાં ખરીદી શકાય છે.

Xiaomi 15 અલ્ટ્રા સ્પેસિફિકેશન્સ

શાઓમી 15 અલ્ટ્રા સ્માર્ટફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. આ ફોન એન્ડ્રોઇડ 15 બેસ્ડ હાઇપરઓએસ 2 ઓપરેટિંગ સિસ્ટમ (ઓએસ) સાથે આવે છે. હેન્ડસેટમાં 6.73 ઇંચ (1440 x 3200 પિક્સલ) એલટીપીઓ એમોલેડ સ્ક્રીન આપવામાં આવી છે, જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. સ્ક્રીનની પીક બ્રાઇટનેસ 3200 નીટ્સ છે. ડિસ્પ્લે પેનલમાં 300 હર્ટ્ઝ ટચ સેમ્પલિંગ રેટ અને એચડીઆર10+ સપોર્ટ આપવામાં આવ્યો છે.

ફોનમાં ક્વાલકોમના ફ્લેગશિપ ઓક્ટા-કોર 3એનએમ સ્નેપડ્રેગન 8 એલિટ ચિપસેટ આપવામાં આવ્યો છે, જે અધિકત્તમ 4.32 ગીગાહર્ટ્ઝ ક્લોક સ્પીડ પર ચાલે છે. ડિવાઇસમાં 16 જીબી સુધીની રેમ, 1 ટીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ અને એડ્રેનો 830 જીપીયુ છે.

Advertisment

આ પણ વાંચો - સેમસંગના બે સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, ઓછી કિંમતમાં 50MP કેમેરા અને મોટી બેટરી, જાણો ફિચર્સ

કેમેરાની વાત કરીએ તો શાઓમી 15 અલ્ટ્રા સ્માર્ટફોનમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 50 મેગાપિક્સલ સોની એલવાયટી900 પ્રાઇમરી રિયર સેન્સર છે જે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) અને અપાર્ચર F/1.63 સાથે આવે છે. ફોનમાં 50 મેગાપિક્સલનું સોની IMX858 સેન્સર છે, જેમાં અપર્ચર એફ /1.8 અને 200 મેગાપિક્સલનું સેમસંગ આઇસોસેલ એચપી9 ટેલિફોટો સેન્સર અને 50 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ કેમેરો આપવામાં આવ્યો છે. હેન્ડસેટમાં એપર્ચર એફ/2.0 સાથે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

6000 mAhની બેટરી

શાઓમી 15 અલ્ટ્રાને પાવર આપવા માટે 6000 એમએએચની બેટરી છે અને જે 90 ડબ્લ્યુ વાયર્ડ અને 80 ડબ્લ્યુ વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં રિવર્સ વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટી માટે સ્માર્ટફોનમાં 5જી, વાઇ-ફાઇ 7, બ્લૂટૂથ 5.4, એનએફસી, જીપીએસ, ગ્લોનાસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

ફોનમાં અલ્ટ્રાસોનિક ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્સ માટે આઇપી68 રેટિંગ આપવામાં આવ્યું છે. શાઓમીના આ ફોનમાં ડાઇમેંશન 161.3 એમએમ x 75.3 એમએમ x 9.35 એમએમ છે અને વજન 226 ગ્રામ છે.

સ્માર્ટફોન ચીન ટેકનોલોજી બિઝનેસ 5G